સંસ્કૃતના ક્લાસમાં પપ્પુની શ્ર્લોકની પરીક્ષા હતી.
સંસ્કૃતના ક્લાસના ગુરુજીએ પૂછયું: પપ્પૂ આ શ્ર્લોકનો અર્થ સમજાવ…
‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’.
પપ્પુ: રાધિકા કદાચ રસ્તામાં ફળ વેચવાનું કામ કરી રહી છે!!
ગુરુજી: મૂર્ખા…. તેનો અર્થ આ નથી, ચલ છોડ આનો અર્થ કે…
‘બહુનિ મે વ્યતીતાની, જન્માનિ તવ ચાર્જુન’
પપ્પુુ: વહુને ધણા બાળકો છે અને બધા 4 જૂને જન્મ પામ્યા છે…
ગુરુજી: ગધેડા! સંસ્કૃત ભણાવું છું ત્યારે તારું ધ્યાન ક્યાં હોય છે?? હવે આનો મતલબ કહે…‘દક્ષિણે લક્ષ્મણોયસ્ય વામે તૂ જનકાત્મજા’
પપ્પુ: દક્ષિણમાં ઉભેલા લક્ષ્મણે જનકને કહ્યું તું તો ખુબ મઝામાં છે!!!
ગુરુજી: સાચું કહે તને એક પણ શ્ર્લોકનો અર્થ નથી ખબર ને??
પપ્પુ: ખબર છે ને!!!
ગુરુજી: છેલ્લી વાર પૂછું છું. હવે આ અર્થનો સાચો જવાબ આપજે…
‘હે પાર્થ ત્વયા ચાપી મમ ચાપી…….! ’ બોલ આનો અર્થ બોલ.
પપ્પુ: મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ અજુનને કહી રહ્યા છે……..
ગુરુજી ઉત્સાહિત થઇ એકદમ બરાબર બોલ્યો બહુ સરસ, બહુ સરસ આગળ બોલ.
પપ્પુ: ભગવાન બોલ્યા….અર્જૂન તું પણ ચા પી લે. મેં પણ ચા પી લીધી છે, પછી યુદ્ધ કરશું!!!
***
પત્નિ: આમ બંદુક લઇને દરવાજે કેમ ઉભા છો?
પતિ: સિંહનો શિકાર કરવા જવુ છે.
પત્નિ: તો જતા કેમ નથી.
પતિ: પણ બહાર કૂતરૂ બેઠુ છે તેનું શું?
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024