વસ્તુસ્થિતિ કયારે બદલાશે? સમુદાયના લોકોના જીવન કરતા શું ટ્રસ્ટીઓના ઈગો વધુ મહત્વના છે?
પૃષ્ઠભૂમિ: વરસો પહેલા મુંબઈમાં પારસીઓ માટે બે સેનેટોરિયમ હતા. પિટીટ સેનેટોરિયમ જે કેમ્પસ કોર્નર અને ભાભા સેનેટોરિયમ, બેન્ડ સ્ટેન્ડ બાન્દરામાં આવેલું છે. દર થોડા મહિને સુમદાયના ઘર વગરના લોકો આ સેનેટોરિયમમાં અદલાબદલી કરી રહેતા હતા. એક દિવસ પિટીટ સેનેટોરિયમે પોતાના દરવાજા બંધ કરી દીધા. જેના થકી બન્ને સેનેટોરિયમમાં રહેનાર લોકો તેમના સંબંધિત સેનેટોરિયમમાંજ રોકાઈ જવું પડયું હતું. પીટીટ સેનેટોરિયમમાં રહેનારા લોકો સાથે નાણાકીય સેટલમેન્ટ કરી તેમને પુન:સ્થાપિત કરવામાં મદદ કરી પરંતુ ભાભા સેનેટોરિયમમાં રહેનારા લોકો ત્યાંજ અટવાઈ ગયા.
2001 સુધી, ભાભા પરિવારના સભ્યોએ ટ્રસ્ટનુું સંચાલન કર્યુ. ઓગસ્ટ 2001માં ભાભા સેનેટોરિયમના પછીના ટ્રસ્ટીઓએ બીપીપીના ચાર ટ્રસ્ટીઓ નિયુકત કર્યા જેમના નામ હતા સિલ્લુ કાવારાણા, દિનશા મહેતા, રૂસ્તમ તિરંદાઝ, દિનશા તંબોલી.
આ ચાર ટ્રસ્ટી પછી જૂન 2004માં પસાર થયેલા ઠરાવમાં નકકી કરવામાં આવ્યું હતું કે બીપીપીની ટ્રસ્ટીશીપ સમાપ્ત થાય ત્યારે સાથે સાથે બીપીપી ટ્રસ્ટીઓ ભાભા સેનેટોરિયમની ટ્રસ્ટીશીપમાંથી આપમેળે બહાર થઈ જશે.
તો હવે શું બદલાઈ ગયું છે?
કાર્યવાહીની બાબત તરીકે તમામ બીપીપીની ટ્રસ્ટીશીપ સમાપ્ત થતા બીજા બધા નાના ટ્રસ્ટો જેમ કે ભાભા સેનેટોરિયમ, મેજર મોરિના ટ્રસ્ટ, દાવર ટ્રસ્ટ વગેરેમાંથી પણ ટ્રસ્ટીશીપ સમાપ્ત પામશે. 2015માં બીપીપીમાં અરાજકતા વચ્ચે કાર્યભાર સંભાળ્યો. ટ્રસ્ટીઓના અંદર અંદરના મતભેદને લીધે પોલીસ કેસ થવા પામ્યા અને ચેરિટી કમિશનર દ્વારા તેમને સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો. સીઈઓ મરહુમ મેહલી કોલાહનું અવસાન થયુ અને બીજીબાજુ કાવસ પંથકીએ રાજીનામુ આપી દીધું હતું. આ અસ્તવ્યસ્ત દ્રશ્યમાં આઉટગોઈંગ ટ્રસ્ટીઝો પાસેથી રાજીનામુ લેવાનું ચૂકાઈ ગયું. જ્યારે નવા રિપોર્ટ બીપીપી બોર્ડ દ્વારા કરવામાં આવ્યા ત્યારે ભૂતકાળના ટ્રસ્ટીઓના રાજીનામા જોડાયેલા નહોતો. બધાએ રાજીનામા પર સહી કરી આપી પરંતુ એકજ ટ્રસ્ટી જે રાજીનામુ આપવા ના પાડી દીધી છે તે છે દિનશા મહેતા એવું લાગે છે કે તે આખા જીવન સુધી ટ્રસ્ટી બની રહેવા માંગે છે. હાલના બીપીપી ટ્રસ્ટીઓને બહાર રાખવા માટે તેઓ આ તકનીકી સમસ્યાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ ટ્રસ્ટીઓમાં તેમનો પોતાનો દીકરો વિરાફ મહેતા પણ છે.
આપણે આ વાત ભૂલવી નહીં જોઈએ કે 2004ના ડિકલેરેશનમાં સાત ટ્રસ્ટીઓના હસ્તાક્ષરો છે. જેમાં દિનશા મહેતાના હસ્તાક્ષર પણ છે. અને જેના પ્રમાણે બીપીપીની ટ્રસ્ટીશીપ સમાપ્ત થતા ભાભા સેનેટોરિયમની ટ્રસ્ટીશીપ પણ આપમેળે સમાપ્ત થઈ જશે અને આ માટે કાનૂની પડકાર ભવિષ્યમાં ઉઠાવવામાં આવે તો ભાભા સેનેટોયિમના લોકો વધારે મુસીબતમાં મુકાઈ જશે. ભાભા સેનેટોરિયમની મિલ્કત લગભગ એક હજાર કરોડની છે તથા તે વિસ્તાર ને ધ્યાનમાં રાખીએ તો બાન્દરાનો મૂલ્યવાન બેન્ડસ્ટેન્ડ વિસ્તાર જે સમુદ્રની નજીક આવેલો છે તથા બાજુમાં શાહરૂખ ખાનનો બંગલો પણ છે તથા બે મહેલ જેવા ઘરો અને એક નવી નિવાસી બિલ્ડિંગનો સમાવેશ થાય છે. આ કારણોના લીધે અથવા પોતાના વ્યક્તિગત લાભો માટે કદાચ આ ટ્રસ્ટીએ તેમના હોદ્દોને છોડવાનો ઈન્કાર કર્યો છે. ‘હું છુ અને તું નથી’ જેવી રમત હાલમાં દિનશા મહેતા અને વર્તમાન બીપીપીના બોર્ડ વચ્ચે રમાઈ રહી છે અને તેમના લીધે ભાભા સેનેટોરિયમમાં રહેતા લોકો મુશ્કેલીમાં ફસાયા છે.
ભગવાન ના કરે ભાભા સેનેટોરિયમમાં કંઈક ગંભીર અથવા કમનસીબ જેવા બનાવો બને તો તેના જવાબદાર કોને ગણવા?
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024