રપિથ્વન ગેહ

(ગયા અંકથી ચાલુ)
રપિથ્વન ગેહ
બપોરના લોકલ સમય 12-33થી 3 વાગ્યા સુધી બીજી હાવન ગેહ: બપોરના 12 વાગાથી તે 3 વાગ્યા સુધી. ઉજીરન ગેહમાં માંડેલુ ભણતર જો તે ગેહની આખેરી સુધીમાં પુરૂં ન થાય તો બીજી વધારાની 36મીનીટ લઈ તે અધુરૂં ભણતર પૂરૂં કરવું. આ વધારાની 36મીનીટનો કાયદો હમેશને માટે નથી. ન છુટકે કદાચ તેવું બને તોજ ઉપયોગ કરવો. સુરજ અસ્ત પામ્યા પછીની પહેલી 36મીનીટને ઉજીરનની મહેર
કહે છે.
અઈવિસ્ત્રુથ્રેમ ગેહ
સુરજ અસ્ત પામ્યા પછી 72 મીનીટ ગયા પછીથી મધરાતના લોકલ ટાઈમ યાને જે જગ્યાએ ભણતા હોઈએ તે જગ્યાના ટાઈમ 12 વાગા સુધી ગણાય છે. આ 72 મીનીટમાંની પહેલી 36 મીનીટ ઉજીરનની મહેર કહેવાય છે અને બીજી ઉજીરનની મહેર કહેવાય છે
અને બીજી 36 મીનીટ અઈવિસ્ત્રુથ્રેમની મહેર કહેવાય છે. જે વખતે દિવસ પછી રાત શરૂ થતી હોવાથી ગાશક યાને અંધકારી અસરનો વખત હોવાથી એ બીજી 36મીનીટમાં કાંઈ પણ ભણવું નહીં, કારણ કે એ વખતે બંદગીની સ્તોતની શુભ અસર કપાઈ જાય છે. કદાચ કુદરતી હાજતે જવું પડે તો માત્ર અઈવિસ્ત્રુથ્રેમ ગેહની કુશ્તીજ કરવી, બીજું કાંઈપણ કરવું નહીં. અમલવાલા મોબેદોને આ બીજી 36 મીનીટનો કાયદો લાગુ પડતો નથી, એટલે તેઓ એ 36 મીનીટ દરમ્યાન પણ ભણતર કરી શકે છે. જેમ કે ગુજર પામેલા રવાનનું 3 રાતનું સરોશનું પાતરૂ ભણાય છે તે.
ઉશહિન ગેહ
મધરાતના લોકલ ટાઈમ 12-33થી તે સુરજ ઉગવાની 36 મીનીટની અગાઉ સુધી. ઉશહિન ગેહમાં લોકલ સમય 12 વાગાથી તે 1-40 સુધી આમ યાને સાધારણ લોકોને બંદગી કરવાની સખ્ત મનાઈ છે. (યોજદાથ્રેગરો અને અમલવાલા મોબેદોને આ વખતે ક્રિયાકામ માંડવાનો તથા શરૂ કરવાનો કશો બાધ આવતો નથી.) કદાચ કુદરતી હાજતે જવું પડે તો કુસ્તી જ માત્ર કરવી, તેમજ બન્ને (યાને અઈવિસ્ત્રૂથ્રેમ અને ઉશહીનના) ગાશકના ટાઈમે ઉંઘમાં ગોસલ થાય તો તે વખતે તરીકત મુજબ નાહીને માત્ર કુસ્તી કરવી. તે સિવાય બીજું કશું ભણાય નહીં કારણ કે એ વખતે ખોરશેદનાં કીરણો પૃથ્વીપર તદ્દન આડકતરા પડતા હોવાને લીધે કુદરતમાં અસરે-તારીકીના બદ પ્રવાહોનો જોશ, જે ગાશેકને નામે, તીરેહ ગોહર-અંધકારી સરશોકને નામે ઓળખાય છે, તે ઘણો વધી જઈ પૃથ્વી ઉપર પુષ્કળ જથ્થામાં પથરાય છે.
આ ટાઈમે જાદુગરી અને બીજી બદી-ખરાબીઓનું જોર પણ ઘણું રહી શકે છે. આવા ગાશકના પ્રવાહના જોરબંધ વહેવાના ટાઈમે અવસ્તાના સ્તોત સદંતર નિર્મુળ નિરર્થક જતા હોવાથી એટલો વખત બંદગી નહીં કરવાને આમ લોકને પેગામ્બર સાહેબે ફરમાવ્યું છે. લોકલ ટાઈમ 1-40 પછી ઉશહિન ગેહની કુશ્તી કરી જે ભણવું ઘટતું હોય તે ભણવું. લોકલ ટાઈમ એટલે જે જગ્યાએ વસ્તા હોઈએ તે જગ્યાનો વખત.

Leave a Reply

*