મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
બુધની દિનદશા ચાલુ છે તેથી ૨૦મી સપ્ટેમ્બર સુધી બને તો તમારા હીસાબી કામને પૂરા કરી લેજો. બુધની કૃપાથી હાલમાં જે પણ પ્લાન બનાવશો તેમાં લાંબા સમય પછી ફાયદો થશે. નાણાંકીય સ્થિતી સારી રહેશે. ચાલુ કામ ઉપર ધ્યાન આપવાથી થોડીઘણી આવકમાંબી વધારો થઈને રહેશે. બુધની કૃપા મેળવવા માટે હાલમાં રોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧૧, ૧૨, ૧૫ ને ૧૬ છે.
.
Mercury is ruling over you. Complete your tallying work before the 20th of September. With the grace of Mercury, make long term plans which are profitable in the long run. Your financial conditions will be good. By focusing on the task on hand, you will be able to increase your income. To get blessings from Mercury, pray ‘Meher Niyaish’.
Lucky Dates: 11, 12, 15, 16.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
બુધની દિનદશા ચાલુ હોવાથી કામમાં મનની કચાશ નહી રાખો. ધન માટે મહેનત કરવી પડશે. આવકમાં વધારો થશે. મીઠી જબાન વાપરીને તમે તમારા દુશ્મનને ફસાવી શકશો. ગામ-પરગામ જવાના પુરેપુરા ચાન્સ છે. થોડી ભાગદોડ કરીને તમે તમારા પ્રોમીસ પુરા કરીને રહેશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૫ થી ૮ છે.
Mercury is ruling over you and hence you will get to travel. You will be able to help others positively. You will get more respect at your workplace. You might make new friends. There will be no financial stress. Pray ‘Meher Niyaish’ everyday.
Lucky Dates: 10, 13, 14, 16.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી ૨૪મી સપ્ટેમ્બર સુધી તમારી પોતાની વ્યક્તિ સાથ સહકાર નહી આપે. જે પણ કામ કરતા હશો તેમાં કોઈની મદદ મળવાની નથી તે વાત ધ્યાનમાં રાખજો. સાચુ બોલવાથી તમે દુશ્મન બની જશો. મંગળના કારણે જે પણ કરશો તેમાં જશ નહી મળે. નાણાંકીય મુશ્કેલી આવતી રહેશે. મંગળને શાંત કરવા માટે ભૂલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૦, ૧૧, ૧૫ ને ૧૬ છે.
Mars is ruling over you. You wont get help and support from your close ones till the 24th of September. No one is going to help you in your work. You will make enemies by speaking the truth. Due to Mars you might not get success in your work. There will be financial crises. To pacify Mars, pray ‘Tir yasht’ everyday without fail.
Lucky Dates: 10, 11, 15, 16.
CANCER | કર્ક: ડ.હ.
૨૬મી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. કોઈ પણ વાત મનમાં રાખતા નહી. જેને વાત કહેવી હોય તેને કહી દેજો. નાની મુસાફરીના ચાન્સ મળશે. જેટલી જરત હસે તેટલું ધન મેળવવામાં મુશ્કેલી નહી આવે. ધણી-ધણીયાણીમાં અન્ડરસ્ટેન્ડીંગ સારી રહેશે. પ્રેમમાં હશો તો પ્રેમી કે પ્રેમિકા તમારા મનની વાત ઈશારાથી સમજી જશે. ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૧ થી ૧૪ છે.
Moon will rule over you till the 26th. Do not keeping anything in your heart. Speak your heart out to the person who you wish to talk to. There are chances of small travels. You will get the amount of wealth that is needed. There will be understanding between spouses. If you are in love, your partner will understand your feelings even without words. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 11, 12, 13, 14.
LEO | સિંહ: મ.ટ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો મગજને શાંત રાખીને કરી લેજો. કામકાજમાં ભૂલ નહી થાય. નાની મુસાફરીનો પ્લાન બનાવવામાં સફળ થશો. મનની વાત જેને કહેવા માંગતા હશો તેને જલદીથી કહી દેજો. ઘરમાં કંઈક નવી ચીજવસ્તુ વસાવી શકશો. બીજાની વાત સાંભળીને તમારા ડીસીજન ચેન્જ નહી કરતા. ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.
શુકનવંતી તા. ૩, ૫, ૭ ને ૮ છે.
Moon is ruling over you. Your sorrows will turn into happiness very soon. You will find an easy path to restart unfinished jobs. You will be able to complete all your jobs perfectly. Your health will be fine. You will find success in all your decisions. Your enemies will stay away from you. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 10, 13, 16.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લાં ૬ દિવસજ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઓપોઝિટ સેક્સને આપેલ પ્રોમિસ પૂરા કરી દેજો. ૧૬મીથી ૨૦ દિવસ માટે સૂર્યની દિનદશા તમારા દરેક પ્લાન ઉલટા કરી નાખશે. ઉતરતી શુક્રની દિનદશા ફાયદો અપાવી જશે. નાણાંકીય ફાયદો મળતો હોય તે લઈ લેજો નહીં તો પસ્તાવાનો સમય આવશે. ‘બહેરામ યઝદ’ની સાથે ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૨ થી ૧૫ છે.
Last six days left under the rule of Venus. If you have promised anything to a person from the opposite gender, fulfil it. Starting from the 16th, sun will rule over you for the next 20 days, due to which, all your plans will get shuffled. The descending rule of Venus will bring in profits. Make the most of financial profits. Pray ‘Behram Yazad’ along with the 96th name ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 12, 13, 14, 15.
LIBRA | તુલા: ર.ત.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. શુક્રની કૃપાથી તમારા કામ તમે કોન્ફીડન્સથી પુરા કરી શકશો. જે પણ કરશો તે ખૂબજ સમજી વિચારીને ડીસીજન લેશો તેમાં તમારે નીચે જોવાનું નહી આવે. નાણાંકીય મુશ્કેલી નહી આવે. શુક્રની કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૧૨, ૧૩, ૧૫ ને ૧૬ છે.
Venus is ruling over you and hence, all your noble wishes will be fulfilled. With the grace of Venus, you will be able to complete all your tasks with confidence. You will take all your decisions after thinking twice. There will be no financial crisis. To get blessings from Venus pray, ‘Behram Yazad’
Lucky Dates: 12, 13, 15, 16.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
હાલમાં લાંબો સમય ચાલે તેવી શુક્રની દિનદશા શ થયેલી છે હાલમાં તમારા ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ૧૬મી નવેમ્બર સુધીના તમે તમારા મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. થોડા સમય માટે કોઈની સાથે કામ કરવાનો ચાન્સ મળે તો જવા દેતા નહી. ધનલાભ મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. ૧૨, ૧૩, ૧૪ ને ૧૬ છે.
Venus is ruling over you and hence, you will keep getting chances to travel. Till the 16th of November you will get to hear profitable news from your friends. If you get a chance to work with somebody for a little while, do not let it go. You will have to work hard to earn profits. Pray ‘Behram Yazad’ everyday without fail.
Lucky Dates: 12, 13, 14, 16.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
૬ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારે આંખ અને હાર્ટ સંબંધી તકલીફ આવશે તેને માટે તરત ડોક્ટરને મળી લેજો. શુક્રની કૃપાથી મોજશોખવધી જશે. નવા મિત્રો મળશે. પણ તેમની પાસેથી ખરાબ વાતો જાણવાથી મન દુ:ખી થશે. દરરોજ ભુલ્યા વગર હાલમાં દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧૦, ૧૧, ૧૫ ને ૧૬ છે.
Rahu will rule over you till the 6th of September. You might experience problems related to your heart and eyes. Consult a doctor immediately. Your enjoyments will increase. You will find new friends. By getting to know negetative details, you will get upset and disappointed. Pray ‘Mahabokhtar Niyaish’ everyday without fail.
Lucky Dates: 3, 4, 6, 9.
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લા બે અઠવાડિયાજ ગુની દિનદશાના બાકી છે. તેથી ૨૩મી સપ્ટેમ્બર સુધી ધર્મ-ચેરેટીઝના કામો ખૂબજ સારી રીતે કરી શકશો. તમને કામ કર્યા પછી સંતોષ મળશે. વડીલ વર્ગની સેવા કરવાનો મોકો જર મળશે. નાણાંકીય બાબતમાં મુશ્કેલી નહી આવે. બીજાના મદદગાર બનીને તેની ભલી દુવા મેળવશો. ખોટી ચિંતાથી દૂર રહેશો. હાલમાં દરરોજ ભૂલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૧૦, ૧૧, ૧૩ ને ૧૪ છે.
Last two weeks left under the rule of Jupiter. You will be able to indulge in religious and charitable work till the 23rd of September. You will be contented after completing your work. You will get a chance to serve your elders. There will be no financial crises. By helping others you will get their blessings. Stay away from unnecessary stress. Pray ‘Sarosh Yasht’ everyday without fail.
Lucky Dates: 10, 11, 13, 14.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને ગુની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કે મોટા કામ સમય ઉપર પુરા કરી શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. તબીયતની ચિંતા નહી આવે. ઘરવાળાંઓને મનાવી પતાવીને તમારા વાત અને કામ બન્ને સારી રીતે પૂરા કરી શકશો. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧૧, ૧૨, ૧૫ ને ૧૬ છે.
Jupiter is ruling over you. You will be able to complete all your small and big jobs on time. You will get a chance to travel. Your health will be fine. You will be able to convince your family and get your work done in the best way possible. There might be sudden proifits. Pray ‘Meher Niyaish’ everyday without fail.
Lucky Dates: 11, 12, 15, 16.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
૨૩મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમને તમારા ઉપર વિશ્ર્વાસ નહી આવે. નાની બાબતમાં નેગેટીવ વિચારો આવતા રહેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમારા દુશ્મન તમને પરેશાન કરશે. ધનની ચિંતા રહેશે. સાંધાનો દુ:ખાવો, આંખની બળતરા જેવી બિમારીથી પરેશાન થશો. શનિનું નિવારણ કરવા માગતા હો તો ભુલ્યા વગર દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૨ થી ૧૫ છે.
Saturn will rule over you till the 23rd of December. You will have less self-faith. You will get negative thoughts in the smallest of things. Your enemies will trouble you at your work place. There will be financial stress. You will be troubled by joint and eye pain. To pacify Saturn, pray ‘Haptan Yasht’ everyday without fail.
Lucky Dates: 12, 13, 14, 15.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024