તે પહેલા વારસ પછી બીજા ચારે પણ તે કાસલમાં જ જન્મ લઈ લીધા ને તે તોફાની બારકસોથી તે મકાન ગાજીવાજી ઉઠતું. હાલમાં મોટો જાંગુ સત્તરનો, પછીની ડેઝી સોલની, વીકી તેરનો, ફ્રેની અગિયારની અને નાનો રૂસી નવનો હતો.
એ સર્વમાં શિરીનનો માનીતો વીકી હતો. પોતાના મમાવા જેવોજ જાહેજ ને તોફાથી હોવાથી તે માતાને એમજ લાગી આવતું કે ખુદ તેણીનો પીતાજ તેણીનાં ઘેરે પધાર્યો હતો.
ફિરોઝ ફ્રેઝરની સર્વથી માનીતી ડેજી હતી. તે ફરગેટમી નોય જેવી બ્લુ આંખો, ચેરીઝ જેવા હોટો ને પીચીઝ જેવા ગાલો સાથ તેણી આબેહુબ પોતાની માતાની કોપી જણાઈ આવતી.
તે એક રળીયામણી સાંજે ડરબી કાસલની ગ્રીન વેલવેટ જેવી લોન ઉપર ફિરોઝ ફ્રેઝરે પોતાની શિરીન સાથે પેસી તાહેલા મારતો હતો તેટલામાં વીકી ઝનૂનથી પોતાનાં બન્ને મોટા ભાઈ બેન સાથ ત્યાં આવી ઉભો.
‘ડેઝી, તું કંઈ એમ સમજતી હોય કે જેમ તું ગરીબ મંમીને બનાવી જાયછ, તેમ કંઈ મને કરવા આવીછની તો તારી વાત તું જાણે.’
‘શું છે વીકી?’
ફિરોઝ ફ્રેઝરે નેન જમાવી પુછી લીધું કે તે છોકરાએ ‘વીકા વાઘની’જ અદાથી ગરાજી ઉઠી કહી સંભળાવ્યું.
‘પંપા, તમને ખબર નથી કે આંય બન્ને તમારી જાણ વગર શું કાળા ધોળા કરી રહ્યાછ. ડેઝી પબ્લીક પાર્કની અંદર પેલા ડીકી મોરીસની સાઈકલ પર બેસી, ‘ડેઝી ડેઝી’ના ગીતો બન્ને સાથે લલકારેછ, ને વીસલો મારીને તેને આપણી કાસલની બારીએથી ઈશારત કરી કંઈ કંઈ લવ નોટો નીચે નાખેછ.’
(વધુ આવતા અંકે)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024