સ) નવજોત એટલે શું?
જ) પારસી જરથોસ્તી બાળકો સદરો અને કસ્તી ધારણ કરે તે ક્રિયા ને નવજોતની ક્રિયા કહેવામાં આવે છે.
સ) નવજોત શબ્દનો અર્થ શું થાય છે?
જ) જે વ્યક્તિ પ્રાર્થનાથી નવો પ્રારંભ કરે છે તેને નવજોત કહેવામાં આવે છે.
સ) નવજોતની ક્રિયા પહેલા બાળકોએ નાહન અથવા પવિત્ર સ્નાન કેમ કરવું પડે છે?
જ) બાહ્ય શુધ્ધિકરણ માટે બાળકોએ પવિત્ર સ્નાન કરવું પડે છે.
સ) નવજોતની ક્રિયા પહેલા બાળકોને નિરંગ અથવા પવિત્ર બળદનું મૂત્ર કેમ પીવા માટે આપવામાં આવે છે?
જ) આંતર શુધ્ધિકરણ માટે બાળકોને નવજોતની ક્રિયા પહેલા નિરંગ અથવા પવિત્ર બળદનું મૂત્ર પીવા માટે આપવામાં આવે છે
સ) નવજોતની ક્રિયા કરતા પહેલા બાળકોને દાડમના ઝાડના પાંદડા શા માટે ચાવવા આપવામાં આવે છે?
જ) સદાબહાર દાડમનું ઝાડ આત્મા અમરત્વની યાદ અપાવે છે તેથી નવજોતની ક્રિયા કરતા પહેલા બાળકોને દાડમના ઝાડના પાંદડા ચાવવા માટે આપવામાં આવે છે.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024