પેન્ટ અપ ટૂર, ક્રોસ એન્ડ કવિન્સ, થોમસ કૂક એમ કેટલાય ટૂર ઓપરેટરોએ ચાયનાના પ્રવાસની જાહેરાત કરી હતી અને અહીં આપણી બાલારામ સ્ટ્રીટના બાંબોટ હાઉસમાં ઘણીજ ઉથલપાથલ થઈ રહી હતી અને એનું કારણ હતું આપણો ૫૧ વરસનો કાચો કુંવારો દાદીબા જે ચાયનાનો પ્રવાસ કરવા માગતો હતો. મિસસી બાનુ બાંબોટ દાદીબાના માયજી જેને બાનુ બતક કહેવામાં વધારે ગમ્મત આવશે કારણ તેઓ ઘણાજ ઠીંગણા હતા. બાનુ બતકે કહ્યુ, નદીકરા તારા ૫૧ વરસની ઉંમરમાં અમે તને કયારે પણ એકલો કેઠે મોકલ્યો નથી. તારા બાવા તને સવારે ઓફિસમાં મૂકવા જતા અને સાંજે તને લેવા પણ આવતા! અને તને ચાયના જવું છે તે પણ એકલાને! તોબા તોબા!
પારસી ટાઈમ્સ વાંચતા વાંચતા તેમણે પોતાના વર પેસુ બાંબોટને જોરમાં બોલતા કહ્યું, નકંઈ તો બોલો આપણો એકપૂરો દીકરો એકલો ચાયના જવાની વાત કરે છે.થ હવે આપણા પેસુબા જે છેલ્લા બાવન વરસથી મોઢું બંધ કરીને જ બેઠા હતા અને એવન મોઢું ત્યારે જ ખોલે છે જ્યારે તેમને દાતના ડોકટર પાસે જવાનું હોય. અને માનસિક શાંતિને જાલવવા માટે તેઓ ફકત બે જ શબ્દો બોલતા, નહા ડિયર!થ
નિયતી જે હોય છે તે અવશ્ય થાય છે અને આપણા દાદીબાએ પોતાની માય પર વિજય મેળવી ક્રોસ એન્ડ કવિન્સ ટૂર સાથે પ્રવાસે જઈ ચાયનાની મુલાકાત લીધી હતી અને અહી સહી સલામત પાછા આવી જાહેરાત કરી, નમમ્મી-પપ્પા તમે જોયેલું સ્વપ્ન હું સાકાર કરવા જઈ રહ્યો છું, યીપ્પી!થ
નશું મુંબઈ શાંઘાઈ બનાવનું છે, જેમ આપણા મિનીસ્ટરો હમેશા બોલ્યા કરે છે?થ પેસુબા બોલ્યા.
નઅરે નહી રે આવતા સો વરસમાં તો નહીં પણ મે એક ચાયનીઝ છોકરી સાથે લગ્ન કરવાનું નકકી કર્યુ છે. જેને હું ત્યા મળ્યો હતો અને તે પણ મારા ગળાડૂબ પ્રેમમાં છે.
નઓ લવલીથ, બાવાજી બોલ્યા! નતે ચકલીની જેમ ખાશે ચાયનીઝ ચકલી દિવસની અડધી રોટલી અને એનું જમવાનું બિલ આવશે શૂન્ય.થ
શુ? શા માટે? કેવી રીતે? બાનુ બતક બોલ્યા. પોતાના વરની વાતો સાંભળી તેમને આશ્ર્ચર્ય થયું હતું.
નકારણ ચીની મીની ચાઉં ચાઉં, અરધી રોટલી ખાઉ ખાઉ.થ
નબેસી રે બેસી રે! તને ખબર નથી તું શું બોલી રહ્યો છે! આ ચૂચી આંખવાળી ચીબાવલી-લુચ્ચી બિલાડી, ચપટા નાકવાળી જુ-જીત્સુ, કુંગફુ, કરાટે, જુડોમાં ચેમ્પિયન હોય છે અને આપણા નાના દાદીબાની કયારે પણ તે ચીનીમીની સાથે કોઈ પણ વાતની દલીલ થઈ તો તે તેને જર ચાયનીઝ ચોપ આપશે અને જેના લીધે તેને પારસી જનરલ હોસ્પિટલમાં જવું પડશે અને તેનો ખરચો કોણ આપશે તમારો કાકો?થ
નતું મને મારા કંજૂસ કેકી કાકાની યાદ ના અપાવ. એવણે સાકરબાઈ પિટીટ હોસ્પિટલમાં કૂતરાઓ માટે દાન આપ્યું પણ પોતાનો એક પૂરો સંબંધી માટે એક પિયો પણ ન મૂકયો.થ
નમમ્મી-પપ્પા, કેકી કાકાને ભૂલી જાવ. સવાલ મારી જિંદગીનો છે, મને જોઈએ છીએ મારી ખુશી.થ
નપણ તારી ઉમર હજી શું છે? તું તો હજુન બચ્ચુ છે.થ માયજી બોલ્યા જેમણે તેને ટીપિકલ મમાઝ બોય બનાવી મૂકયો હતો.થ
નહું ૫૧ વરસનો થઈ ચૂકયો છું! મારી ઉંમરના મારા કોલેજના ગુજરાતી અને મરાઠી દોસ્તો દાદા અને નાના બની ચૂકયા છે.થ
નઅગર તું ૫૦ વરસ થોભી શકે છે તો બીજા પાંચ સાત વરસ થોભવામાં શું વાંધો છે?થ માયજી બોલ્યા
નપપ્પા , મહેરબાની કરી કંઈ બોલો! પ્લીઝ!થ
પપ્પા એ બૂમ પાડી, નબતક, મારી જાન સાંભળ, આપણને ચાયનીઝ રેસ્ટોરન્ટ્સમાં કયારે પણ પૈસા ખર્ચ કરવા નહીં પડે કારણ આપણી વહુમાય ઘરે જ પારસી-ચાયનીઝ લસન-આદુનો વઘાર કરી જમવાનું પીરસશે અથવા આપણે એને મદ્રાસી-ચાયનીઝ ટાઈપની રસોઈ બનાવવા કહેશું જેવું જમવાનું કામત, અને શેટ્ટી જેવી રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ અથવા પંજાબી ચાયનીઝ જેમ કે શેર-એ-પંજાબમાં!થ
નતમે આખો દિવસ ખાણું મોઢામાં ભરી રાખશો!! તમારી અમૂલ્ય વહુમાય પારસી તહેવારોમાં પારસી સ્ટાઈલમાં સાાડી પહેરવાની કેવી રીતે મેનેજ કરશે? મરેરે! તે સાડી પહેરતા નીચે પડી જશે તો એનું ચપટુ નાક વધારે ચપટુ થઈ જશે અને કે ખરાબ ગારો (અપશબ્દો) આપશે ચાયનીઝમાં!થ
નસાં તે મને યાદ કરાવ્યું! આપણે ચોકકસ તેણી માટે પારસી ગારો લઈશું.થ
નઓહ ભગવાન! આ મારા વરનું શું કં? હું કહેતી હતી કે વહુમાય આપણને ચાયનીઝમાં ગારો આપશે ખરાબ શબ્દો કહેશે અને આ માણસ તેને ચાયનીસ ગારો ખરીદીને આપવાની વાત કરે છ!થ
નમમ્મી-પપ્પા તેને જે પહેરવું હશે તે પહેરશે. આખરમાં હું પણ એક સુટ બૂટવાળો પારસી છું જે બ્રેડ પીટ જેવો દેખાય છે!થ
નચૂપ કર તારી ખીટ પીટ અને તમે બન્ને તમારી ચાયનીઝ વહુ માટે હોશિયારી દેખાડવાનું બંદ કરો. તેના સગાસંબંધીઓ માટે વિચારો આપણા વહેવાઈ અને વહેવાણનો વિચાર કરો જે વિકરાળ વાઘ અને સૂતેલા ડ્રેગન જેવા હોઈ શકે જે હુ–હા હા કરે જેકીચેનની જેમ અને તેમના વાત સાથે સહમત ન થતા ચાયનીઝ ચોપ આપે. આપરા તો ત્યાં જ બાર વાગી જશે.
મમ્મી, હું એની જીંગ-બીંગ કુટુંબ સાથે લગ્ન નથી કરવાનો અને એ કંઈ પારસી છોકરી નથી જેને લગ્ન પછી એના માય-બાવા દર વિકેન્ડમાં જોઈએ. પારસી છોકરીઓની જેમ નહીં પરંતુ આ એશિયનોને બરાબર ખબર છે કે પોતાના સંબંધો કેવી રીતે જાળવવાના, તો મમ્મી પ્લીઝ!
નનહીં બાવા! રહેવા દે! તેણી ચાયનીઝ રેસ્ટોરેન્ટ ચાલુ કરશે અને મારા દાદીબા પાસે સવારથી રાત સુધી રંધાવશે. પછી તે બ્યુટી પાર્લર ખોલશે અને બધી કદપી બાયડીઓ પાવડર અને પેન્ટ લગાવવા આવશે પોતાની જાતને સુંદર બનાવવા જે તેઓ નથી! કોને ખબર? કદાચ તે ચાયનીઝ સ્લીમીંગ સેન્ટર પણ ખોલે અને બધી જાડી બાયો પોતાના નંબરની રાહ જોઈ બહાર ઉભી હોય! કદાચ કરાટે કલાસ પણ ખોલે!! અરે! તે આપણી બાલારામ સ્ટ્રીટને ચાયના ટાઉન પણ બનાવી મૂકે! નહીં બાવા નહીં. તેના કરતા તું કુંવારો જ સારો છે આપણા કોમના બીજા કુંવારાઓની જેમ!થથ
પેસુબા તરત પોતાના દીકરાના બચાવ માટે આવે છે અને કહે છે નમને એક અદભુત આઈડિયા આયો છે.થ
બાનુ બતક કહે છે નઅરે બરેરે ચાલો ભસો કહો મને તમારો આઈડિયા.થ પેસુબા એટલો નર્વસ થઈ જાય છે કે તે પોતાનો આઈડિયાજ ભૂલી જાય છે. અને બાનુ બતક પોતાના છેલ્લા શબ્દો હમેશાની જેમ બોલે છે!
નહવે છેલ્લે નકકી કરાય છે કે વહાલા દાદીબાને હજુ થોડા વરસો રાહ જોવી પડશે.થ
અને એમના વરના છેલ્લા બે શબ્દો નહા ડિયરથ બોલાય છે.
પણ મમ્મી અને પપ્પા, નમને મોતિયો અને બત્રીસીની તકલીફ આગળ જતા થશે તેનું શું? હું મારી લગ્નજીવન કેવી રીતે જીવી શકીશ?થ
નલગ્ન જીવન જીવન જીવવા તને આખો અને દાતની કંઈ જર નથી પણ બીજી કંઈની જર છે,થ પેસુબા બોલ્યા.
આપણો કાંચો કુવારો ૫૧ વરસનો દાદીબા હજુ પણ વિચારતો રહ્યો કે આનો મતલબ શું થાય?
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024