સીનિયર સિટિઝનને લક્ષમાં લેવા જેવું

‚સ્તમ આજે ૭૫ વર્ષ વટાવી ચુકયા હતા. બેન્કમાં નોકરી કરતા હતા એટલે પેન્શન તો આવતું જ હતું. એમણે એમના બાળકોની પરવરીશ પણ ઘણી જ સારી રીતે કરી હતી. સવારે ગાર્ડનમાં જ્યારે તેઓ અને તેમના મિત્રો જમા થતા ત્યારે એક દિવસ એમણે હસી ને કહ્યું,  જુઓ, ભાઈ, મારા આ બંને પુત્રો રોજ મારાં ખબરઅંતર પૂછવા આવે છે. આમ તો હું મા‚ં બધું કામકાજ કરી લઉં છું. પણ ક્યારેક જ‚ર પૂરતું કામ હું એમને પણ સોંપું છું. બંને દીકરા ભૂલ્યા વિના મેં સોંપેલું કામ અચૂક કરી આવે છે. હવે જો હું એમણે મારા માટે કરેલો ખર્ચ ચૂકવી ન આપું તો વહેલામોડા ક્યારેક એમના મનમાં એવો ભાવ પેદા થાય ખરો કે દર વખતે પપ્પા મને જ કામ સોંપે છે અને મારે જ ખર્ચ કરવો પડે છે. બીજા ભાઈ પણ પપ્પાના ખર્ચનો આવો ભાર ઉપાડવો જોઈએ, એવો ભેદભાવ એના મનમાં પ્રગટે, મારી પાસે પૂરતા પૈસા છે એટલે જો હું એને એણે ખર્ચેલી રકમ પાછી આપું તો દર વખતે મા‚ં સોંપેલું કામ કરવામાં બંનેમાંથી એકેયના મનમાં કોઈ પ્રકારનો આવો ભાવ પેદા જ ન થાય. બંને હોંશપૂર્વક મા‚ં કામ કરે. અને અંતે હું એમને જે કંઈ આપું છું એ મારી હયાતી પછી એમનું જ છે ને! એ રકમ એમને પહેલાં મારા ખર્ચના માટે આપું છું એમાં ખોટું શું છે?

‚સ્તમે પોતાના વ્યવહારિક વર્તનથી જે બોધપાઠ શીખવ્યો છે એ એમના વર્ગમાં આવતા તમામ વરિષ્ઠ નાગરિકોએ ધ્યાનમાં લેવા જેવો છે. આપણને ગમે કે ન ગમે, પરિવારમાં હોવું એક વાત છે અને માનવ પ્રકૃતિની મર્યાદા સમજવી એ બીજી વાત છે. એવા સંખ્યાબંધ કિસ્સાઓ આપણે જાણીએ છીએ કે દીકરાના લગ્ન થતાં બાપ અને દીકરા વચ્ચે થોડું અંતર તો આવી જ જાય છે અને કયારે કયારે સંબંધો એટલા વણસે છે કે પરસ્પર એકબીજાનાં મોં જોવાનું પણ પસંદ કરતા નથી. આ સમયે બધા જ પક્ષો જૂના સુસંવાદિતાનાં કાળમાં પોતે કેટલું જતું કર્યું હતું, પોતે કેટલું સહન કર્યું હતું  આવી અનેક નાની મોટી વાતો હક્કદાવાપૂર્વક યાદ આવતી હોય છે. પરતું બાપ હમેશા પોતાના પુત્રને સુખી જોવા માંગે છે જે તકલીફો તેણે સહન કરી હોય છે તે નથી ચાહતો કે પોતાના દીકરા પણ તકલીફો ભોગવે.

વૃદ્ધોનાં ચિત્તને પીડિત કરે એવી બીજી એક અવસ્થા એમની નવરાશ છે. તમારે હવે શું કામ છે? ત્યારે એનો અર્થ તો એટલો જ થતો હોય છે કે તમારી પાસે હવે કશું કામ નથી. તમારી પાસે કરવા જેવું કંઈ કામ નથી. આ વાત સાચી નથી. આર્થિક વળતરની અપેક્ષા વિનાનાં કેટલાંય કામો કરવા જેવાં છે, આર્થિક વળતર આપણને એક જાતનો સંતોષ પ્રેરે છે. જો સંતોષ કે આનંદ એ જ અંતિમ ઉદ્દેશ હોય તો આર્થિક વળતરની અપેક્ષા વિના પણ એ મેળવી શકે છે અને ખ‚ં કહીએ તો અહીંથી જ કામની શ‚આત થાય છે.

Leave a Reply

*