તા. 1લી જુલાઈ 2018ના દિને યંગ રથેસ્તારોએ ઘરની આવશ્યક વસ્તુ તથા અનાજ આપવા ફોર્મ વિતરણ કરવાનું નકકી કરવામાં આવ્યું જે છેલ્લા ચાલીસ વરસોથી કરવામાં આવે છે.
યંગ રથેસ્તાર્સના એક સભ્યએ પારસી ટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું કે ‘વરસોથી નવા વરસના પ્રસંગે સમુદાયના લાભાર્થીઓને જરૂરિયાતોની ચીજો આપતા ગૌરવનો અનુભવ થાય છે.
મંચી કામાના ‘મેટ્રો જંકશન’માં જે છાપ્યુ છે તે બધું ખોટું છે. સત્ય બાબત નીચે પ્રમાણે છે. યંગ રથેસ્તાર્સો દર વરસે પારસી નવા વરસના એક મહિના પહેલા નવરોઝના ગીફટ પેકેટની વહેંચણી કરે છે. આ વર્ષે 5મી ઓગસ્ટ, 2018ના દિને નવરોઝ ગિફટ પેકેટની વહેંચણી કરવામાં આવશે.
યંગ રથેસ્તારની એપ્રિલ 2018ની
મીટીંગમાં આ સૂચી રજૂ કરવામાં આવી હતી.
ફોર્મની વહેંચણી કર્યાબાદ એક અઠવાડિયા પછી ભરાયેલા ફોર્મની તપાસ કરી પેકેજની વહેંચણી કરવામાં આવે છે. આ છેલ્લા 40 વરસોથી કરવામાં આવે છે. પેકેજ વહેંચણી કરવા માટે 15 દિવસ માટે હોલની બુકિંગ પણ થઈ ગયેલી હોય છે.
કોર્ટનો કેસ:
હકીકતો નીચે મુજબ છે:
દિનશા મહેતાએ દાવો કર્યો કે ઝર્કસીસ દસ્તુરે કેસ ફાઈલ કર્યો પણ તે વાત સાચી નથી.
પરવેઝ ડ્રાઈવર અને રોશન ઈરાનીએ કેસ ફાઈલ કર્યો. (જે બન્ને દિનશા મહેતાના જ માણસો હતા.)
800 ગરીબ લાભાર્થીઓને ફોર્મ વહેંચણીની તારીખ અને જગા 15 દિવસ પહેલાજ ખબર હતી. આ બે પીટીશનરો પરવેઝ ડ્રાઈવર અને રોશન ઈરાની હાઈકોર્ટમાં શનિવાર તા. 30મી જૂન 2018માં ગયા હતા જે દિવસે કોર્ટમાં રજા હતી, ઈલેકશનના 1 દિવસ પહેલા!
એકબીજી વાત આશ્ર્ચર્યજનક હતી કે અરનવાઝ મિસ્ત્રીને વોટસઅપ મેસેજ આપી કોર્ટમાં બોલાવવામાં આવ્યા. જે મેસેજ 2.08એ આવ્યો હતો અને તેની 22મીનીટ પછી એટલે 2.30 એમણે કોર્ટમાં હાજર થવાનું હતું,
મૂર્ખતાની વાત તો એ હતી કે અરનવાઝે કોર્ટમાં 30મી એપ્રિલ 2018ને દિવસે હાજર રહેવાનું હતું. (જે તારીખ બે મહિના પહેલા જતી રહી હતી જે ભૂલ હતી.)
અરનવાઝ મિસ્ત્રીએ વોટસઅપ દ્વારાજ જવાબ આપ્યો હતો એમને લાગ્યું કે જે વોટસઅપ એડવોકેટ પુરાજર ફૌજદાર (જે વિરાફ અને હોરમઝ મહેતાના બાળપણનો મિત્ર હતો) તેમને મોકલ્યો હતો. (નોટીસ જે 30મી એપ્રિલની હતી) અને કોર્ટમાં હાજર રહેવા તેઓ માટે શકય નહોતું કારણ તેઓ તેમના કુટુંબ સાથે લોનાવલામાં હતા. બીજા બે લોકોના નામ જે પીટીશનમાં હતા તેમાંથી એકની તબિયત સારી નહોતી તથા બીજા ગુજર પામ્યા હતા.
જાણવું અગત્યનું છે કે એડવોકેટ પુરાઝર ફૌજદાર અને કાઉન્સેલ ફિરોઝ ભરૂચાની ટીમ થોડા દિવસ પહેલાથી ઝર્કસીસ દસ્તુરનું પ્રતિનિધિત્વ કરે છે.
છતાં આપણે માની લઈએ કે આ લોકોનો એકબીજા સાથે કોઈ સંબંધ નથી.
અરનવાઝ મિસ્ત્રીએ એડવોકેટ પુરાઝર ફૌજદાર ને સંદેશો પાઠવ્યો કે તેઓ એજ એડવોકેટ છે જેમણે એક ઉમેદવારનું પ્રતિનિધિત્વ કરેલું તરત જ પેટીશનમાં સુધારો થયો અને ઝર્કસીસ દસ્તુર પીટીશનર નં.3 બન્યા.
અરનવાઝે પોતે મુંબઈમાં હાજર નથી એમ જણાવ્યા છતા તેમને વોટસઅપ પર બીજી નોટીસ મોકલવામાં આવી.
3.30ના મેસેજમાં એમને 4.00 વાગ્યે ન્યાયાલયના ચેમ્બર્સમાં હાજર રહેવા જણાવ્યું હતું.
પરંતુ આ બાબતનો હજુ અંત નહોતો આવ્યો. ફરી અરનવાઝે પુરાઝર ફૌજદારને યાદ કરાવ્યું કે તે મુંબઈમાં નથી અને ઓછા સમયમાં તે પહોંચી નહીં શકે.
આ બાબત ચાલુ જ રહેવા પામી…
રાત્રે 8.00 વાગ્યા પહેલા માનનીય અદાલતનો આદેશ ફરી એકવાર હતો. તેમને જણાવવામાં આવ્યું કે 9.30 વાગ્યા સુધી કોઈ વ્યક્તિ અથવા કોઈ વકીલ જે તેમનું પ્રતિનિધિત્વ કરે તે કોર્ટમાં હાજર થાય.
શનિવારે રાત્રે 9.30 વાગ્યે હાજર થવા આપવામાં આવેલી કલાક પહેલાની નોટિસ માટે કોઈ વકીલ ન મળી શકયો. ત્યારે રથેસ્તાર્સોએ બીપીપીના ટ્રસ્ટી કેરસી રાંદેરિયાને હકીકત સમજાવી કોર્ટમાં પ્રતિનિધિત્વ તરીકે હાજર રહેવા કહ્યું.
જેમ ઓર્ડરમાં લખ્યું હતું તે જસ્ટીસ કાથાવાલાએ યંગ રથેસ્તાર્સના પ્રતિનિધિને પૂછયું કે ગરીબ લોકો જે ફોર્મ લેવા આવશે તે લોકોની બીપીપી ઈલેકશન સ્ટીફિકેટની માંગણી કરશે.
રથેસ્તાર્સના પ્રતિનિધિ કેરસી રાંદેરિયા દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હતો કે પીટીશનર્સ ઝર્કસીસ દસ્તુર અને અન્ય લોકોએ તેમના આક્ષેપોનો પુરાવા તથા કોઈ સચોટતા પ્રસ્તુત કરી નહોતી. કોઈ સોગંદનામુ અથવા સાક્ષીપણ નહીં.
લોર્ડશીપ દ્વારા સૂચવવામાં આવ્યું કે યંગ રથેસ્તાર્સ બાંયધરી આપે છે કે તેઓ આવા દસ્તાવેજો માટે પૂછશે નહીં,
જો કે રથેસ્તાર્સો બાંયધરી આપવાનો ઈન્કાર કર્યો હતો? પણ શા માટે?
સૈધ્ધાંતિક બાબત તરીકે યંગ રથેસ્તાર્સ એક સાધારણ કારણને લીધે નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો.
આવા નિવેદન આપવાનો મતલબ હતો કે તેઓ લોકોને સર્ટીફિકેટ બાબત પૂછવા માટે યોજના બનાવી રહ્યા છે તો અમે શામાટે નિવેદન આપીયે?
પેરા 4ના ક્રમના રેકોર્ડ પ્રમાણે કહેવામાં આવે છે.
રાંદેરિયા જણાવે છે કે ફરિયાદીઓના આરોપો ખોટા છે. અદાલતમાં પૂછવામાં આવ્યું કે અરનવાઝ મિસ્ત્રી/ યંગ રથેસ્તાર્સ ફાઉન્ડેશન એક નિવેદન કરી શકે છે કે ફરિયાદીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે અને તેઓ ગરીબ પારસીઓને રજીસ્ટ્રેશન કાર્ડ અથવા આઈડી પ્રુફ માટે નથી પૂછવાના તથા તેઓ દાદરમાં જેબી વાચ્છા સ્કુલમાં જઈ અનાહિતા દેસાઈ અથવા બીજા કોઈ ઉમેદવારની તરફેણમાં મત આપે તેવું પણ નથી કહેવાના.
રાંદેરિયાએ ચેમ્બરમાંથી બહાર નીકળવાની તથા ફોન કોલ કરવાની મારી પાસે પરવાનજી માંગી ત્યારબાદ રાંદેરિયા પાછા ફર્યા અને અદાલતને જાણ કરી કે અરનવાઝ મિસ્ત્રી સિધ્ધાંતની બાબતમાં કોઈ નિવેદન નહીં કરે.
હુકમ પસાર કર્યા પછી તેમની માલિકીના ચેમ્બરના હાજર રહેલા તમામ લોકોને જણાવવામાં આવ્યું કે યંગ રથેસ્તાર્સ પોતાનો કાર્યક્રમ આગળ ચાલુ રાખી શકે અને કોઈપણ લાભાર્થીને રજિસ્ટ્રેશન
સર્ટીફીકેટ કે કોને મત આપવો તે બાબતમાં પણ નિર્દેશ આપવામાં નહીં આવે.
જ્યારે કાઉન્સેલ ફીરોજ ભરૂચાએ માનનીય ન્યાયાધીશને સૂચવ્યું કે પિટિશનરોને કાર્યક્રમની દેખરેખ રાખવા મંજૂરી આપવામાં આવે ત્યારે તેમની માગણી નકારી કાઢવામાં આવી હતી.
જુલાઈ 1લી – ઈલેકશનનો દિવસ
રવિવારે સવારે યંગ-રથેસ્તાર્સોને જોઈને આઘાત લાગ્યો કે બીપીપી ટ્રસ્ટી વિરાફ મહેતા 15-20 પારસી-નોનપારસી કિમત ચૂકવેલા વોલેન્ટીયર્સોને ઝર્કસીસ દસ્તુરના વતી લઈ આવ્યો હતો. હોલમાં બેઠેલા લાભાર્થીઓ પાસે આ લોકોને લઈ ગયો હતો.
તેઓને બળજબરી પૂર્વક આવેલા જોઈ યંગ રથેસ્તાર્સો બીપીપી ટ્રસ્ટી કેરસી રાંદેરિયાને હોલમાં બોલાવ્યા હતા અને ‘ટ્રસ્ટી’ વિરાફ મહેતા પોતાના ગુંડાઓને તથા વોલેન્ટિયર્સોને અહીંથી લઈ જાય એમ જણાવવામાં આવ્યું હતું. જોડીયા ભાઈઓ આસ્તાદ અને આફ્રીદ જે મંચી કામાની મર્ઝબાન કોલોનીમાં રહે છે અને તેમને ઈલેકશનના સમયમાં પોતાનું જોર દેખાડવા તથા રકમ ચૂકાવાયેલા વોલેન્ટીયર્સો પૂરા પાડવા મહેતાઓ દ્વારા પગાર ચુકવાય છે.
આ બે ભાઈઓ રૂસ્તમ બાગમાં 2011માં થયેલા ઈલેકશનના સમયે જિમી મિસ્ત્રી પર કરેલા હુમલામાં સામેલ હતા) જેઓએ રવિવાર સવારે નોન પારસી છોકરાઓ સાથે ચાર્જ સંભાળ્યો હતો. આ ગેરકાયદેસર કાર્યના વિડીયો અને ફોટાઓ સમુદાયની ચકાસણી માટે ઉપલ્બ્ધ છે.
જો કે વિરાફ મહેતાએ સારા નાગરિક રીતે વર્તન કરવાના વલણને અપનાવવાનો ઈન્કાર કર્યો હતો તથા માનનીય કોર્ટની કાનૂની દિશાને અનુસરી નહોતી. (ભુલવું ન જોઈએ કે આ યંગ રથેસ્તાર્સોનો ખાનગી કાર્યક્રમ હતો) બીપીપીના ટ્રસ્ટી કેરસી રાંદેરિયાએ ઝર્કસીસ દસ્તુરના વકીલ અને વિરાફ અને હોરમઝ મહેતાના બાળપણના મિત્ર પુરાઝર ફૌજદારને ફોન કર્યો હતો પણ તેઓએ ફોન ઉપાડયો નહતો. તેના પછી રાંદેરિયાએ મેસેજ મોકલ્યો હતો ઘણી માથાકૂટ બાદ તેઓ પુરાઝર ફૌજદાર સાથે વાત કરી શકયા હતા.
કમનસીબે અદાલતના આ અધિકારી એક વકીલ પુરાઝર ફૌજદાર જેઓ તેમના માલિકીના ચેમ્બર્સમાં હાજર હતા ત્યારે આ ‘મોનીટર કરવાની પરવાનગી’ સંપૂર્ણપણે નકારવામાં આવી હતી. આ ગેરકાયદેસર કાર્યને રોકવા માટે કોઈપણ પગલા લીધા નહોતો. દુર્ભાગ્યવશ વોલેન્ટીયર્સોની ગેન્ગે આ યંગ રથેસ્તાર્સોને તથા લાભાર્થીઓને ડરાવવા ચાલુ જ રાખ્યું હતું. જેઓ ફકત ફોર્મ લેવા માટે આવ્યા હતા જેઓ વરસોથી આવી રહ્યા છે.
છેલ્લે (દુ:ખભર્યુ સત્ય)
આ બધા લાભાર્થીઓને ગાડીમાં બેસાડી ખરેઘાટ કોલોનીમાં વોટ આપવા લઈ ગયા હતા તમે ધારી શકો છો કે તે ઉમેદવાર કોણ હતું?
તમને બિહારની યાદ અપાવે છે?
જેમ દિનશા મહેતાએ સમુદાયને મંચી કામાના ‘મેટ્રો જંકશનથી એમ જણાવવામાં આવ્યું કે ‘અનાહિતા દેસાઈના ઈલેકટ્રોલ પ્રેક્ટિસ દેખાય છે શું સાચે એવું છે?
સાચેજ મહેતાસ, દસ્તુરસ અને સન્સ? સાચેજ???
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024