મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મનની વાત અંગત વ્યકિતને કરવાથી મનનો બોજો ઓછો થઈ જશે. શુક્રની કૃપાથી તમે તમારા કામ સારી રીતે કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નાના ફાયદા મેળવીને આનંદમાં આવી જશો. મોજશોખ પર કાબુ નહીં રાખી શકો. ધનની કમી નહીં આવે. તમને ઓપોઝિટ સેકસ તરફનો સાથ સહકાર મેળવવામાં મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો
શુકનવંતી તા. 24, 25, 26, 30 છે.
With Venus’ rule till April 13th, it will serve you well to speak your heart out to someone close. You will execute your work well with Venus’ blessings. Financially this is a good week. Small benefits will bring you joy. You will experience uninhibited happiness. People from the opposite gender will be supportive. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 24, 25, 26, 30
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને શુક્રની દિનદશા 14મી મે સુધી ચાલશે તેથી તમને શુક્ર ડબલ ફાયદો આપશે. ઘરમાં માન મળશે. કામમાં નાણાકીય ફાયદા મેળવી શકશો. તમે જે ધારશો તે તમારા પ્રેમી કે પ્રેમિકાને કહી શકશો. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નવા કામ કરવામાં આનંદ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.
Venus’ rule till 14th May brings in profits. Family members will respect you. Financial profits at work indicated. You will be able to speak your heart out to a loved one. Travel is on the cards. This is a good time to start a new venture. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 26, 27, 29, 30
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે બુધ્ધિશાળી હોવા છતાં તમારા બધા ડિસીઝન સાચા નહીં પડે. નાણાકીય બાબતમાં તમે તમારા બજેટ મુજબ ચાલવાની કોશિશમાં સફળ નહીં થાવ. જયાં એક જગ્યાએ ધન બચાવશો ત્યાં બીજી ત્રણબાજુએ ખર્ચ થશો. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. તમે ઓપોઝીટ સેકસને મનાવી નહીં શકો. રાહુને શાંત કરવા માંગતા હો તો આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 30 છે.
Your decisions could backfire due to Rahu’s rule. Expenses could increase. There might be misunderstandings and arguments among spouses. To pacify Rahu, pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 24, 25, 26, 30
CANCER | કર્ક: ડ.હ.
તમને રાહુએ પોતાની સોનાની જાળમાં ફસાવી દીધા છે તેથી 4થી મે સુધી હૈરાન-પરેશાન થશો. રાહુને કારણે તમે જે વિચાર કરીને કામ કરશો તેનાથી ઉલટુ થશે. મોઢા સુધી આવેલ કામ નહીં થાય. તમારી બેદરકારી તમારી પસંદગીની વ્યક્તિને દૂર કરાવી નાખશે. ખર્ચ વધી જશે. રોજ બરોજના કામ સારી રીતે નહીં કરી શકો. રાહુને શાંત કરવા માટે આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Rahu’s rule troubles you till 4th May. Things might not work according to your plans. You could fail in your endeavours at the last moment. Your carelessness will separate you from your loved ones. Expenses could increase. You could encounter obstacles in your work. Pray ‘Maha Bakhtar Nyaish’ to curb Rahu’s menace.
Lucky Dates: 26, 27, 28, 29
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી મિત્ર ગ્રહ ગુરૂની દિનદશા ચાલશે તેથી તમે કોઈના પણ સાચા સલાહકાર બની શકશો. ગુરૂની કૃપાથી ધર્મ કે ચેરીટીના કામ કરવાથી વધુ આનંદમાં આવશો. તમે તમારા કામ સાથે બીજાના કામ કરવાનો આનંદ લઈ શકશો. ધનની અગવડ નહીં આવે. પૈસા બચાવીને રાખશો. ફેમિલીમાં જે પણ પ્રોબ્લેમ હશે તેનું નિવારણ સારી રીતે કરી શકશો. તબિયતમાં સારો સુધારો થતો જશે. તમારી મદદ લેવા આવનાર ને તમે નારાજ નહીં કરી શકો. ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 29, 30 છે.
Jupiter rules over you till 21st April, helping others benefit from your advice. Indulging in charity or religious work will bring in happiness. You will help your colleagues in completing their tasks. Financially a good week and you could save money. Your health will improve. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 24, 25, 29, 30
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજથી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા શરૂ થયેલી છે તેથી 22મી મે સુધીમાં ગુરૂ તમને ધર્મના કામ સારી રીતે કરાવીને રહેશે. હવે તમે શારિરીક બાબતમાં સારા થતા જશો. મનમાં જે વહેમ હોય તે નીકળી જશે. મિત્રોનો સાથ મેળવી શકશો. નાણાકીય બાબતમાં ઈનવેસ્ટ કરવાનું ભુલશો નહીં. તમે જે વિચારો તે કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Starting today, Jupiter’s rule gets you inclined towards religious work till 22nd May. Your health will improve. You will be able to rid yourself of superstitious beliefs. Friends will be supportive. You are advised to make financial investments. You will be able to achieve all that you have planned. Pray ‘Sarosh Yasht’ to earn Jupiter’s blessings.
Lucky Dates: 27, 28, 29, 30
LIBRA | તુલા: ર.ત.
23મી એપ્રિલ સુધી શનિ જેવા ચીકણા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા નાના કામમાં પણ મુશ્કેલી આવી જશે. કોઈ પણ જાતના પ્લાન બનાવતા નહીં. નાણાકીય મુશ્કેલી વધતી જશે. તમારા કામનું વળતર નહીં મળવાથી વધુ નારાજ થઈ જશો. કોઈની પાસેથી આશા રાખશો તો નિરાશ થશો. પ્રેમી-પ્રેમિકા વચ્ચે નારાજગી ઉભી થશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
Saturn rules you till 23rd April, and hence you might face problems at your workplace. Avoid making new plans. Finances may be troublesome and you could lose out on a promotion at work. Do not have high expectations from anyone. There might be misunderstandings amongst lovers. Pray ‘Moti Haptan Yasht.
Lucky Dates: 24, 25, 26, 27
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
બુધની દિનદશા 17મી એપ્રિલ ચાલશે તેથી આજથી તમારા લેણાના પૈસા પાછા લેવા માટે ભાગદોડ શરૂ કરી દેજો. બુધની કૃપાથી તમે જે પોતે કામ કરશો તેમાંજ વિશ્ર્વાસ આવશે. નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. કામકાજ વધારવા માટે ગામ-પરગામ જવાના ચાન્સ છે. હાલમાં દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 26, 28, 29, 30 છે.
With Mercury ruling over you till 17th April, work hard to get back all the money you have lent. You will be confident at work, which might get you a promotion. Work related travel indicated to expand business operations. Pary ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 26, 28, 29, 30
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામ જે પણ બગડી ગયેલા હશે તેમાં સુધારો લાવીને રહેશો. ધનની માટે છૂટછાટ વધતી જશે. મિત્રો સાથેના સંબંધ સુધરતા જશે. તમે મારા ફ્યુચરના કામ કરી આનંદ મેળવી શકશો. કામકાજને વધારવા માટે ભાગદોડ કરવી પડે તો કરી લેજો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 27, 29 છે.
Mercury rules over you till 18th May, helping you rectify your mistakes. Your spending power will increase. Your relationship with friends will improve. Work hard to complete your tasks. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 24, 25, 27, 29
.
CAPRICORN | મકર: ખ.જ.
આજથી મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલુ થયેલી છે તેથી 21મી એપ્રિલ સુધી તમે સીધુ વિચારશો તેનું ઉલટુ થઈ જશે.ખર્ચ કર્યા પછી પણ સંતોષ નહીં મળે. અંગત વ્યક્તિની તબિયત બગડી જશે. તમારે તમારી તબિયતની ખાસ સંભાળ રાખવાની છે ખાવા-પીવામાં બેદરકાર રહેતા નહીં. મંગળને કારણે રોજ બરોજના કામમાં તમને મુસીબત આવતી રહેશે. આજથી ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરી દેજો.
શુકનવંતી તા. 23, 24, 26, 30 છે.
From today, Mars begins to rule over you till 21st April. Make an effort to be positive under any circumstances. Even after spending lavishly, you will be left unsatisfied. Take care of your and your loved one’s health. You might face problems in your daily chores. Pray ‘Tir Yahst every day.
Lucky Dates: 23, 24, 26, 30
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
23મી એપ્રિલ સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે તેથી હવે તમારી તબિયતમાં સારો સુધારો જણાશે તેમજ તબિયત સારી હોવાથી તમારા વિચારો તમે મજબૂત બનાવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જો કોઈ વ્યક્તિ તમારી સાથે કોઈ વાત કરવાની કોશીશ કરે તો તેની વાત શાંતિથી સાંભળી લેજો. તેમાં તમારો ફાયદો છે. વધુ શાંતિ રાખવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Moon’s rule till 23rd April will improve your health. You will be inclined to thinking positively. A good week financially. Listen patiently to those who share their feelings. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 27, 28, 29, 30
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી સરકારી કામમાં સફળતા નહીં મળે. વડીલ વર્ગની તબિયત ઉપર વધુ ધ્યાન આપજો. તબિયત બગડે તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. ધનનો ખર્ચ વધુ કર્યા પછી સંતોષ નહીં મળે. સુર્યને કારણે માથાના દુખાવાથી પરેશાન થશો. જો તમે પ્રાઈવેટ કામ કરતા હશો તો તમારા ઉપરી તમને પરેશાન કરશે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 30 છે.
Sun’s rule till 6th April might not be an ideal time to complete government related work. Pay attention to elder’s health. Consult a doctor if necessary. You might experience headaches. Your superiors could prove troublesome at work. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 24, 25, 26, 30
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025