24 મી જાન્યુઆરી, 2018 ના રોજ, સાયરસ બોમન ઈરાનીને ભારતના પ્રતિષ્ઠિત ‘પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ’ ભારત સરકાર દ્વારા આપણા 69માં પજાસત્તાકના દિને આપવામાં આવશે આ સમાચાર (ફેસબુક)પર આપતા પારસી ટાઈમ્સે આનંદ અનભુવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર સાયરસ ઇરાની (સ્પેશિયલ સીઆઈડી બ્રાન્ચ ઈંઈં સાથે જોડાયેલી) મહારાષ્ટ્રમાં સેવા આપતી એક માત્ર બે પારસી પોલીસ અધિકારીઓમાંની એક છે, જેમાં અન્ય પોતાના ભાઇ, પોલીસ ઇન્સ્પેક્ટર કયોમર્ઝ ઇરાની છે. પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, એ ભારતના કાયદાના અમલીકરણ અધિકારીઓને બહાદુરી અને તેમણે કરેલી સેવા માટે પ્રજાસત્તાક દિન અને સ્વતંત્રતા દિવસે દર વર્ષે એનાયત કરવામાં આવે છે.
સાયરસ ઇરાની પોલીસ-ફોર્સમાં ડાયરેકટ પીએસઆઈ (પોલીસ સબ-ઇન્સ્પેકટર) તરીકે 1993-94ના બેચમાં એમના ભાઈ કયોમર્ઝ સાથે જોડાયા હતા.
‘કયોમર્ઝ મારા માટે સપોર્ટ અને માર્ગદર્શનનો શ્રેષ્ઠ સ્ત્રોત હતો સાથે મારા અંકલ, હોમી ઈરાની દ્વારા પોલીસ દળમાં જોડાવા પ્રેરણા મળી હતી, જેમણે પણ પોલીસ દળમાં સેવા આપી હતી અને 2002માં આદરણીય એસીપી (આસીસ્ટન્ટ પોલીસ કમિશનર ઓફ પોલીસ) તરીકે નિવૃત્ત થયા હતા. જાણે કે અમે ‘ખાકી માટે પાગલ હોય’ તેવી રીતે સંપૂર્ણ પણે કડક યુનિફોર્મનો આદર કરવા ટેવાયેલા હતા અને અમે તેમની બધી જ વાતો ધ્યાનથી સાંભળતા હતા જે તેઓએ અમારી સાથે વહેંચી હતી અને આ બાબતો પોલીસની નોકરીએ જોડાવા અમારા મનમાં લગન લગાવી હતી,’ સાયરસ ઈરાનીએ પોતાની વાતો રજૂ કરતા જણાવ્યું હતું. રાષ્ટ્રની સેવા કરવાનું ગૌરવપૂર્ણ પારિવારિક પરંપરા જેવું લાગે છે! તેમના પિતા મરહુમ બોમન બેહરામ ઈરાનીએ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ખાતે કામ કર્યું હતું અને તેમની માતા પીરોજા રાજ્યના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ તરફથી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિવૃત્ત થયા હતા.
આખા સમુદાયને અભિમાન થાય તેવા ઈનસ્પેકટર સાયરસ ઈરાની મુંબઈના ગોદરેજ બાગમા તેમની માતા તથા તેમની સહાયક પત્ની ડેલાનાઝ અને દીકરી બીનાયશા સાથે રહે છે અને તેઓને તે ‘લકી માસ્કોટ’ કહે છે.
સાયરસને 2007 માં ‘ડિજિટલ ડિરેકટર જનરલ ઓફ પોલીસ ઇન્સિગ્નિયા’ પ્રાપ્ત થયો હતો. પારસી ટાઈમ્સ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ‘આ સન્માન ખાતર હું અહુરા મઝદાના આશીર્વાદો માટે આભાર માનું છું અને મારા પ્રિયજનો તથા મારા સમુદાય સાથે આને વહેંચવા ગૌરવ અનુભવું છું તથા રાષ્ટ્રની સેવા કરનાર પુરુષો અને સ્ત્રીઓના સમૃદ્ધ વારસામાં વધારો કરીશ.’
પારસી યુવાનોને શું સંદેશ આપવા ગમશે તે અંગે પૂછતા તેઓ કહે છે કે ‘હું ચોક્કસપણે અમારા પારસી યુવાનોને વધુ પોલીસ બળોમાં કારકિર્દી બનાવે તે માટે વિનંતી કરૂં છું તથા પોલીસમાં સેવા આપતી પારસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે તથા પારસી વસતીમાં પણ ઘટાડો થયો છે તે જોતા દુ:ખ થાય છે. અમારા સમુદાયની મજબૂત પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને, લોકો પ્રામાણિકતાનું પ્રતિનિધિત્વ કરે તથા અમારા યુવાનોને ભારતના સૌથી પ્રતિષ્ઠિત કાયદા અમલીકરણ સંસ્થાઓ – મહારાષ્ટ્ર પોલીસ દળના એક ભાગ તરીકે હું જોવા માંગુ છું.’
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024