મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
તમને આજથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે તેથી 25મી ડિસેમ્બર સુધીમાં તમે ધર્મ અને ચેરીટીના કામો કરી શકશો. ગુરૂની કૃપાથી બીજાના મદદગાર થઈને રહેશો. ધીરે ધીરે તમારા કરજદારીના બોજામાં હશો તો મુકત થશો. ગુરૂની કૃપાથી ફેમિલી મેમ્બર સાથે મતભેદ ઓછા થતા જશે. નાણાકીય ફાયદો થશે. જૂના ફસાયેલા નાણા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.
Jupiter’s rule starts making you indulge in religious and charitable deeds till 25th December. You will be helpful. You will also be able to gradually pay off your debts. Family misunderstandings will be resolved. Financial profits indicated. To retrieve debts, pray ‘Srosh Yasht’.
Lucky Dates: 28, 29, 30, 31
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમે તમારા રોજના કામો પણ બરાબર નહીં કરી શકો. નાની બાબતમાં નારાજ થઈ જશો. તમારા કોઈ પણ કામ સમય પર પૂરા નહીં થાય. શનિ તમને શારિરીક બાબતમાં પરેશાન કરી નાખશે. બેક પેન કે સાંધાના દુખાવાથી પરેશાન થશો. અંગત વ્યક્તિ તમને સાથ નહીં આપે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 1, 2, 3 છે.
Saturn’s rule till 26th November calls for greater attention in routine chores. Avoid getting upset about petty things. Work harder to meet your deadlines. Healthwise, back and joint pains are indicated. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 28, 1, 2, 3
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
20મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે તેથી તમને જોઈતી ચીજ વસ્તુ લેવામાં વાર નહી લગાડો. હિસાબી કામથી ફાયદો ઉપાડી શકશો. બુધની કૃપાથી મીઠી જબાન વાપરી બીજાનું દિલ જીતી લેશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. મનની શાંતિ અને નાણાકીય ફાયદો મેળવી લેશો. નવી વ્યક્તિનો સાથ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31, 3 છે.
Mercury rules you till 20th November. Buy what your desire. Financial transactions will be profitable. You will win over people. Travel is indicated. A peaceful and financially good week ahead. A new person will support you. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 29, 30, 31, 3
.
CANCER | કર્ક: ડ.હ.
25મીથી બુધ્ધિના દાતા બુધની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા કામો 19મી ડિસેમ્બર સુધી સારી રીતે પૂરા કરી શકશો. તબિયત ખરાબ હશે તો તેમાં પણ સુધારો થશે. બુધ્ધિથી કામ કરી બીજાનું દિલ જીતી લેશો. નાણાકીય સ્થિતિમાં સુધાર આવશે. મળેલા નાણાને સારી જગ્યાએ વાપરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ ભણજો’
શુકનવંતી તા. 28, 29, 1, 2 છે.
Mercury rules you from 25th Oct – 19th December, so complete all important jobs. Health will improve. You will win over other people. A good week financially. You will use your hard earned money wisely. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 28, 29, 1, 2
.
LEO | સિંહ: મ.ટ.
24મી નવેમ્બર સુધી મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલશે તેથી નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. ખોટું સહન નહીં થાય. સાથે કામ કરનાર તમને ખોટા પાડી દેશે. દુશ્મનોનું જોર વધી જશે. રોજના કામમાં ખોટા ડીસીઝનો લેશો. ભાઈ-બહેન તમારો સાથ નહીં આપે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31, 3 છે.
Mars’ rule till 24th November calls for you to keep calm. Colleagues may prove you wrong or cause trouble. Think twice before making decisions. Garner your siblings’ support. Pray ‘Tir Yasht’ everyday.
Lucky Dates: 29, 30, 31, 3
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
26મી નવેમ્બર સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે લીધેલા ડિસીઝનથી તમારી સાથે બીજાનો ફાયદો થશે. નાની મુસાફરીનો ચાન્સ છે. ફસાયેલા નાણા મેળવી શકશો. ઘરની વ્યક્તિઓની સલાહ અવશ્ય લેજો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 31, 2 છે.
With the Moon’s rule over you till 26th November, your decisions prove profitable to others and yourself. Travel is indicated. Debts will be returned to you. Seek advice from family members. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 28, 29, 31, 2
LIBRA | તુલા: ર.ત.
7મી નવેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમારી પોતાની ચીજ વસ્તુ મેળવી નહીં શકો. લેણદાર તકલીફ આપશે. કોઈપણ સરકારી કામ કરતા નહીં. ધણી ધણીયાણીમાં મતભેદ પડી જશે. 96મુ નામ ‘યા બેસ્તરના’ સાથે ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31, 2 છે.
Upto 7th November, the Sun’s rule makes you work hard to get what you deserve. Money lenders might be problematic. Spousal misunderstandings may arise. Pray ‘Ya Beshtarna’ and ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 29, 30, 31, 2
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ વધી જશે. મનમાં ધારેલી વસ્તુ લઈને રહેશો. કામકાજમાં સારા સારી રહેશે. ઓપોઝિટ સેકસનો સાથ સહકાર મળશે. મનગમતી વ્યક્તિને મનની વાત કહી દેજો. રોજના કામ સારી રીતે કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 28, 29, 1, 3 છે.
Life will be fun under Venus’ rule till 16th November. You will buy items you desire. Work environment will be blissful. You will get support from the opposite gender. Speak your heart out to your loved one. Your daily chores will move smoothly. Pray to ‘Behram Yazad’ everyday.
Lucky Dates: 28, 29, 1, 3
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને ચમકતા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ વધી જશે. ફાયદો મળતો હશે તેવા કામમાં હાથ નાખશો. મિત્રોની મદદ લેજો. શુક્રની કૃપાથી નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે સાથે સાથે ખર્ચ પણ કરશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.
Venus’ rule brings you travel opportunities. You will invest your time in profitable endeavours. Take help from friends. Finances will be stable. You will make new friends. Pray to ‘Behram Yazad’ every day without fail.
Lucky Dates: 30, 31, 1, 2
.
CAPRICORN | મકર: ખ.જ.
6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી કોઈપણ ડિસીઝન સમજી વિચારીને લેજો. ઘરવાળા કે બહારવાળા તરફથી દગો ફટકો થવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિ સાથે નાની બાબતમાં મતભેદ થતા રહેશે. રોજના કામ બરાબર નહીં કરી શકો. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 1, 3 છે.
Think twice before making any decisions under Rahu’s rule till 6th November. Do not get fooled or taken for granted by anyone. Arguments with loved ones may arise. Pray ‘Maha Bakhtar Nyaish’ everyday.
Lucky Dates: 28, 29, 1, 3
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
25મી ઓકટોબરથી રાહુની દિનદશા ચાલુ થયેલી છે તેથી 6ઠ્ઠી ડિસેમ્બર સુધી નાની બાબતમાં પણ તમે કંટાળી જશો. રાહુની દિનદશા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. બીજાનું ભલું કરવા જતા તમારૂં ખરાબ થશે. જયાં કામ કરતા હશો ત્યાં શાંતિ નહીં મળે. તમને પોતાના કામ કરવાના ગમશે નહીં. અગત્યની ચીજવસ્તુ સંભાળીને મુકજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 30, 31, 2 છે.
Rahu’s rule over you from 25th October to 6th December calls for you to keep calm and exercise caution while helping others. Work harder to maintain peace at work. Be cautious of important documents and objects. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 28, 30, 31, 2
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી નવેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી ધર્મ-ચેરિટીના કામ કરવાથી મનને આનંદ થશે. ગુરૂની કૃપાથી જાણતા કે અજાણતા તમારા હાથથી સારા કામો થઈ જશે. સાથે કામ કરનાર તરફથી માન-ઈજ્જત મળી જશે. ઈન્વેસ્ટમેન્ટ કરવાનું ભુલશો નહીં. ગુરૂની કૃપા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 1, 2, 3 છે.
Till 24th November, Jupiter nudges you towards religious and charitable work. You will help others unknowingly. Your colleagues will respect you. Do not forget to invest. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 29, 1, 2, 3
.
- ડીએઆઈની નોલેજિયેટ રૂબી એનિવર્સરી માટે ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું - 14 December2024
- જીજીના પિતા-પુત્રની જોડીએ રશિયામાં ભારતને ગૌરવ અપાવ્યું - 14 December2024
- ઝેડવાયએ દ્વારા બાવાઝ ડે આઉટનું આયોજન - 14 December2024