મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
ગુની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથે ધર્મનું કામ થઈને રહેશે. કોઈના મદદગાર બની જશો. નાણાકીય બાબતની અંદર મુશ્કેલી નહીં આવે. અચાનક નાના ધન લાભ મળતા રહેશે. કોઈ બાબત ખરાબ થવાની હશે તો તેનો ભાસ તમને પહેલા આવી જશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવા માટે વધુ કામ કરવામાં જરા પણ અચકાવશો નહીં. ગુની વધુ કૃપા મેળવવા માટે ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી ૩, ૪, ૫ ને ૭ છે
Jupiter is ruling over you and hence you might indulge in religious work. You will help someone. There will be no financial crises. You might get sudden financial profits. You will get an intuition well in advance before any wrong thing is going to happen. You will work harder to fulfil the demands of your family members. To get blessings from Jupiter, pray ‘Sarosh Yasht’.
Lucky Dates: 3, 4, 5, 7
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને ગુની દિનદશા ચાલુ હોવાથી ૨૨મી જાન્યુઆરી સુધીમાં તમારા લીધેલા ડિસીઝનને ચેન્જ નહીં કરી શકો. ઘરના કામો કરીને વધુ આનંદમાં રહેશો. કોઈ પણ કામ કરવામાં ડર નહીં લાગે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમાં માન-ઈજ્જત કામને કારણે વધી જશે. ઘરમાં કોઈ નવી ચીજવસ્તુ વસાવી શકશો. કોઈક અગત્યની વ્યક્તિની મુલાકાત થઈ જશે. હાલમાં તમે ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૪, ૬, ૮ ને ૯ છે.
Jupiter is ruling over you. You won’t be able to change the decisions you have made till the 22nd of January. You will get happiness in doing household work. You won’t be afraid in anything. Your respect will increase at your workplace. You will be able to get a new thing for your house. You will meet an important person. Pray ‘Sarosh Yasht’ without fail.
Lucky Dates: 4, 6, 8, 9
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શનિ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમને દરેક બાબતમાં પરેશાની આવતી રહેશે. કોઈનું ભલું કરવા જતા તામં બું થઈ જશે. કોઈપણ કામ સમય પર પૂરા કરવામાં સફળતા નહીં મળે. તમે કોઈને કોઈ જાતનું પ્રોમિસ આપવાની ભૂલ કરતા નહીં. પ્રેમી-પેમીકામાં મતભેદ થવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. ગમે તેટલી કરકસર કરશો પણ ખોટા ખર્ચાથી બચી નહીં શકો. શનિનું નિવારણ કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૩, ૫, ૬ ને ૭ છે.
Saturn is ruling over you and you will be troubled most of the times. In an attempt to help others, you might incur loses. Do not make any promises. There will be arguments among spouses. There will be financial crises. There will be unnecessary expenses. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 3, 5, 6, 7
CANCER | કર્ક: ડ.હ.
બુધ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે લાંબા સમય માટે શું કરવુ અને શું નહીં કરવું તે પ્લાન બનાવશો તો વધુ સફળ થશો. જયાથી નાણાકીય ફાયદો મળતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. તમારા રોજના કામ તમે વીજળીવેગે પૂરા કરી શકશો. ગામ-પરગામથી કોઈ સારા સમાચાર મળીને રહેશે. જૂના ઈનવેસ્ટ કરેલ નાણાનો ફાયદો લેવાનું ચુકશો નહીં. અચાનક નાનો ફાયદો મળી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૪, ૫, ૮ ને ૯ છે.
Mercury is ruling over you and hence make long term plans for success. You will be pulled towards financial profits. You will be able to complete your daily chores at lightening speed. You will get good news from a distant place. Make the most of financial benefits from previous investments. You might get sudden financial profits. Pray ‘Meher Niyaish’ everyday.
Lucky Dates: 4, 5, 8, 9
LEO | સિંહ: મ.ટ.
તમને તમારી રાશિના માલિક સૂર્યના મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલુ હોવાથી ૧૮મી જાન્યુઆરી સુધીમાં કામકાજને માટે થઈને બહારગામ જવાનો ચાન્સ મળી રહેશે. બુધ્ધિ પ્રમાણે ચાલીને બીજાને હટાવી દેશો. કોઈપણ વસ્તુ મેળવવામાં મુશ્કેલી નહીં આવે તમાં મન કહેશે તે પ્રમાણે આગળ વધી શકશો. મિત્રો તરફથી ફાયદો મળી રહેશે. હાલમાં બને તો થોડી ઘણી રકમ શેર-બોન્ડમાં રોકાણ કરી લેજો. હાલમાં તમા ભુલ્યા વગર દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૩, ૪, ૬ ને ૭ છે.
Mercury is ruling over you. You will get a chance to travel outstation for work related reasons before the 18th of January. You will get what you want and will attain success as desired. Your friends will benefit you. If possible invest in shares and bonds. Pray ‘Meher Niyaish’ everyday without fail.
Lucky Dates: 3, 4, 6, 7
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
૨૪મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા તમને ખૂબ જ તપાવશે. નાની વાતમાં તમને ગુસ્સો આવી જશે. તમારા કરેલ કામની કદર નહીં થાય તેનું વધુ લાગી આવશે. ખોટા ડરને કારણે મનની વાત મનમાં રાખવી પડશે. ભાઈ બહેનો સાથ સહકાર નહીં આપે. શરીરનું પ્રેશર વધઘટમાં રહેશે. તમારા બોલવાથી કોઈને વધુ તકલીફ ભોગવવી પડશે. હાલમાં રોજ ‘તીર યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી ૪, ૭, ૮ ને ૯ છે.
Mars will rule over you till the 24th of December. You will get angry with the slightest of things. No one will appreciate the work you do. You will get scared to speak your heart out. Your siblings won’t support you. Your pressure will be unstable. Your statements can cause harm to others. Pray ‘Tir yahst’ everyday.
Lucky Dates: 4, 7, 8, 9
LIBRA | તુલા: ર.ત.
૨૬મી ડિસેમ્બર સુધી તો ચંદ્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. તમારા કામકાજ માટે ગામ-પરગામ જવું પડે તો જર જજો તેનાથી નાણાકીય ફાયદો તો થશે, સાથે સાથે રજાનો આનંદ પણ મળશે. ચંદ્રની કૃપાથી તમે જે ડિસીઝન લેશો તેનું સાં પરિણામ તમને થોડા સમય પછી જર મળશે. હાલમાં દરરોજના ભણતરની સાથે ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી ૬ થી ૯ છે.
Moon will rule over you till the 25th of December. All your noble wishes will be granted. If you have to travel for work related reason, do so as it will bring financial profits and will prove to be a sort of a vacation as well. You will get good results from all your decisions. With your daily prayers, pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 6, 7, 8, 9
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
પહેલા બે દિવસ સૂર્યની દિનદશામાં પસાર કરવાની બાકી છે તેથી તમે માથાના દુખાવા કે હાઈપ્રેશરથી પરેશાન થશો. બાકી ૬ઠ્ઠીથી ૫૦ દિવસ માટે ચંદ્રની દિનદશા સુખ આપશે. તમારા દુશ્મનને તમે મનાવી શકશો. ચંદ્રની કૃપાથી તંદુરસ્તીમાં સારા સુધારો જણાશે. નવા કામ કરવાનો ચાન્સ મળશે. નવી ઓળખાણ થશે. રોકાયેલા નાણા પાછા મેળવશો. ૩૪મુ નામ ‘યા બેસ્તર’ના ૧૦૧ વાર ભણવાનું ભુલશો નહીં. શુકનવંતી તા, ૭, ૮, ૯, ૧૦ છે.
First two days will be spent under the rule of Sun. You may be troubled by headaches and high pressure. From the 6th, Moon will rule over you for the next 50 days. You will be able to work things out with your enemies. Your health will be fine. You will meet new people. You will get the money that was stuck previously. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 7, 8, 9, 10
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
૧૪મી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજો. તમારાથી બને તો ઘરવાળી વ્યક્તિને નારાજ નહીં કરતા. ૧૪મી પહેલા નાણાકીય લાભ મળશે. ૧૪મીથી સૂર્યની દિનદશા તમારા દરેક કામની અંદર અંધારા લાવી દેશે. અગત્યની ચીજવસ્તુ સંભાળીને મૂકજો. રસ્તામાં ઘણું જોખમ લઈ જવાની ભૂલ કરતા નહીં. આજથી ‘બહેરામ યઝદ’ની સાથે ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧વાર ભણજો.
શુકનવંતી તા. ૫, ૬, અને ૮ છે.
Venus will rule over you till the 14th. Buy the necessary things for your house. Do not upset your family members. You will get financial profits before the 14th. Keep important things carefully. Do not take risks on the road. Pray ‘Behram Yazad’ and the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 5, 6, 8
CAPRICORN | મકર: ખ.જ.
૧૪મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ વધી જશે. મિત્ર કે વડીલ- વર્ગ તરફથી કંઈક ફાયદાની વાત જાણવા મળશે. શુક્રની કૃપાથી જ્યાં ત્રણ ખર્ચ કરશો ત્યાં તેનાથી થોડુંઘણું વધુ જર મળી આવશે. અપોઝિટ સેકસ સાથે થયેલા મતભેદને દૂર કરવા માટે તમારા મનને મકકમ કરી સુલહ કરી લેવામાં તમારો ફાયદો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૭, ૮, ૧૧ ને ૧૨ છે.
Venus will rule over you till the 14th of January. Your entertainment will increase. You will get to hear good and profitable news from your friends or elders. Make an effort to clear any misunderstanding with the opposite gender. Pray ‘Behram Yazad’ everyday.
Lucky Dates: 7, 8, 11, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
પહેલા ત્રણ દિવસ જ રાહુની દિનદશા ચાલશે. બાકી ૬ઠ્ઠીથી ૭૦ દિવસ માટે શુક્રની દિનદશા ચાલુ થવાથી તમારા સારા દિવસ આવશે. કોઈના પર વિશ્ર્વાસ મુકતા નહીં. ધનની લેતી દેતી કરવી હોય તો ૬ઠ્ઠી પછી તમને સફળતા મળશે. ધનલાભ મળશે. હાલમાં ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૯, ૧૦ ને ૧૧ છે.
First three days under the rule of Rahu. From the 6th, Venus will rule over you for 70 days. Your good days are back! Do not trust anybody. You will get success in financial transactions after the 6th. Pray ‘Mahabokhtar Niyaish’ and ‘Behram Yazad’.
Lucky Dates: 9, 10, 11
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી ૫મી જાન્યુઆરી સુધીમાં તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. ખોટા દુશ્મનો ઉભા થઈ જશે. જે તમારા મિત્રો હશે તે તમારાથી દૂર ભાગતા રહેશે. રાહુને કારણે તમે નેગેટીવ વિચાર કરશો. કામકાજમાં નાની ભૂલ તમને પરેશાન કરી નાખશે. મનગમતી વ્યક્તિ તમારાથી દૂર થઈ જશે. રાહુનું નિવારણ કરવા માંગતા હો તો ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૯, ૧૦, ૧૧ ને ૧૨ છે.
Rahu is ruling over you. You will be troubled till the 5th of January. You will make enemies. Your friends will distance themselves from you. You will get negative thoughts. The smallest mistake at your workplace will trouble you. Your favourite person will stay away from you. To pacify Rahu, Pray ‘Mahabokhtar Niyaish’ everyday.
Lucky Dates: 9, 10, 11, 12
.
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024