દાદાભાઈ નવરોજી એ ભારતનું નવલુ નઝરાણું પ્રખર રાષ્ટ્રભક્ત, ખૂબ જ ગરીબી, હાડમારીમાં ઉછરેલા નેતા હતા. વાસ્તવમાં તેઓ એક આદર્શ છે જેમણે દેશની સ્વતંત્રતા માટે શાંતિપૂર્ણ લડતમાં અનેકને જોડયા હતા.
ગાંધીજી માટે પણ તેઓ એક પ્રેરકબળ હતા. કારણ કે તેમની અગાઉ એવું કોઈ નહોતું કે જે પ્રકાશપુંજ બનીને સ્વાતંત્ર્ય લડતમાં માર્ગ બતાવે. 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો હતો. દેશભરમાં નિરાશા અને હતાશાનું વાતાવરણ હતું તેવે વખતે દાદાભાઈ નવરોજીએ દેશને માટે ઉદ્દિપકની કામગીરી કરી હતી. સમગ્ર દેશમાં ચેતનાનું વાતાવરણ જગાવી દેવાયું હતું. તેઓ દેશની આઝાદી માટે રજૂઆત કરવા ઈગ્લેન્ડ પણ ગયા ત્યાં તેઓએ વસાહતીઓ માટેની બ્રિટિશ પાર્લામેન્ટની બેઠક પરથી ચૂંટણી લડીને વિજય પ્રાપ્ત કર્યો હતો.
સમગ્ર ભારત માટે આ એક ગૌરવની વાત હતી કારણ કે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતને સ્વતંત્રતા મળે તે માટે સૌ પ્રથમ રજૂઆત કરનારા દાદાભાઈ નવરોજી હતા.
દાદાભાઈની બીજી વિશિષ્ટતા એ હતી કે તેમના ઘડતરમાં તેમના માતાનો ફાળો અમૂલ્ય હતો. તેમના માતાએ તેમને સંસ્કાર-શિક્ષણ આપીને એક ખમતીધર વ્યક્તિત્વને આકાર આપવા મહેનત લીધી હતી.
બીજુ હાલમાં ભલે સ્ત્રી શિક્ષણ, સ્ત્રી સમાનતાની વાતની ક્રેડિટ ગમે તે નેતાને મળતી હોય પરંતુ ખરૂં શ્રેય તો દાદાભાઈ નવરોજીને ફાળે જાય છે. તેમણે 125-150 વર્ષ અગાઉ ભારતની ક્ધયાઓને શિક્ષણ મળે તે માટે માગણી કરી હતી. અલબત્ત ઘણી ચડ-ઉતર પછી આજે સ્ત્રી શિક્ષણ ઘણા મોટા પાયે છે. પરંતુ તેની શરૂઆતની માગણી તો દાદાભાઈ દ્વારા થઈ હતી.
દાદાભાઈ કોઈ જ પ્રકારના ભેદભાવ કે વર્ગભેદમાં માનતા નહોતો. બધાજ ભારતીય સમાન છે અને દરેકે વફાદારી સાથે કાર્ય કરવાનું છે તેવા તેમના વિચારો હતા. તેમણે દરેકનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. આથી તો તેઓ ભારતના રત્ન સમાન દાદા તરીકે ઓળખાયા હતા.
મુંબઈ સહિત અનેક નગરમાં તેમના નામના રસ્તા છે મુંબઈમાં તેમનું સ્ટેચ્યુ પણ છે. સમગ્ર દેશ તેમને સ્વાતંત્ર્યના લડવૈયા અને દેશપ્રેમી તરીકે ઓળખે છે. શિક્ષણ દ્વારા વિદેશી સત્તાને નિયંત્રણમાં રાખી શકાશે તેવી તેમની વાત આજે 100 ટકા સાચી છે. 30 જૂનનાં દિને તેમની પુણ્યતિથી છે તે પ્રસંગે સમગ્ર દેશ તેમને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પે છે એમને શત: શત: પ્રણામ.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024