મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
સુર્યની દિનદશા ચાલુ થયેલી છે તેથી 4થી મે સુધીમાં સરકારી કામમાં સફળતા નહીં મળે. બેકીંગ જેવા કામમાં સંભાળજો. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. તમારા અંગત કામો કરવામાં મુશ્કેલી આવતી રહેશે. સારી ખબર આવશે તેવી આશા રાખતા નહીં. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહેવાથી ઘરવાળાથી પરેશાન થશો. સુર્યના ઉતાપાને ઓછો કરવા માટે 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણવાનું ચાલુ કરજો
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
The Sun’s rule poses impediments in government related work till 4th May. Be careful with banking matters. Take care of your elder’s health and work harder to complete important tasks. Do not lose hope. There might be misunderstandings and arguments amongst family members. To pacify the Sun, pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 16, 17, 18, 19
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા અંગત ફેમિલી મેમ્બર ઉપર ધ્યાન વધુ આપશો. તે લોકોની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ કસર નહીં મૂકો. તમારા કામ સમય પર પૂરા નહીં કરી શકશો. નાણાકીય બાબતમાં ખર્ચ વધુ કર્યા પછી તમને મુશ્કેલી નહીં આવે. તમારા રોજના કામ સારી રીતે કરી શકશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 14, 16, 19, 20 છે.
With Venus ruling over you till 14th May, pay more attention to your family’s wellbeing. Fulfil their demands. You won’t be able to complete your tasks on time. A good week ahead financially. Your routine chores will move smoothly. Make new friends. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 14, 16, 19, 20
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી તમારી રાશિના માલિક બુધના પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા વિચારોને બદલવાની કોશિશ નહીં કરો. તમારા કરેલ કામની અંદર વળતર મેળવવામાં સફળતા મળશે. અઘરા કામ તમને પૂરા કરવામાં મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી ઓપોઝિટ સેકસનો સાથ મળવાથી સેલ્ફ કોન્ફિડન્સ વધી જશે. નાણાકીય મુશ્કેલી જરાબી નહીં આવે. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
Venus’ rule till 16th June calls for staying firm on your decisions. You will be successful in your career. You will carry out your daily tasks smoothly. Support from people of the opposite gender will boost your self-confidence. Financially you will be stable. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 15, 16, 17, 18
CANCER | કર્ક: ડ.હ.
4થી મેથી તમને રાહુની દિનદશા ચાલશે તેથી તમે તમારી સામે પડેલી અગત્યની ચીજ વસ્તુ દેખાશે નહીં. તમારા નેગેટીવ વિચારોબી ખૂબ જ વધી જશે. તમે શાંતિથી બેસવા માંગતા હશો ત્યાં તમારા શત્રુઓ ખોટી રીતે તમે ઉશ્કેરાઈ જાયવ તેવા કામ કરશે. તબિયતમાં અચાનક બગાડો આવી જશે. ખાવાપીવામાં ધ્યાન આપજો. રાહુનું નિવારણ કરવા માગતા હો તો ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 16, 19, 20 છે.
Rahu’s rule till 4th May calls for you to be more aware of your surroundings. Think positively and do not give in to people who deliberately try to provoke you. Take care of your health and eating habits. Pray ‘Maha Bokhtar Nyaish’ every day.
Lucky Dates: 14, 16, 19, 20
LEO | સિંહ: મ.ટ.
છેલ્લુ અઠવાડિયું જ ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી બધાજ કામ બાજુમાં મૂકીને તે લોકોની ડિમાન્ડ પૂરી કરી લેજો. જો નાણાકીય અગવડ હોય તો તે રીતે કામ પૂરા કરજો. ગુરૂની કૃપાથી ધનની ચિંતા નહીં આવે. વડીલ વર્ગની ચિંતાઓ ઓછી થઈ જશે. જેને મનની વાત કહેવા માંગતા હો તેને કહી દેજો. ‘સરોશ યશ્ત’ની સાથે ‘મહાબોખ્તારની આએશ’ પણ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 17, 18 છે.
Last week left under Jupiter’s rule and hence strive to fulfil your family’s demands. Decide upon a financial strategy which will resolve any financial crises. Your elders will be in good health. Speak your heart out to your loved one. Pray ‘Maha Bakhtar Nyaish’ and ‘Srosh Yasht’.
Lucky Dates: 14, 15, 17, 18
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા હાથથી ચેરીટીના કામ કરી શકશો. સગા-સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળીને રહેશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ગુરૂની કૃપાથી ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળશે કે નાણાકીય ફાયદો થઈને રહેશે. શારિરીક પરેશાની દૂર થઈ જશે. થોડું ઘણું ધન બચાવવાની કોશિશ કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.
Jupiter’s rule till 23rd May enables you to do charity. Your relatives could share good news. You will be able to make new purchases for your house. You will fulfil your family’s wishes. A promotion or an increment at work is indicated. Your health will improve. Save money. Pray ‘Sarosh Yasht’ every day.
Lucky Dates: 16, 17, 19, 20
LIBRA | તુલા: ર.ત.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજના કામમાં ખૂબ કંટાળો આવશે. બીજાઓ તમારા સ્વભાવનો ફાયદો ઉપાડી લેશે. તમારા અગત્યના માણસોબી તમને કામમાં નહીં આવે. તમારા મનની વાત મનમાં રહી જશે. ઘરમાં ધણી-ધણીયાણીમાં નાની વાતમાં મતભેદ પડતા વાર નહીં લાગે. તમે સાચા હોવા છતાં તમારી સચ્ચાઈ બતાવી નહીં શકો. શનિને શાંત કરવા રોજ ‘મોટી હપ્તન યશત’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.
Saturn’s influence makes you lethargic. Others could take advantage of your nature and behaviour. Close ones might not be very helpful or supportive. Speak your heart out. There might be arguments between spouses. You might not be able to prove your honesty. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 14, 15, 18, 19
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
પહેલા ત્રણ દિવસજ બુધના દાતા બુધની દિનદશા ચાલશે તેથી 17મી પહેલા હિસાબી કામો લેતીદેતીના કામો પૂરા કરી લેજો નહીં તો 17મીથી 36 દિવસ માટે શનિની દિનદશા તમારા બધાજ કામમાં રૂકાવટ ઉભી કરાવી દેશે. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. અંગત માણસો દગો આપવામાં કોઈ કચાશ નહીં મૂકે. આજથી ‘મહેર નીઆએશ’ સાથે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 20 છે.
Mercury’s rule for the next three days calls for you to complete all your financial transactions before the 17th, from when Saturn takes over for the next 36 days. You might experience hardships in routine chores. You could fall ill. Someone might disappoint you. Pray ‘Meher Nyaish’ and ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 16, 17, 18, 20
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુધ્ધિ વાપરીને તમારા દુશ્મનને હરાવી શકશો. તમારી સાથે મિત્રોને ફાયદો કરાવી આપશો. તમે કરેલા કામમાં નાની ભુલ શોધનાર નહીં મળે. કામકાજને વધારવા માટે ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. ગામ-પરગામ જવાથી આનંદની સાથે ધનલાભ મળતા રહેશે. થોડીઘણી બચત કરીને સારી જગ્યાએ રોકાણ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 17, 19 છે.
Mercury’s rule will aid you in overpowering your enemies. Your friends will benefit, thanks to your help. Your work will be flawless. You might have to travel to expand your business. Traveling will help you find peace. Make sure you save money and invest it in the right place. Pray Meher Nyaish’ every day.
Lucky Dates: 14, 15, 17, 19
.
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લુ અઠવાડિયું જ મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી વાહન ચલાવતા હો તો વાહન ખૂબ જ સંભાળીને ચલાવજો. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. 21મીથી બુધની દિનદશા તમારા બગડેલા કામને સુધારી આપશે. ભાઈ-બહેનો સાથે ઓછું બનશે, નાની બાબતમાં તમારાથી નારાજ થઈ જશે. કોઈ બાબતનું કોઈને પ્રોમીસ આપવાની ભૂલ કરતા નહીં. ઓછુ બોલીને દિવસ પસાર કરજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 18, 19, 20 છે.
Last week left under Mars’ rule and hence be careful while driving. You could fall ill. From the 21st, Mercury’s rule will help you get your life back on track. There might be misunderstandings amongst spouses. Avoid making promises. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 16, 18, 19, 20
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
23મી એપ્રિલ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા ડિસીઝન સમજી વિચારી લેતા હશો લાંબે ગાળે ફાયદો થાય તેવા કામ કરી શકશો. ચંદ્રની કૃપાથી તમારા અટકેલા નાણા પાછા મેળવવામાં સફળ થશો. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. વિક-એન્ડમાં મિત્રને મળવાના ચાન્સ છે. તંદુરસ્તીમાં બગાડ નહીં આવે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15,16, 19 છે.
Moon’s rule till 23rd April helps you make the right decisions. Work on things that profit you in the long run. With the grace of the Moon, you will be able to retrieve your money. Fulfil your family’s wishes. A get together with friends over the weekend is indicated. Health will be fine. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 14, 15, 16, 19
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્ર જેવા શાંત અને શીતળ ગ્રહની દિનદશા ચાલશે તેથી હવે તમારે ગામ-પરગામ જવાના ચાન્સ વધી જશે. જે પણ ડિસીઝન લેશો તેમા ંસફળતા મળીને રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નવા કામ મળવાના ચાન્સ છે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે વધુ મહેનત કરવામાં પાછા નહીં પડો. મનપસંદ સાથી મળવાના ચાન્સ છે. ચંદ્રની વધુ કૃપા મેળવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
You will get a chance to travel thanks to Moon’s rule till 24th May. Your decisions will prove to be profitable. A good week financially. You might find a new job. Work harder to fulfil your family members’ wishes. You will find your ideal life partner. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 17, 18, 19, 20
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024