મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમે જે સીધા કામ કરશો તે ઉલટા થઈ જશે. ધનનો ખર્ચ થવાથી ચિંતામાં આવશો. જે વ્યક્તિ પર વિશ્ર્વાસ રાખશો તે જ વ્યક્તિતમને ફસાવી દેશે. તમારા કામમાં બીજાઓ પરેશાન કરશે. રાહુની દિનદશાથી ૩જી ફેબ્રુઆરી સુધી પરેશાન કરશે. રાહુનું દર્દ ઓછું કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૧, ૨૫, ૨૬ ને ૨૭ છે.
Rahu will rule over you and hence you will be worried all the time. The work you do will backfire. There will be financial crisis. Don’t trust anyone otherwise he will dupe you. Your work will be troubled by other people. Rahu will rule over you till 3rd of February. To pacify Rahu, pray ‘Mahabokhtar Niyaish’ everyday.
Lucky Dates: 21, 25, 26, 27.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આજનો દિવસ સુખશાંતિમાં પસાર કરવાનો બાકી છે તેથી ફેમિલી મેમ્બરને ખુશ રાખવામાં સફળ થશોે. બાકી આવતી કાલથી ૪૨ દિવસ માટે રાહુની દિનદશા તમારા વિચારોને ફેરવી નાખશે. તમને નેગેટિવ વિચાર આવશે. તબિયત અચાનક બગડી જાય તેમ જ હાઈપ્રેશરથી પરેશાન થતા હોતો દવા લેવામાં બેદરકાર રહેતા નહીં. તમે આપેલા નાણાંને પાછા મેળવવામાં મુશ્કેલી આવશે.
શુકનવંતી તા. ૨૧, ૨૨, ૨૩ ને ૨૭ છે.
You will be at peace today and you will also keep your family members happy. From tomorrow, Rahu will rule over you for 42 days. Hence, you will get negative thoughts. When you fall ill, take medicines without any deferral. You will face trouble in getting back your money.
Lucky Dates: 21, 22, 23, 27.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
૨૧મી ફેબ્રુઆરી સુધી ગુની દિનદશા ચાલશે તેથી તમારાથી નારાજ થયેલા મિત્રે કે ફેમિલી મેમ્બરોને મનાવી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. પૈસા મેળવવા મહેનત કરવી પડશે. પરંતુ મહેનતનું ફળ મીઠું લાગશે. ઘરમાં કોઈ સારા પ્રસંગ આવવાના ચાન્સ છે.ગુની કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૨૨, ૨૪, ૨૫ ને ૨૬ છે.
Jupiter will rule over you till 21st of February and hence your relation with your family and friends will get better. There will be no financial crisis. The fruit of your hard work will pay off. You will have more happy functions at home. To get the blessings of Jupiter, pray ‘Sarosh Yasht’.
Lucky Dates: 22, 24, 25, 26.
CANCER | કર્ક: ડ.હ.
પહેલા ત્રણ દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ત્રણ દિવસમાં ઈલેકટ્રિક, લોખંડનો સામાન લેવાની ભૂલ કરતા નહીં. અંગત વ્યક્તિઓને પણ ઉધાર પૈસા આપતા નહીં. ૨૪મીથી ગુની દિનદશા આવતા ૫૮ દિવસ માટે દરેક બાબતમાં સારાસારી કરાવશે. ધનલાભ થશે. રોકાયેલા નાણાં પાછા મેળવી શકશો. મોટી હપ્તન યશ્તની સાથે સરોશ યશ્ત પણ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. ૨૨, ૨૫, ૨૬ ને ૨૭ છે.
Saturn will rule over you for three more days. Make sure you don’t purchase electric or metallic things. Don’t lend money to anyone. Jupiter will rule over you for 58 days from 24th and everything will go smooth thereafter. You will get financial profit. You will get your money back. Pray ‘Moti Haptan Yasht’ along with ‘Sarosh Yasht’.
Lucky Dates: 22, 25, 26, 27.
LEO | સિંહ: મ.ટ.
૨૩મી ફેબ્રુઆરી સુધી તમારી રાશિના માલિક ગ્રહ સૂર્યના પરમ શત્રુ શનિની દિનદશા ચાલશે તેથી તમારા વિચારો પ્રમાણે ચાલી નહીં શકો. નાનું કામ સમય પર પું કરવામાં તકલીફ થશે. જયાં કામ કરતા હશો ત્યાં તમારા દુશ્મન નાની ભૂલને પહાઠ જેવી બનાવી દેશે. તમારા કામ સિવાય બીજી કોઈ પણ બાબત પર ધ્યાન આપતા નહીં. નાણાકીય તકલીફ આવતી રહેશે.શનિને શાંત કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૨૧, ૨૨, ૨૫ ને ૨૬ છે.
Saturn will rule over you till 23rd of February. You won’t be able to do as you please. There will be problems in finishing your work on time. Your enemies will make the slightest mistake look like major goof-ups. Do not focus on anything besides your own work. There will be financial crises. To pacify Satur, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 21, 22, 25, 26.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
૧૭મી ફેબ્રુઆરી સુધી બુધ જેવા બુધ્ધિના દાતાની દિનદશા ચાલશે. તેથી તમારા કામ બુધ્ધિ વાપરી કરી શકશો. હિસાબી કામ કરવામાં આળસ કરતા નહીં. તમારો ફાયદો જ્યાં થતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. નાનું પ્રમોશન મળવાના ચાન્સ છે. કરકસર કરી નાણાં બચાવજો. બીજાને સમજાવવાની શક્તિ વધી જશે. માથા પરનો બોજો ઓછો કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૩, ૨૪, ૨૫ ને ૨૭ છે.
Mercury will rule over you till 17th of February. Hence you will be able to use your intelligence in work. Don’t be lazy in doing your transaction. You will pay attention to the areas which promise profit. There are chances of getting promotion. Save money. You will be able to advise people. You will be able to free yourself from stress. Pray ‘Meher Niyaish’ everyday.
Lucky Dates: 23, 24, 25, 27.
LIBRA | તુલા: ર.ત.
આજનો દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. કોઈ સાથે બોલાચાલીમાં ઉતરતા નહીં. કાલથી તમારા રાશિના માલિક શુક્રનો મિત્ર બુધની દિનદશા ચાલશે. તેથી ૧૮મી માર્ચ સુધી તમે બગડેલા કામને સુધારી દેશો. મંગળની દિનદશાથી જે ગોટાળા થયા હશે તેને સુધારી શકશો. ઘરવાળા સાથેના સંબંધ પણ સુધરશે. આજથી ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૨, ૨૪, ૨૫ ને ૨૬ છે.
Mars will rule over you today. Don’t get into arguments. From tomorrow, Mercury will rule over you. Hence, till 18th of March you will solve all your problems. Your relations with family will improve. Pray ‘Meher Niyaish’ everyday without fail.
Lucky Dates: 22, 24, 25, 26.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
મંગળની દિનદશા ચાલુ હોવાથી ૨૧મી ફેબ્રુઆરી સુધી મંગળ તમને તપાવશે. નાની બાબતમાં ખોટી વ્યક્તિ પર ગરમ થઈ જશો. સમજ્યા વગર કોઈ પણ ડિસીઝન લેતા નહીં પાછળથી પસ્તાવું પડશે. તમારા મિત્રો તમારાથી નારાજ થશે. પાડોશીઓ સાથે સંબંધ બગડશે. મંગળને શાંત પાડવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૨૧, ૨૨, ૨૫ ને ૨૭ છે.
Mars is ruling over you till the 21st of February. You might get angry on the wrong person. Do not make any decisions without proper thinking as you might later regret it. Your friends and neighbours will be upset with you. To pacify Mars, pray ‘Tir Yasht’.
Lucky Days: 21, 22, 25, 27.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
૨૩મી ફેબ્રુઆરી સુધી શાંત શીતળ અને મનને ઠંડક આપનાર ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામ ખૂબ જ સમજી વિચારીને શાંતિથી કરવામાં માનશો જે કામ કરશો તેમાં સફળતા મળશે. સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. ચંદ્રની કૃપાથી નાની મુસાફરી કરી શકશો. ૧૦૧ નામ ભણી લીધા પછી ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.
શુકનવંતી તા. ૨૧, ૨૪, ૨૫ ને ૨૬ છે.
Moon will rule over you till 23rd of February and hence you will be able to complete your work with peace. You will be more self-confident. You will get a chance to travel. After praying 101 names, pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 21, 24, 25, 26.
CAPRICORN | મકર: ખ.જ.
૩જી ફેબ્રુઆરી સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી આંખમાં બળતરા થશે. તમારી અગત્યની ચીજ વસ્તુ મેલવવામાં મુશ્કેલી આવશે. ચંદ્રની કૃપાથી તમારા બધા જ કામ પૂરા થશે. શાંત મનથી લીધેલા ડિસીઝન આજે નહીં તો ભવિષ્યમાં ફાયદો કરાવશે. વડીલ વર્ગની તબિયત ખરાબ થશે. ધણી ધણીયાણી એકબીજાની ભુલ શોધવામાં સમય બગાડશો. ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૨૨, ૨૩, ૨૪ ને ૨૭ છે.
Sun will rule over you till 3rd of February. Hence, your eyes might get sore. You will face trouble in acquiring your favourite things. With the grace of Moon, your all work will be completed. Take your decisions with peaceful mind. Your elders might fall ill. Don’t waste time in finding mistakes in other people. Pray 96th name ‘Ya Rayomand’ 101 times everyday.
Lucky Dates: 22, 23, 24, 27.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
૧૩મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ ખૂબ વધી જશે. જ્યાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો કરશો. તમારી મનપંસદ વસ્તુ લેવામાં કરકસર નહીં કરો. ઈન્કમ સાથે ખર્ચ વધવાથી તમે તમારી જાતને મેનેજ કરી શકશો. નારાજ થયેલી વ્યક્તિને મનાવી શકશો. દરરોજ ભૂલ્યા વગર ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૧, ૨૨, ૨૫ ને ૨૬ છે.
Venus will rule over you till 13th of February and you will have more fun. You will spend more than you have expected. You will purchase your favourite things. You will be able to manage your expenses wisely. Your relation with the people who are upset will get better. Pray ‘Behram Yazad’ everyday without fail.
Lucky Dates: 21, 22, 25, 26.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
૧૩મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ ખૂબ વધી જશે. જ્યાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો કરશો. તમારી મનપંસદ વસ્તુ લેવામાં કરકસર નહીં કરો. ઈન્કમ સાથે ખર્ચ વધવાથી તમે તમારી જાતને મેનેજ કરી શકશો. નારાજ થયેલી વ્યક્તિને મનાવી શકશો. દરરોજ ભૂલ્યા વગર ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૧, ૨૨, ૨૫ ને ૨૬ છે.
Since Venus is ruling over you, you will be successful in finding a new job. You will be able to explain yourself to the people of opposite gender. Your family members will be happy if you buy something new for the house. You will get a chance to travel with your family. Pray ‘Behram Yazad’.
Lucky Dates: 22, 23, 24, 27.
.
- Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024