જંગલમાં એક સિંહ અને આખલા એ વાતોનો ડાયરો જમાવ્યો…
વાતો કરતાં કરતાં રાત પડી ગઈ, સિંહ ઉભો થઈ ગયો ‘ચાલ હવે હું ઘરે જાઉં છું.’
આખલો કહે ‘અરે બેસ ને યાર, મહેફિલ ખુબ સરસ જામી છે.’
સિંહ કહે ‘તારે ઠીક છે તારા ઘરે ગાય છે, મારા ઘરે તો સિંહણ છે….છોતરા કાઢી નાખે.’
***
લાલુભાઈ હજામની દુકાને ભનુભા દાઢી કરાવવા ગયા…
હજામને કીધું: લાલ્યા… ગાલમાં ઘણા ખાડા છે, ત્યાં વાળ રહી જાય છે, બરાબર દાઢી બનાવજે.
લાલ્યો: અરે બાપુ કાઈ ચિંતા કરોમાં, આ લ્યો લાકડાની ગોટી, જે બાજુ દાઢી કરૂ એ બાજુ ભરાવી રાખજો.
ભનુભાએ લાકડાની ગોટી બેઉ ગાલમા ફેરવીને લાલ્યાએ મસ્ત દાઢી બનાવી દીધી. બાપુ ગાલના ખાડા સાફ થઇ ગ્યા. બાપુ ખુશ થઇ ગયા ને કીધુ ઈ તો બધુ બરાબર પણ ગોટી ગળી ગયો હોત તો?
લાલ્યો હસતા હસતાં કહ્યું, એમાં શું, સવારે આવી ને પાછી આપી જવાની, ઘણા પાછી આપી ગ્યા છે.
આ સાંભળી….બાપુ ચાર દિ’ થી કોગળા કરી કરી ને થાકી ગ્યા છે..
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025