કાચી કેરીનું ખાટુ અથાણું

સામગ્રી: 1 કિલો કાચી કેરી, 370 ગ્રામ ટાટાનું મીઠું, 75 ગ્રામ હળદર, 220 ગ્રામ વરીયાળી, 100 ગ્રામ મેથી, 60 ગ્રામ સુંઠ, 30 ગ્રામ મરી, 220 ગ્રામ રાઈની દાળ, 10 ગ્રામ હીંગ, 800 ગ્રામ સરસરીયાનું તેલ.

રીત: કેરીને ધોઈ કોરી કરી તેના નાના એક સરખા કકડા કરવા તેને એક તપેલામાં નાખી ઉપરનો બધો મસાલો નાખવો બરાબર હલાવવું.

સરસરિયાના તેલને ગરમ કરી ઠંડુ કરી રેડી દેવુ દિવસમાં બેથી ત્રણ વાર હલાવવું 8-10 દિવસમાં અઠાણુ તૈયાર થઈ જશે. પછી કાચની બરણીમાં ભરી લેવું. બાર મહિના રહી શકે છે.

 

About આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*