મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારે પહેલા તો તબિયતની કાળજી લેવી પડશે. થોડા બેદરકાર રહેતા મુશ્કેલીમાં મુકાશો. પેટની માંદગીથી પરેશાન થશો. રાહુને કારણે ડોકટરની પાછળ વધુ ખર્ચ કરવો પડશે. શેરબજારના કામથી દૂર રહેજો. તમારા પૈસા પાછા મેળવવા માટે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 19 છે.
Rahu rules you till 3rd February, calling for greater caretaking of your health, especially for stomach ailments. Your carelessness might cause trouble. Avoid dealing in share markets. You need to work harder to retrieve your money. To pacify Rahu, pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 15, 16, 17, 19
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી જાન્યુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી ગુરૂ તમારા હાથથી જાણતા કે અજાણતા ભલાઈનું કામ થઈ જશે. તમે કોઈની ભલી દુવા મેળવવામાં સફળ થશો. તમને પૈસાની મુશ્કેલી નહીં આવે. ઈનવીઝીબલ હેલ્પ મેળવવામાં સફળ થશો. ગુરૂની કૃપાથી ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 13, 14, 18, 19 છે.
Jupiter rules you till 22nd January, helping you do good to others and earning their blessings. A good week financially indicated. You will receive help anonymously. You will fulfil your family’s demands. Complete important tasks first. Pray ‘Srosh Yasht’ everyday.
Lucky Dates: 13, 14, 18, 19
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 21મી ફેબ્રુઆરી સુધી રોકાણ કરતા ફાયદો થશે. નવા કામ કરવામાં સફળતા મળશે. મહેનત પ્રમાણે વળતર મળી જશે. કામકાજમાં ભાગદોડ કરતા ફાયદો મેળવી શકશો. ગુરૂની કૃપાથી વડીલ વર્ગની સેવા કરવાનો ચાન્સ મળશે. ધનની કમી નહીં આવે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
Jupiter rules you and hence investments made till 21st February will be fruitful. Starting a new venture will be beneficial. Your hard work will reward you. Take care of elders. Financially this is a good week. Pray ‘Srosh Yasht’ everyday.
Lucky Dates: 15, 16, 17, 18
CANCER | કર્ક: ડ.હ.
24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા કામો સંભાળીને કરવા પડશે. તમારી નાની ભૂલ બીજાઓને પહાડ જેવી લાગશે. શનિ તમને કોઈ કામમાં સફળ નહી થવા દે. તમે જે ધારશો તેના કરતા ઉલટુ થશે. ખર્ચ વધુ થશે. તબિયતની ખાસ સંભાળ રાખજો. સાંધાના દુખાવાથી પરેશાન થશો. શનિના નિવારણ માટે ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 17, 19 છે.
Saturn’s rule till 24th January needs you to practice caution at work. Success calls for hard work. Do not be disheartened if things don’t work out your way. Expenses might increase. Take care of your health, especially if you suffer from joint pains. Pray ‘Moti Haptan Yasht’ everyday.
Lucky Dates: 13, 14, 17, 19
LEO | સિંહ: મ.ટ.
છેલ્લા 6 દિવસ બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે તેથી સમય બગાડયા વગર લેતીદેતીના કામ પહેલા પૂરા કરી લેજો. જેની પાસે પૈસા લેવાના નીકળતા હોય તેની પાસે 18મી સુધી મેળવી લેજો. લાંબા સમયનું પ્લાનીંગ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
With Mercury ruling you for the last six days you need to complete your financial transactions. Make monetary recoveries before 18th January. Long-term plans will work. Pray ‘Meher Nyaish’ everyday.
Lucky Dates: 15, 16, 17, 18
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમારી રાશિના માલિક બુધની દિનદશા 17મી ફેબ્રુઆરી સુધી ચાલશે. તેથી તમે શેરઈન્વેસ્ટમાં કમાશો. નવા કામ શોધવામાં સફળતા મળશે પણ ભાગદોડ કરવી પડશે. તબિયતમાં સુધારો થશે. મનની વાત જેને કહેવા માગતા હશો તેને કહી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19
Mercury’s rule till 17th February brings in earning from various shares and investments. You might find success in getting a new job. Health looks good. Speak openly with loved ones. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 16, 17, 18, 19
LIBRA | તુલા: ર.ત.
22મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમારી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. બ્લડપ્રેશરનું ખાસ ધ્યાન રાખજો. વાહન સંભાળીને ચલાવજો. મંગળવાર કે શનિવારે ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લાવતા નહીં. ભાઈ બહેન સાથે મતભેદ પડવાના ચાન્સ છે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
Mars rules you till 22nd January so focus on your health, especially if you suffer from blood pressure. Drive carefully. Avoid buying anything new on Tuesdays and Saturdays. Discord amongst siblings indicated. Pray ‘Tir Yasht’ everyday.
Lucky Dates: 14, 15, 16, 17
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી જાન્યુઆરી સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે તેથી લાંબા સમય માટે રોકાણ કરજો. ચંદ્રની કૃપાથી કામ કરવામાં ઉતાવળ કરતા નહીં. નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. ચંદ્ર તમને તન-મન અને ધનથી શાંતિ અપાવશે. ચંદ્રની વધુ કૃપા મેળવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.
Moon rules you till 24th January making long-term investments profitable. Be patient while working. A promotion is indicated. The moon blesses you mentally, physically and financially. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 13, 14, 17, 18
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
23મી ફેબ્રુઆરી સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે તેથી ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ચંદ્રની કૃપાની તમને તમારા કરેલ કામનો સંતોષ મળતો રહેશે. નાણાકીય ફાયદો મળશે. તમારી સાથે કામ કરનાર તમને પૂરો સાથ સહકાર આપશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. સુખશાંતિમાં વધારો કરવા 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 19 છે.
The Moon’s rule till 23rd February brings travel opportunities. Work will satisfy you. Financial benefits indicated. Your colleagues will be supportive. Buy something new for your family. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 15, 16, 17, 19
.
CAPRICORN | મકર: ખ.જ.
તમારે આજનો દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી ઘરવાળાને ખુશીમાં રાખજો. બાકી કાલથી 20 દિવસ સુર્યની દિનદશા તમને સરકારી કામમાં મુશ્કેલીમાં નાખી દેશે. વડીલવર્ગની ચિંતા થશે. માથાના દુખાવાથી કે હાઈપ્રેશરથી પરેશાન થશો. ડોકટરની પાસે અવશ્ય જજો. ભાગીદારીમાં કોઈપણ કામ કરશો નહીં. સુર્યને કારણે નાની બાબતમાં ગુસ્સો આવશે. સામે પડેલી વસ્તુ તમને દેખાશે નહીં. આજથી 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.
Today is the last day under Venus’ rule, bringing happiness to your family. Tomorrow on, the Sun’s rule for 20 days calls for avoiding government related work. Take care of the elders’ well-being. Consult a doctor if you are suffering from headaches or blood pressure. Do not accept any kind of partnerships. Keep calm. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 13, 14, 17, 18
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
13મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ પર કાબુ નહીં રાખી શકો ખર્ચ વધારે થવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. અપોઝીટ સેકસને ભરપુર મદદ કરી શકશો. નવી ઓળખાણથી ભવિષ્યમાં ફાયદો થઈને રહેશે. રોજના ભણતરની સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 13, 15, 16, 19 છે.
Venus rules you till 13th February bringing you much enjoyment. Inspite of your spendings, you will not face financial challenges. You will help people of the opposite gender. Socialising will benefit you. With your routine prayers, pray to ‘Behram Yazad’ everyday.
Lucky Dates: 13, 15, 16, 19
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મીથી તમને શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમે તમારા કામને આગળ વધારી શકશો. શુક્રની કૃપાથી કામકાજને વધારવા વધુ ભાગદોડ કરવી પડશે. તમને જોઈતા નાણા માટે કોઈ પાસે હાથ લાંબો નહીં કરતા. તબિયતમાં સુધારો થશે. આઉટ ઓફ ઈન્ડિયા જવાનો ચાન્સ છે. રીસાયેલા મિત્રો ફરી મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Venus’ rule since 5th January brings in progress professionally. You might have to work harder to expand your business. Avoid taking loans. Health will improve. A trip abroad is indicated. You will make up with old pals. Pray to ‘Behram Yazad’ everyday.
Lucky Dates: 16, 17, 18, 19
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025