એક મચ્છર.. એની ગર્લફ્રેન્ડને….
ડાર્લિંગ.. હું તારામાટે સિંહનો શિકાર કરી લાવીશ..!
મચ્છરી: સારૂં.. સુઈજા શાંતિ થી..,
મચ્છર: હું તારા માટે હાથીનું લોહી ચુસી લાવીશ…,
મચ્છરી: હા બકા…! સુઇ જા શાંતિ થી…,
મચ્છર: ડાર્લિંગ…, હું તને મર્સીડીઝ કારમાં પેરીસની ગલીઓમાં ફેરવીશ…!!
મચ્છરી: હા બકા હા…! હવે સુઇ જા શાંતિ થી… સવારે વાત કરીશું…
મચ્છર: ડાર્લિંગ.., તને વિશ્ર્વાસ નથી…?
મચ્છરી: મારા રોયા…છાનોમાનો સુઇ જા ને..તને કેટલી વાર કહ્યું કે રાહુલ ગાંધી ને કરડીને ઘરે નહીં આવવાનું…!!!!!
***
મતદાન વખતે એક ગજબ બનાવ બન્યો…
એક આંટી ને મત અધીકારી એમની આંગળી પર ઈંક લગાવતા હતા ત્યારે…
આંટી: સાહેબ આ આંગળી પર ઈંક લગાવો છો એ કેટલા દિવસે નીકળી જશે???
અધીકારી: 20દિવસ જેવું લાગશે….
આંટી (માથું આગળ નમાવી ને) : થોડીક વાળમાં પણ લગાવી દોને સાહેબ… ડાઈ કરૂં છું… તે 15 દિવસમાં જ નિકળી જાય છે….
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025