મેરી અને જોસેફ મુંબઈના બાન્દરા નામના પરામાં બે બાળકો વિલિયમ અને વિકટોરિયા સાથે ખ્રિસ્તી સમુદાય સાથે સંપથી રહેતા હતા. તહેવારોની ઉજવણી પણ બધા ભેગા મળીને કરતા કયારેક ઝગડા-ટંટા થતા મારા મારી પણ થતી પરિણામે ગલીની પ્રતિષ્ઠા એ ઈલાકામાં બહુ સારી તો નહોતી જ ત્યાં નાની મોટી અનેક પ્રકારની દુકાનો હતી. લોકો જરૂરિયાતની વસ્તુઓ ત્યાંથીજ ખરીદતા
મેરીનો સ્વભાવ નરમ છતાં જોસેફના કજીયાળા સ્વભાવને કારણેે તેઓ અડોશપડોશમાં કોઈ સાથે ભળી શકતા નહોતા બાળકોને પણ દોસ્તો સાથે રમવા જવા નહોતા દેતા. નાતાલના તહેવાર નિમિત્તે આસપાસની દુકાનોમાં કેક રમકડાં, ચોકલેટ, ફાનસ, સાંતાકલોઝના મોજા વગેર આકર્ષક વસ્તુઓ વેચાવા માડી હતી. જોસેફની સ્થિતિ તદ્દન સાધારણ હતી. નાતાલની ઉજવણી કઈ રીતે કરવી એ એને માટે એક સમસ્યા હતી.
છતાં પોતાના વહાલા બાળકો માટે કંઈક તો લાવવું જ જોઈએ એમ વિચારીને અને મહોલ્લાવાસીઓ સાથે અસહકાર કરવાની વૃત્તિથી જોસેફ શહેરના બીજા લત્તામાંથી પોતાને પરવડે એવી નાની નાની ચીજો લઈ આવ્યો અને નાતાલની પૂર્વ રાત્રીએ માતા પિતા બન્નેએ મળીને ઘરને સજાવી દીધું. વસાહતમાં કોઈ ને કંઈ ખબર પડી નહીં. પાડોશીઓ એમ સમજ્યા કે એમની નબળી પરિસ્થિતિને કારણે આ વર્ષે તેઓ નાતાલ નહીં ઉજવે.
આવતી કાલે 25મી ડિસેમ્બરે ક્રિસમસ ડે હતો. એક અઠવાડિયા સુધી નાતાલની ભવ્ય ઉજવણી કરવાના ઈરાદે મહોલ્લાના અગ્રેસર કહી શકાય એવા હેકટર જોનસન સૌ લાઈટ ડેકોરેશન વગેરે કરીને મકાનોને સજાવી રહ્યા હતા છતાં મેરી-જોસેફનો પરિવાર આ સૌથી અર્લિપ્ત રહ્યો હતો. ક્રિસમસ ડેની વહેલી સવારે જોસેફના બારણે ટકોરા પડયા, કોણ હશે? એમ વિચારી મેરીએ દરવાજો ખોલ્યો, મહોલ્લામાં દુકાન ધારકો અને અડોશી-પડોશી એમને બારણે બે મોટા પેકેટ લઈને ઉભા હતા. કેમ બાળકોને નાતાલ નથી મનાવવી? મરિયમે મેરીને પશ્ર્ન કર્યો.
મેરી આભી બની જોઈ રહી. એટલામાં જોસેફ અંદરના ઓરડામાંથી બહાર આવ્યો. આંગતુક અંદર આવ્યા. જોસેફના હાથમાં એના બાળકો માટે ભેટ આપી. ગુજરી ભૂલી જવાની શીખ આપી. જોસેફની આંખ ખૂલી. પહેલો સગો પાડોશી ઉક્તિ સાર્થક થતી એણે અનુભવી.
- જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં નવરોઝની ઉજવણી - 5 April2025
- ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા પાણી બચાવો પર્ફોર્મન્સ - 5 April2025
- આવાં યઝદના પરબની ઉજવણી - 5 April2025