મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી સરકારી કામો કરવાની ભૂલ કરતા નહીં. કોર્ટ-કજીયાની બાબતમાં ફસાયા હો તો 4થી પછીની તારીખ લેજો. ઉપરીવર્ગ તમને નાની બાબતમાં ઈરીટેટ કરી નાખશે. તમારા વાક ગુના વગર તમને નીચા પાડી નાખશે. વડીલવર્ગની તબિયતની ચિંતા રહેશે. માથાના દુખાવાથી, આંખની બળતરા કે હાઈપ્રેશરથી સંભાળશે. નાનુ કામ સમય પર પૂરૂં નહીં કરી શકો. અગત્યની ચીજ વસ્તુ ગુમાઈ ન જાય તેનું ધ્યાન રાખજો. ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 26, 27 છે.
With Sun ruling over you till 4th May, avoid doing government / legal related works. Plan to embark on these only post 4th May. Seniors will annoy you over small things and you could get into trouble faultlessly. Health of elderly people will stress you. Headaches, sore eyes or high pressure may trouble you. Completing work on time will be difficult. Avoid misplacing important things. Pray the 96th name ‘Ya Rayomand’ 101 times.
(Lucky Dates: 22, 23, 26, 27).
.
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી મોજશોખમાં ખર્ચ થશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. સારા કામ કરીને બીજાનું દિલ જીતી લેશો. 14મી મે પહેલા જેને પ્રોમીસ આપો તે પૂરા કરી શકો તોજ આપજો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઘરનું વાતાવરણ સારૂં રહેશે. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. દરરોજ ‘બહેરામ યઝદન’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.
With Venus ruling over you till 14th May, your expenses will increase and you will purchase new household things. You will win over the hearts of people by doing good work. Before 14th May, avoid making promises. Finances and home atmosphere will be stable. Spouses will understand each other. Pray ‘Behram Yazad’ daily.
Lucky Dates: 23, 24, 25, 28.
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી શુક્ર જેવા વૈભવ, સુખશાંતિ આપનાર ગ્રહની દિનદશા ચાલશે. તમારા રોજના કામો સારી રીતે પૂરા કરી શકશો. બીજાનો સાથ મેળવવા અને આપવા સફળ થશો. શુક્રની કૃપાથી ગામ પરગામ જવાના ચાન્સ મળશે. ઓપોઝિટ સેકસ સાથે મતભેદ ભુલી દોસ્તીનો હાથ આગળ કરશો. નાણાકીય બાબતમાં જેટલો ખર્ચ કરશો તેટલું કમાઈ લેશો. હાલમાં ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 22, 25, 26 ને 27 છે.
With Venus ruling over till 16th June, you will complete your work meticulously. With the blessings of Venus, foreign travel is indicated. Clear the misunderstandings with the people of opposite gender. Finances look stable. Pray ‘Behram Yazad’ daily.
Lucky Dates: 22, 25, 26, 27.
.
CANCER | કર્ક: ડ.હ.
4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે તેથી કોઈ કામ કરવામાં મન નહીં લાગે. ખોટા વિચારોથી પરેશાન થશો. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. શેર સટ્ટાના કામથી દૂર રહેજો. અંગત વ્યક્તિ મીઠી વાત કરી ફસાવી જાય તેવા હાલના ગ્રહો છે. નાણાકીય લેતી દેતી કરતા નહીં. તમારા લેણાના પૈસા તમને નહીં મળે. નકામી ચિંતાને દૂર કરવા માગતા હો તો બંદગી ઉપર ધ્યાન આપજો. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.
Rahu rules over you till 4th May, causing difficulties, not allowing you to be able to work meticulously. Negative thoughts will trouble you. Close ones may betray you. Avoid financial transactions for now. Getting your money back will be difficult. Pray ‘Mahabokhtar Niyaish’ daily without fail.
Lucky Dates: 22, 23, 24, 27.
.
LEO | સિંહ: મ.ટ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 4થી જૂન સુધી તમારા માથાપર ચિંતાનો બોજો રહેશે. તમે નાની વાતમાં ગુસ્સે થઈ જશો. વાંક ગુના વગર તમારા દુશ્મન તમને પરેશાન કરવામાં જરાબી કસર નહીં મૂકે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. કોઈ નવા કામ કરવાની ભૂલ કરતા નહીં. તબિયતની બાબતમાં બેદરકાર રહેતા નહીં. ડોકટરની સલાહ અવશ્ય લેજો. ઘરનું વાતાવરણ શાંત રાખવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 26, 28 છે.
Rahu ruling over you will cause trouble till 4th June. Small things will annoy you. Your enemies will create trouble. Expenditures could rise. Take care of your health and consult a doctor if necessary. To keep home atmosphere peaceful, pray ‘Mahabokhtar Niyaish’.
Lucky Dates: 22, 23, 26, 28.
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 22મી સુધી તમારા હાથથી ધર્મના કામો કરી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ગુરૂની કૃપાથી ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. તબિયતમાં સુધારો થશે. જયાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જતની સાથે ધનલાભ મેળવી શકશો. કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારો તો કરી લેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
Since Jupiter is ruling over you, till 22nd you will be involved in religious work. Finances seem good. With the blessings of Jupiter, you will fulfil the demands of family. Health will improve. You will earn respect and profit at work. Invest money at the desired place. Pray ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 24, 25, 26, 27.
.
LIBRA | તુલા: ર.ત.
આજનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી બને તો આજે ફેમિલી મેમ્બર સાથે સમય વિતાવજો. બાકી કાલથી 58 દિવસ માટે ગુરૂની દિનદશા તમારા ધારેલા કામ સમય પર પૂરા નહીં કરાવે. સાંધાના અને માથાના દુ:ખાવાથી પરેશાન થશો. કરકસર કરશો તો પણ પૈસાની ખેંચતાણ ભોગવવી પડશે. સાચીવાત કહેવાથી બીજાને દુ:ખ લાગી જશે. રોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 25, 27, 28 છે.
Since Saturn rules over you for this day, spend more time with your family. From tomorrow, Jupiter takes over for 58 days, disallowing you to complete your work on time. Joint pains and headaches may trouble you. Financial issues could crop up. Being honest could hurt others. Pray ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 23, 25, 27, 28.
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી મે સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમે ચારે બાજુથી હરાન થશો. બીજાનું ભલુ કરતા તમારૂં ખરાબ થશે. ઘરનું વાતાવરણ બગડતા વાર નહીં લાગે. જ્યાં કામ કરતા હશો ત્યાં કામ કરનાર નાની બાબતમાં તમને નીચા પાડી દેશે. પ્રેમી-પ્રેમિકા પણ નાની બાબતમાં એકબીજાથી નારાજ થશે. ઘરમાં અશાંતિનું વાતાવરણ દૂર કરવા માગતા હો તો દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભરજો.
શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.
Saturn ruling over you till 24th May will cause problems. While helping others, you could end up in trouble. Misunderstanding with family indicated. Your colleagues will get annoyed over petty matters. Your partner could get upset over silly things. To mitigate these effects, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 22, 24, 25, 26.
.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા કામ વિજળીવેગે પૂરા કરી શકશો. સરકારી કામોમાં સફળતા મલો. આવક વધારવા નવું કામ મેળવી શકશો. મિત્રોની મુલાકાતથી ફાયદો થશે. બીજાને સમજાવી શકશો. મતભેદ થયેલ વ્યક્તિ સામેથી સુલેહ કરવા આવશે. ધનનો બચાવ કરવામાં સફળ થશો. રોજના ભણતર સાથે ‘મહેર નીઆએશ’ ભરજો.
શુકનવંતી તા. 23, 24, 27 ને 28 છે.
Mercury rules over you till 18th May, helping you complete your work at lightning speed. You will be successful in legal work and get a new job. Meeting your friends will be beneficial and you will give good advice to people. The person upset with you will clear misunderstandings. You will be successful in saving money. Pray ‘Meher Niyaish’ along with your daily prayers.
Lucky Dates: 23, 24, 27, 28.
.
CAPRICORN | મકર: ખ.જ.
આજથી બુધની દિનદશા શરૂ થયેલી છે તેથી 18મી જૂન સુધી તમે તમારા અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. જે પણ કામ પ્લાન કરી મગજને શાંત રાખી કરતા સફળતા મેળવશો. રીસાયેલા મિત્રોને મનાવી લેશો. કામકાજને વધારવા માટે ગામ પરગમા જવાનો ચાન્સ મળશે. ધન મેળવવા જે પણ ડિસીઝન લેશો તેમાં સફળતા મળશે. ઘરની વ્યક્તિને ખુશ રાખશો. આજથી ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25 ને 26 છે.
With Mercury ruling over you from today to 18th June, you will be able to restart your work. Plan your work with a peaceful mind. You will win over the heart of the person who is upset with you. To expand your business, abroad travel is indicated and your decisions will be profitable. You will keep your family happy. Pray ‘Meher Niyaish’ daily without fail.
Lucky Dates: 22, 23, 25, 26.
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
22મી મે સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમારા સ્વભાવમાં ચેન્જીસ આવશે. નાની બાબતમાં ચિડાઈ જશો. ઈરીટેટ થતા વાર નહીં લાગે. ઘરની વ્યક્તિને તમારા કરેલા સારા કામ નહીં દેખાય પણ તમારી ભૂલ દેખાશે. એસીડીટી તથા પેટમાં બળતરા જેવી બીમારીથી પરેશાન થશો. લોખંડ કે ઈલેકટ્રિકનો સામાન લેવાની ભૂલ કરતા નહીં. શેર ઈનવેસ્ટના કામો નહીં કરી શકો. તમારો સેલ્ફકોન્ફિડન્સ તૂટી જશે. દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 27 ને 28 છે.
With Mars ruling over you till 22nd May, there will be a change in your behaviour. You could get easily annoyed over small things. Family could magnify your mistakes. Acidity may trouble you. Avoid purchasing metal or electronic things. There could be impediments for those in shares and investments. You might lose a little confidence. Pray ‘Tir Yasht’ daily.
Lucky Dates: 23, 24, 27, 28.
.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે તેથી મનને શાંત રાખજો. કામ કરવાથી તમને વધુ શાંતિ મળશે. નાની મુસાફરીનો પ્લાન બનાવશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ખર્ચ કરવામાં પાછીપાની નહીં કરો. જે પણ કરશો તે મનથી કરશો. ઘરવાળા ખુશ રાખવામાં કસર નહીં કરો. મનગમતી વ્યક્તિને મળવાથી આનંદ થશે. ચંદ્રની વધુ કૃપા મેળવવા માટે 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 24, 25 ને 26 છે.
With Moon ruling over you till 24th May, working will help you find peace. A short trip is on the cards. You will spend more but this will not affect you much financially. You will follow your heart and will keep family happy. Meeting your favourite person will keep you happy. To get the blessings of Moon, after praying the 101 names, pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 22, 24, 25, 26.
.
- Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024