આપણે બધા એમજ ચાહતા હોઈએ કે આપણા માટે કોઈ કંઈ કરે. અગર આપણે કોઈને મદદ કરી હોય કે કંઈ વસ્તુ ભેટ આપી હોય તો આપણે ચોકકસ ચાહીયે છીએ કે ભવિષ્યમાં એ મારસ આપણી મદદ જર કરે.
આપણે બધા જાણીયે છીએ કે ભગવાન છે પણ કેટલા લોકો તેના પર ભરોસે કરે છે. જો ભરોસો કરતા હોત તો એમ ભાઈ બીજા ભાઈ સાથે બાપની મિલ્કત પર ઝગડો નહીં કરતે. બધા લોકોને લેવાનું ગમે છે પણ આપવાનું કોઈને નહીં.
આપણે ગાય કે કુતરાને જ્યારે રોટલી ખવાવીયે છીેએ કે કોઈ ભિખારીને મદદ કરીએ છીએ તો શું આપણે એમની પાસેથી બદલમાં પાછું કંઈ માંગીએ છીએ? નહીં ને? કારણકે આપણે માનીયે છીએ કે ભગવાન આનો બદલો આપણને જર આપશે. આપણે હમેશા ભગવાનનો આભાર મનાવો જોઈએ. માંગવાવાળાની લાઈનો લાંબી હોય છે પણ આપવાવાળા ઘણા જ ઓછા હોય છે. તો શા માટે આપણે નિસ્વાર્થ ભાવે કોઈ માટે કંઈ કરી નથી શકતા.
એકવાર એક વ્યક્તિ ગાડી સાફ કરી રહ્યો હતો. બીજી વ્યક્તિ ત્યાંથી પસાર થતા પૂછયું ‘આ ગાડી કોની છે’ તે વ્યક્તિએ જવાબ આપ્યો ‘આ ગાડી મારા ભાઈને છે અને એણે મને ભેટ આપી છે.’ તે વ્યક્તિ એ કહ્યું કે ‘કાશ મારો પણ ભાઈ મને ગાડી ભેટમાં આપતે.’
થોડીવાર પછી બીજો વ્યક્તિ ત્યાંથી પસાર થયો એણે પણ એજ સવાલ પૂછયો. તે વ્યક્તિ ફરી તે જ જવાબ આપ્યો, ‘મારા ભાઈએ મને ભેટ આપી છે.’
ત્યારે તે વ્યક્તિ બોલ્યો ‘કાશ મારો પણ કોઈ ભાઈ હતે અને હું પણ તેને ભેટમાં કાર આપતે જરા વિચાર કરો તમે કયાં વ્યક્તિ બનવા માંગો છો
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024