મીસ બામજીને 100 વરસના જન્મદિનની શુભ કામનાઓ

નરગિસ કેખશરૂ બામજી ‘ધ ફ્લોરેન્સ નાઇટિંગેલે ઓફ એજ્યુકેશન’નો જન્મ તા. 2જી જુલાઇ, 1917ના રોજે થયો હતો. આવતી કાલે તેઓ તેમના 100 વરસ પૂર્ણ કરશે. તેમણે સર જેજે ફોર્ટ ગર્લ્સ હાઇ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે પોતાની છોકરીઓના મનમાં જ્ઞાનના દીવા પ્રગટ કર્યા હતા, જ્યાં તેમણે ચાળીસ વર્ષથી વધારે સેવા આપી હતી. તેમણે તેમના જીવનના તમામ પાસાઓમાં સફળતા મેળવવા માટે સ્માર્ટ યુવા મહિલા તરીકે જીવી શકે તે રીતે તેમનો ઘાટ ઘડી દુનિયામાં મોકલ્યા હતા.

સો વરસની ઉંમરે પણ તેઓ ખૂબ સચેત છે અને મહાન સ્મૃતિઓ ધરાવે છે. તેમને તેમની સ્કુલ સાથે જોડાયેલા જૂના લોકો અને છોકરીઓને મળવાનું ઘણું જ ગમે છે.

તેઓ જેબી પીટીટ સ્કુલમાં ભણ્યા હતા અને તેમણે તેમની વહાલી યાદોની વહેંચણી કરી હતી કે તેમના પ્રિન્સીપાલ જે સરોજીની નાયડુના બહેન હતા.

મીસ બામજી અને મીસ પાલ જેમણે સર જે.જે. સ્કુલ (બોયઝ અને ગર્લ્સ) એલ્યુમની અશોશિએશનને મહત્વનો ફાળો આપ્યો હતો જયાં આ લખનાર આજે પ્રેસિડન્ટ છે. આ સંગઠન મીસ બામજીના હૃદયને ખૂબ પ્રિય છે. તે અમારા મિત્ર, આશ્રયદાતા અને માર્ગદર્શિકા છે. ભગવાન તેમને આશિર્વાદની સાથે સારૂં સ્વાસ્થય આપે!

મીસ બામજીને જન્મદિનની શુભ કામનાઓ!

Leave a Reply

*