જિંદગીમાં સુખ થોડું અને દુ:ખ વધારે!!

પયગમ્બર સાહેબની જિંદગી પરથી આપણને વિચાર આવે છે કે પહેલી પંક્તિના વ્યક્તિ તરીકે તેમનું જીવન ગુલાબના બીછાના જેવું નહોતું. આપણા વિચાર પ્રમાણે આપણને લાગે કે તેમનું જીવન ઘણું સરળ અને સુંદર હોવું જોઈએ. તેમના જન્મથી આપણું વ્યક્તિત્વ હસ્તીમાં આવ્યું છે તો તેવણ કેટલા મોટા માણસ હોવા જોઈએ. આપણે આપણા ધર્મ પ્રમાણે તેમને મોટા ગણીએ છીએ પરતું જુદા જુદા દેશોના તથા જુદા જુદા જમાનાના વિદ્વાન લોકો પણ આપણા પયગમ્બર સાહેબને એક મોટો ફીલસુફ માને છે. આજે વિચાર કરીયે કે આપણા આ દાદારે પોતાના માટે કેવું જીવન પસંદ કર્યુ હશે? શું તેઓ સુખી હશે? જવાબ મળશે ના તેવણ ચિંતા, ફિકર, મહેનત સાથે સાથે દુશ્મનાવટ, અદેખાઈ અને ઈર્ષાથી ભરેલું જીવન વ્યતિત કર્યુ હતું. સાત વર્ષની ઉંમરે તેઓએ પોતાનો અભ્યાસ શ‚ કર્યો હતો અને ૨૦ વર્ષની ઉંમરે તેઓ આ દુનિયનો એશઆરામ ત્યુજીને એક પહાડમાં એકાંતવાસ થયા હતા.  ૧૦ વર્ષ ત્યાં અભ્યાસ કરી, શાંતમને ચિંતન કરી ખુદ દાદારથી બીસારત મેળવી તેવણ પહાડી એકાંતવાસમાંથી વસ્તીવાળા શહેરમાં પાચા આવ્યા હતા અને પોતાના એકાંતવાસથી જે જ્ઞાન પ્રાપ્ત થયું તે લોકોને શીખાડવા લાગ્યા હતા. તેનું પરિણામ શ‚આતમાં ઘણું જ ખરાબ આવ્યું હતું તેવણે કરપ નામના પોતાના ખેશી કુટુંબ આગળ અને તેઓમાંના અઉર્વઈતદંગ નામના શખ્સ આગળ દીન સમજાવવા માંડી ત્યારે તેમની કોશિશ બેકાર ગઈ હતી. પહાડ પરથી ઉતર્યાના દસ વર્ષની મહેનત પછી તેઓએ મેદીઓમાહને પોતાનો પહેલો શાગેર્દ બનાવી શકયા હતા. એટલે કે ફકત એકજ જણને માજદયસ્ની જરથોસ્તી બનાવી શકયા. ‘માજદયસ્તો અદ્મિ માજદયસ્નો જરથુસ્ત્રીશ’ એટલે ‘હું માજદયસ્નાન છું, હું જરથોસ્તી માજદયસ્નાન છું.’ એવા દીનના એકરારના સુખુન ફકત મેદીઓમાહ પાસ તેવણ બોલાવી શકયા. ત્યારબાદ ફરી બે વર્ષે તેવણ શાહ ગુશ્તાસ્પને પોતાનો ચેલો એટલે જરથોસ્તી બનાવી શકયા. એ તેવણની ફત્તેહ હતી પણ તેવણને કેટલી હાડમારીમાંથી ગુજરવું પડ્યું હતું પણ છેવટે તેમને ફત્તેહ મળી હતી. બધાનું છેવટ સા‚ં આવ્યું હતું. તે વખતના લોકો તેમને સમજી નહીં શકયા પણ આજના જમાના લોકો તેવણની પીછાણ સમજી શકયા.

પયગમ્બરના જીવનથી આપણે શીખી શકીયે છીએ કે તેવણની સફળતા મેળવતા વર્ષો લાગ્યા તો આજના જમાનાના આપણા જેવા લોકોને તરત ને તરત ફત્તેહ કેવી રીતે મળે છે. આપણને આપણું કામ કરવા માટે ફરજ બજાવવા માટે સુખ અને દુ:ખનો હમેશા શા માટે વિચાર કરવો જોઈએ દુ:ખની સાથે સુખ તો ભેળાયેલું હોય છે જિંદગીમાં સુખ થોડુ અને દુખ વધારે હોય છે.

દુ:ખની જંજાળની સરખામણીમાં આપણે સુખ વધારે વહાલું લાગે છે. જીવનમાં સુખ જોઈતું હોય તો દુશ્મનાવટને છોડી દોસ્તીનો માર્ગ અપનાવો. લોકા એકસાથે સંપથી રહેતા માણસ સુખી થવા પામે છે.

Leave a Reply

*