જો તમારો જન્મ ઓકટોબરની ૨૯મી તારીખે થયો હોય તો…
તમે તમારી તર્કશક્તિ અને બુધ્ધિપૂર્વકની ઘડેલી યોજનાને અમલમાં મૂકવાથી પૈસો મેળવી શકશો. તમારી ભલમનસાઈનો લાભ બીજા ઉઠાવશે. પ્રવાસમાં તકલીફ થશે. પરદેશગમન એટલે કે ફોરેન ટ્રાવેલ થશે. એમાંથી ખૂબ સારો લાભ થશે. જે કાર્ય તમે હાથમાં લેશો એને પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરશો. બીજાના દુ:ખે દુ:ખી અને બીજાના સુથે સુખી એવો તમારો લાગણીવાળો સ્વભાવ છે. વિચારો સ્વતંત્ર ધરાવશો. મહત્વના નિર્ણયો વખતે ઉદાસ કે ગમગીન થઈ જતાં હશો અથવા તમારી ધારણા પ્રમાણે કાર્ય ન થતાં કે ફળ ન મળતાં તુરંત ગુસ્સો કે તિરસ્કાર આવી જતો હશે. એના પર કાબૂ રાખવાની જર પડશે. તમે પ્રેમ, લાગણી વગેરે તત્વોને ખૂબ સારી રીતે સમજશો, જેથી પ્રેમપ્રકરણની અસર તમારા જીવનમાં જર જણાશે. સાહિત્ય, કવિતા, ગઝતલ, સંગીત, પાણી-એકસપોર્ટ-ઈમ્પોર્ટ વગેરેથી ધનલાભ થાય. કપડાં તેમ જ મોજશોખના વ્યાપારથી પણ લાભ થાય. શારીરિક બાબતમાં આંખ, નાક, કાન, છાતીના રોગોથી તેમ જ શરદીથી સંભાળવું.
શુભરંગ: લીલો, આસમાની, શુભનંગ: મોતી, મૂનસ્ટોન
આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૭, ૧૧, ૧૬, ૨૦, ૨૫, ૨૯, ૩૪, ૪૩, ૪૭, ૫૨, ૫૬, ૬૧, ૬૫, ૭૦, ૭૯.
– નુપુર
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025