સરોશ યઝદ આ દુનિયામાં દાદાર અહુરમઝદના વડા પ્રધાન તરીકે દરેક ઉરવાનને તેની રહેણી કરણી પ્રમાણે કેમ આગળ વધારે છે અને તે માટે આપણે દરેક જણે સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો
હરેક ચીજ હમેશા મેળવવાના બાબમાં તે મેળવનારનો મરતબો કેવી રીતનો છે તે ઉપર આધાર રહે છે. આ એક કુદરતનો અચુક કાયદો છે. જેવી લાયકાત તેવાજ અને તેટલાંજ મરતબામાં એક માનવીને અણદીઠ શકતી મળી શકે છે. આ કાયદાને આધારેજ સરોશ યઝદ દરેક ઉરવાનની સાથે તેની પોતાની રહેણી કરણી તથા અશોઈના પ્રમાણ મુજબજ રહી શકે છે અને જો ઉરવાન અશોઈના માર્ગમાં (યાને દીની તરીકતો પાળવામાં) હોતું નથી, તો તેની સાથે સરોશ યઝદ જોઈએ તેટલા મરતબામાં યા તો બીલકુલ રહી શકતા નથી. આ કારણને લીધેજ દરેક જરથોસ્તીઓએ પોતાની જીંદગી જરથોસ્તી અશોઈની તરીકતો પાળીનેજ ગુજારવાની ખાસ જરૂર છે તે જાણવું.
સરોશ યઝદ અશોઈના મરતબા પ્રમાણે ઉરવાનને સ્તોત યાને ઉપરથી આવતા અસરે રોશનીના શ્રેષ્ઠ પ્રવાહો પહોંચાડી, ખનીરથબામી આ દુનિયાનો સંબંધ હમેશનો છોડાવી મહેરે તથા રશ્નેની મારફતે છ કેશ્ર્વરો ઉપલી આલમના વિભાગોમાંથી ચલાવીને ઉપરની નીસ્તીએ-અવ્વલની યાને રૂહાની આલમ પસાર કરાવીને આમ અવ્વલ મંઝલ પુગાડીને 3જી જીરમાની ગૃહોની આલમમાં અષની અરદીબહેસ્ત અમેશાસ્ંપદની સત્તામાં સોંપીને પછી ત્યાથી ચોકકસ લાયક મરતબાના ઉરવાનોને બેહમન અમેશાસ્પંદની મારફતે છેક અહુરમઝદ નજદીક તે રવાનને પહોંચાડી આપે છે. તેટલા માટે, મીથ્ર યાને વિચારો હમેશા કુદરતના અષના યાને રાદી વ્યવસ્થાના કાયદાનુસાર હસ્તીના માર્ગ માટેના ઉંચ રાખીને મીથ્રને લાયકના ‘માથ્ર’ જે અવસ્તાના કલામો આપણા વખ્શુરે-વખ્તશુરાન પેગામ્બર સાહેબે બક્ષેસ આપેલા છે તે એજમતી ઉત્તમ સુખશાંતિ અને આનંદ આપનારા કલામોના સ્તોત મેળવીને ‘મહેર યાને સચ્ચાઈ અખત્યાર કરીને કેશાશ યાને એકમેકનું માગતુ લેણું અદા કરવાનો બારીક કાયદો સમજીને તે મુજબ અમલ કરીને સાથે સાથે ખોરેહને લગતી નિરંગ યાને તરો લેવાની તથા પવિત્ર ખોરાક (માસ મચ્છી જેવા કોહતા નસા વગરના) ખાવાની તથા બાલ, નખ, દસ્તાન, મની વગેરે દરેક તરીકતો એક બસ્તે કુસ્તીઆન પાળે તેમજ અશોઈની જાલવણી કરે તોજ સરોશ યઝદ સાહેબની પનાહ મળે.
આપણી દરેક ન્યાએશ, યશ્ત સાથની બંદગી કરતી વખતે આપણે યઝદી સ્તોતના પ્રવાહો સાથે યજમઈદે યાને એકતાન થઈએ છીએ. આવી રીતે જ્યારે ખરેખરી અશોઈ સાથની બંદગી વખતે એક બંદગી કરનાર જરથોસ્તી યઝદો તરફથી આવતા પ્રવાહોની સાથે એકતાન થાય છે તે વખતે તે યઝદો તરફથી મળતો અહુનવરનો નાદ સંભળાવવાનું કાર્ય સરોશ યઝદ બજાવે છે. તેનું કારણ એ કે સરોશ યઝદ નીસ્તીમાં બધા અમેશાસ્પંદો-યઝદોની કુલ્યાતી ફરમાન-બરદારીનું ઉતયુઈતીનું કેહર્પ છે. બંદગી કરનાર જે કાંઈ સ્તોતનો જબા અશોઈ પરહેઝગારીથી કીધેલી અવસ્તા બંદગી દરમ્યાન કોઈબી યઝદ તરફથી મેળવે છે, તે પોતે સરોશના નાદ તરીકે તેને આવી મળે છે.
એજ પ્રમાણે આતશ બહેરામ જેવાં પાક મકાનની અંદર જ્યાં આતશ બહેરામ સાહેબને તખ્તનશીન કીધેલા હોય છે ત્યાં સરોશનો નાદ ચાલુ આવ્યા કરે છે, કારણ કે મીસ્વાને-ગાત્વે-અવ્વલ (નીસ્તીની શરૂઆત) પર મીનો કરકોનાં કુદરતી આતશ બહેરામમાં સરોશ યઝદનું તખ્ત છે, જ્યાં તેવણ સાહેબ ચાલુ બોય દે છે, યાને કે હસ્તીના મીનોઈ તેમજ જીરમાની આલમોના આતશોના પ્રવાહોને ચાલુ ઝીલીને નીસ્તી-ગેતીને બનાવીને પોષણ આપીને ટકાવીને તેઓના બુલંદ ફ્રશો-ગર્દના છેડાએ લઈ જવાની નાદર ક્રિયામાં મશગુલ રહે છે. સરોશ યઝદના આ મીનો કરકોના આતશ બહેરામની સાથે અહીં તખ્ત-નશીન થયેલા સર્વે ગેતીના આતશ બહેરામોને મરતબા મુજબ સંબંધ ચાલુ રહે છે. અને આવી રીતે આતશ બહેરામના પાક મકાનમાં સરોશનો નાદ ચાલુ આવતો હોવાથી તે મકાનમાં અશોઈ અને પરહેજગારી પાળનારે કીધેલી બંદગી ઘણીજ અસરકારક થઈ પડે છે અને આપણો અનુભવ પણ કહે છે કે આતશ બહેરામના પાક મકાનમાં બંદગી કરી આવ્યા પછી આપણને કાંઈ અજાયબ પ્રકારની અંત:કરણની ખુશાલી તથા મનની શાંતિ વગેરે માલમ પડે છે.આપણે સાધારણ રીતે સાંભળતા આવ્યા છીએ, કે સરોશ યઝદ બસારત કરે છે. ‘અહૂ’ ખીલવેલા યાને એક સાચ્ચા અંત:કરણવાલા અશોઈ પ્રમાણે ચાલનાર શખ્સને પોતાના અંત:કરણ તરફથી જે કાંઈ કુદરતમાં છે. તેનું ભાન થાય યાને કે કોઈ અમુક બાબદમાં કુદરતમાં ઉસુલ્યાતી યાને અસલમાં જે કાંઈ પડેલું છેજ તેની માહીતગારી થાય, તોજ તે ખરેખરી બસારત યાને આગમચેતી કહેવાઈ શકાય, અને આવી ખરેખરી બસારત યાને આગમચેતી કહેવાઈ શકાય અને આવી ખરેખરી બસારત સરોશ યઝદનર મારફતથી ઉરવાનના મરતબા અને તેની અમલ્યાત પ્રમાણે મળી શકે છે. એકવાર ઉરવાન અને કુદરત સરોશ યઝદની મારફતથી ગોયા એકતાન થઈને રહે છે જેને યજમઈદે થવું કહે છે. એટલે પછી કુદરતમાં જે કાંઈ અચુક કાયદાઓ કામ કરી રહ્યા છે. બસારત મેલવવા માટે, કુદરતને કાયદાઓને આપણી પોતાની મેળે સમજવા માટે તરીકતો પાળી ‘અહુ’ યાને અંત:કરણનો સ્વભાવ એટલે કુદરતમાં ખરૂ અને ખોટું શું છે તે પીછાનવાની શકતી ખીલવી ખાલેસ થઈને બાતેન મીથ્ર સાચવી અંદરખાનેના વિચારો સ્વચ્છ રાખી સરોશ યઝદનો ચાલુ ઉસુલ્યાતી સ્તોત મળતી વખતે તે ઉરવાનને કુદરતની દરેકે દરેક ક્રીયા સમજ પડી જાય છે અને તેના પોતાના રેહબર પોતાની સાથે દરેક પળે પોતાની અંદર અને આસપાસ ચાલુ હોય તેમ ઉશ્તા યાને ખરેખરી ખુશાલી તે રવાનને પ્રાપ્ત થાય છે. (ક્રમશ)
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024