મા નવદુર્ગાના નવસ્વ‚પ એટલે નવરાત્રીના નવદિવસ

નવરાત્રી આદ્યશક્તિ મા જગદંબાની પૂજાનું મંગલમયં પર્વ છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં આસો નવરાત્રિનું મહત્વ અધિક ફળદાયી મનાયું છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ નવલા દિવસોમાં શ્રદ્ધાપૂર્વક ઘટ સ્થાપન સહિત માતાજીની પૂજા થાય છે. ઘરમાં પણ ઘટસ્થાપના કરવામાં આવે છે અને ગરબા ગવાય છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ દિવસોમાં માતાજીની પૂજા-આરાધના-સાધના થાય છે. નવરાત્રિ ઉપાસના માટે મા દુર્ગાનાં નવસ્વ‚પો જાણીતાં છે. અને તેમની પૂજા કરતા મનગમતું ફળ મળે છે.

શૈલપુત્રી નવ દુર્ગાનું પ્રથમ સ્વ‚પ: હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે.

બ્રહ્મચારિણી નવ દુર્ગાનું બીજું સ્વ‚પ: નવરાત્રીના પર્વના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વ‚પ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.

ચન્દ્રઘંટા નવ દુર્ગાનું ત્રીજું સ્વ‚પ: ચન્દ્રઘંટા એ નવદુર્ગાનું ત્રીજું સ્વ‚પ છે. જેમના મસ્તક (ઘંટા) પર ચંદ્ર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે.

કુષ્માંડા નવ દુર્ગાનું ચોથું સ્વ‚પ:  કુષ્માંડા એ નવદુર્ગાનું ચોથું સ્વ‚પ છે. કુષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કુષ્માંડા ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. આ દેવીને “સિદ્ધિદાત્રી” તરીકે પણ ઓળખાવાય છે.

સ્ક્ધદમાતા નવ દુર્ગાનું પાંચમું સ્વ‚પ: સ્ક્ધદમાતા કે સ્કંદમાતા એ નવદુર્ગાનું પાંચમુ સ્વ‚પ છે. સ્ક્ધદમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. કાર્તિક સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુ‚ગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.

કાત્યાયની નવ દુર્ગાનું છઠ્ઠું સ્વ‚પ: કાત્યાયની એ નવદુર્ગાનું છઠ્ઠુ સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.

કાલરાત્રિ નવ દુર્ગાનું સાતમું સ્વ‚પ: કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષણ લોહઅસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વ‚પનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વ‚પ ધારણ કરેલું હતું.

મહાગૌરી નવ દુર્ગાનું આઠમું સ્વ‚પ: મહાગૌરી એ નવદુર્ગાનું આઠમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમ‚ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે.

સિદ્ધિદાત્રી નવ દુર્ગાનું નવમું સ્વ‚પ: સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રીના નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વ‚પનું પૂજન અર્ચન કરાય છે.

Leave a Reply

*