નવસારી તરફથી વડા દસ્તુરજીને અપાયેલી મુબારકબાદી

જમશેદબાગમાં 17મી જૂન 2017ને દિને નવસારી સમસ્ત પારસી ઝોરાસ્ટ્રિયન જનરલ ફંડ, નવસારી ભાગરસાથ અંજુમન અને નવસારી મલેસર બહેદીન અંજુમને સાથે મળી રજૂ કરેલો કાર્યક્રમ જેમાં વડા દસ્તુરજી ખુરશેદ કૈકોબાદ દસ્તુરજી જેમની ‘નેશનલ કમીશન ફોર માઈનોરીટી’ના પારસી સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે તે બદલ તેમને મુબારકબાદી આપવામાં આવી હતી.

પારસી નાટક તખ્તાની ત્વારીખ

પણ દાદી ક્રાઈસ્ટ જેનું નામ! તે ફરામજીના સ્વભાવથી બરોબર જાણીતો હતો. તેણે ફરામજીની નાડી સાબુત પકડી અને તેને સમજાવી લઈ વળાવી લીધો હતો અને નવા ઉર્દુ ખેલમાં ફરામજી દલાલનેજ એક નાનો જેવો પાર્ટ આપી તે નવો ઓપેરા એસપ્લેનેડ નાટકશાળામાં સ્ટેજ કરાવ્યો હતો. આ મામલા દરમ્યાન, દાદી ઠુંઠીએ જબરી ચાતુરી વાપરી હતી! હું ભાર મૂકી લખું […]

શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે જાલે પોતાની કમન્દ લઈ તે મહેલના કંગ્રા ઉપર નાખી અને તેની મદદથી તે ઉપર ચઢી ગયો. રોદાબે બેઉ એકમેકનો ચહેરો જોઈ ખુશી થયાં અને બેઉએ એકમેક સાથે શાદીના ગાંઠમાં જોડાવાને કબૂલ કીધું. જાલેજરે રોદાબેને કહ્યું કે, ‘એ રૂપેરી છાતીની અને કસ્તુરીની ખુશબુની સર્વ જેવી સિધ્ધીબાનુ! જ્યારે મીનોચહેર આ બાબત જાણશે ત્યારે તે […]

શિરીન

મોલી કામા ઘણીક વેળા ત્યાં આવી ધામો નાખી દેતી, ને કોઈક વાર તો રાતનાં મોડું થતાં ત્યાજ તે રાત પસાર કરી નાખતી. એ જોઈ એક દિવસ ઝરી જુહાક પોતાનાં દીકરા આગળ ઘણાં બખાળી ઉઠયા. ‘પેલી તારી મોલીએ શું નવા ઢંગ માંડયાછ? હમણાંથી શાંની રાતનાં અત્રે રહી પડેછ? નોકરો વચ્ચે સારૂં લાગેછ કે?’ કે તેનાં જવાબમાં […]

ઝોરાસ્ટ્રિયનોનું પવિત્ર યાત્રાધામ

દર વરસે જૂન મહિનામાં 14થી 18 તારીખ વચ્ચે ઈરાન, ભારત તથા દુનિયાના બીજા દેશોમાંથી હજારો ઝોરાસ્ટ્રિયનો પ્રાચીન આતશબહેરામ પીર-એ-શબ્ઝ અથવા ચકચક ગામ જે ઈરાનના મધ્યમાં આવેલું છે અને જે આતશબહેરામ સૌથી પવિત્ર ગણાય છે તેની મુલાકાત લે છે. યાત્રાળુઓ છેલ્લે પગપાળા કરીને મંદિરે પહોંચે છે.

કર્જતમાં લાયનોની ઉમંગ

18 જુન, 2017 ના રોજ, લાયન્સ પર્સી માસ્ટર, કેટી પટેલ, સાયરસ સુરતી અને લાયનના 45 સભ્યોએ ઉમંગની મુલાકાત લીધી હતી. ઉમંગએ બાલ આનંદનું વિસ્તર છે અને વિશ્ર્વ ચિલ્ડ્રન કલ્યાણ ટ્રસ્ટ જે ભારત હેઠળ ચાલે છે. માનસિક રીતે અક્ષમતા ધરાવતા સોળ બાળકોનું આ ઘર છે જ્યા તેમને વિવિધ તાલિમ આપવામાં આવે છે.  

દાદાભાઈ નવરોજી એટલે હિન્દુસ્તાનનું આભૂષણ

દાદાભાઈ નવરોજી એ ભારતનું નવલુ નઝરાણું પ્રખર રાષ્ટ્રભક્ત, ખૂબ જ ગરીબી, હાડમારીમાં ઉછરેલા નેતા હતા. વાસ્તવમાં તેઓ એક આદર્શ છે જેમણે દેશની સ્વતંત્રતા માટે શાંતિપૂર્ણ લડતમાં અનેકને જોડયા હતા. ગાંધીજી માટે પણ તેઓ એક પ્રેરકબળ હતા. કારણ કે તેમની અગાઉ એવું કોઈ નહોતું કે જે પ્રકાશપુંજ બનીને સ્વાતંત્ર્ય લડતમાં માર્ગ બતાવે. 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ […]

આવાં નેચરલ મિનરલ વોટરને મળ્યો ‘સુપિરિયર ટેસ્ટ એવોર્ડ’

આપણી કોમના અગ્રણી ઉદ્યોગપતિ બહેરામ મહેતાની માલિકીની બ્રાન્ડ ‘આવાં નેચરલ મિનરલ વોટર’ને આઈટીકયુઆઈ સંસ્થા દ્વારા બે ગોલ્ડ સ્ટારે અને ‘સુપિરિયર ટેસ્ટ એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. આવાં ભારતની પીવાના પાણીની અગ્રણી કંપની છે.