સુપ્રસિધ્ધ ખગોળ શાસ્ત્રી કિચ્ચરને ભુગોળ-ખગોળ વિદ્યાનું પૂરેપુરૂં જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેને પ્રતિતી થઈ કે વિશ્ર્વની કોઈ બ્રહ્મ જેવી પરમ શક્તિ હાથ છે જ જ્યારે તેનો મિત્ર વિશ્ર્વને બનાવનાર પરમેશ્ર્વર જેવા કોઈ નથી તેમ માને છે. સૃષ્ટિની રચના આપોઆપ થઈ છે અને તેને કોઈએ બનાવી નથી એવો મતવાળો હતો. અનેક પ્રમાણો આપી. કિચ્ચર પોતાના મિત્રને ખગોળ વિદ્યાના આધારે ખુબ સમજાવતો. તો પણ કાર્ય, કારણ અને કર્તાનો સિધ્ધાંતમાં તે માનતો નહીં. એવા કટ્ટર નાસ્તિક માટે ઈશ્ર્વરને મનાવના ઈરાદાથી કિચ્ચર એક ભારે કીંમતનો પૃથ્વીનો નમૂનેદાર ગોળો બજારમાંથી ખરીદયો. તેના ઉપર જુદા જુદા દેશો ઉપરાંત નક્ષત્ર મંડળ ચીતરેલુ હતું. તે ગોળાને શોભા માટે દીવાન ખાનામાં ગોઠવ્યો. બીજે દિવસે તેનો મિત્ર આવી ચઢયો અને દીવાનખાનામાં શોભતા, રંગીન, ઝગમગતા પૃથ્વીના ગોળા પર પડતા જ પૂછવા લાગ્યો કે આવો અતિ સુંદર પૃથ્વીનો ગોળો કયાંથી આવ્યો? એનો માલીક કોણ છે? એની કલ્પના કોના ભેજામાંથી નીકળી, અને એ ઉત્તમ કારિગરનું નામ -ઠામ જાણવાની ઉત્કંડા જણાવી. કિચ્ચરે ઠંડે કલેજે, મંદ આવકારથી જવાબ આપ્યો કે આ ગોળો કયાંથી આવ્યો, કોણ લાવ્યો કોની માલીકીનો છે. કોણે બનાવ્યો છે એ બાબત વિશે કંઈ જાણતો નથી. હું માનું છું કે એને કોઈએ બનાવ્યો જ નથી. એ તો માત્ર દૈવી કૃપાથી અહીં આવી ચઢેલો જણાય છે. એનો કર્તા જેમ કોઈ નથી. તેમ તેનો માલિક પણ કોઈ નથી. ઉશ્કેરાઈને ઈશ્ર્વરના અસ્તિત્વ વિશે અશ્રધ્ધાળું મિત્ર બોલી ઉઠયો. નહીં નહીં મારા સાહેબ, તમે જે કારણ જણાવો છો તે બધાજ અશકય કહી શકાય. આ ગોળો ઉત્તમ કારિગરીનો નમૂનો છે અને તેનો કોઈ ધણી નથી અને તે એની મેળેજ અહીં આવી ચઢયો છે. આવી અશકય વાતો કરી મારી મશ્કરી ઉડાવો છો. કિચ્ચરે ખૂબ જ સાવધાની પૂર્વક જવાબ આપ્યો કે આ નાની નિર્જીવ વસ્તુ એક તુચ્છ ગોળો માત્ર દેવ યોગેજ નહીં હોવો જોઈએ એમ જ્યારે તમો દ્રઢતાથી માનો છો ત્યારે જ ગગન-મંડળો જે પૃથ્વી જે વિશ્ર્વ જે મહાન દૈવી શક્તિથી ઉત્પન્ન થયા છે તે માત્ર અસલ પૃથ્વીના ગોળાની નકલ છે. અસલ મોટા પૃથ્વીના ગોળાનો ઘડનાર, બનાવનાર, માલિક અને તેના ઘડનારની હસ્તિ હુન્નર મંદી, તથા અદભુત ખુદાવંદીને તમો કેવી રીતે ના પાડી શકશો? આવા સચોટ, પ્રમાણથી તેનો નાસ્તિક મિત્ર આભો બની ગયો અને વળતો ઉતર ન આવતાં તેણે સૃષ્ટિનો કર્તા ફકત ઈશ્ર્વરજ છે એમ તરત જ સ્વીકારી લીધું.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024