બહેરામ યઝદ શ્રાઈનની ઉજવાયેલી પ્રથમ સાલગ્રેહ

ફણસવાડી (મુંબઈ) ખાતે આવેલા દાદીશેઠ આતશ બહેરામમાં 4થી ડિસેમ્બર 2017એ બહેરામ યઝદ શ્રાઈનની સાલગ્રેહ ઉજવવામાં આવી હતી. એરવદ દારાયસ કાત્રક દ્વારા યોજાયેલી હમબંદગીમાં મોટા પ્રમાણમાં જરથોસ્તીઓએ ભાગી લીધો હતો. બહેરામ યઝદ શ્રાઈનની બહાર આવેલા હોલમાં હમબંદગી પહેલા જશનની પવિત્ર ક્રિયા એરવદ કાત્રક, એરવદ પૌરૂષ બહેરામ કામદીન, એરવદ જીમી પંથકી અને એરવદ રયોમંદ વેલાતી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાદીશેઠ ચેરિટીના ટ્રસ્ટીઓ બહેરામ અરદેશીર, વીરા ચોકસી, શાપુર મિસ્ત્રી, બીપીપીના ટ્રસ્ટી ઝરીર ભાઠેના તથા મહેમાન રોશની શ્રોફ હતા જે કરાંચીથી આવ્યા હતા.

Leave a Reply

*