ગયા અંકથી ચાલુ
સૌથી સરસ બંદગી કરવાનો વખત તો પાછલી રાતના લોકલ ટાઈમ 3 વાગાથી તે બામદાદ યાને સુરજ ઉગવાની આગળની 36મીનીટ સુધીનો ઉશહિન ગેહમાં, તેમજ સુરજ ઉગવાની આગલની 36મીનીટ જે હાવનની હોશબામ યાને મહેર ગણાય છે તેમાં માંથ્રવાણી ભણવાનો ઘણોજ ઉત્તમ ગણાયેલો છે, કારણ કે એ વખતે આખા દિવસની ધાંધલ ધરપચની હવામાં થતી ધ્વનીઓની અસરો તદ્દન શાંત પડી જઈ હવામાં કુદરતી જ તએગી=સ્વચ્છ મેગ્નેટીઝમની વાતાવરણ એ ટાઈમે ખાસ પથરાયેલી હોય છે.
પૃથ્વીથી સુરજ કરોડો માઈલો દૂર છે તેથી તેના સ્વા=અણદીઠ કિરણોની રોશની પૃથ્વીપર આવી પુગતા આસરે 9મીનીટ લાગે છે. માટે જો ઘણું જ જરૂરનું કામ હોય તોજ ઉપલે કાયદે ગેહ બદલાયા પછીની તુરતની દસ મીનીટ જવા બાદ કુસ્તી કરી ભણતર ભણવું એટલે કે બપોરના 12-10 એ રપિથ્વન ગેહ તેમજ 3-10એ ઉજીરન ગેહ ન છૂટકે ભણવી. અગાઉથી એટલે બાર વાગા પછી તુરત જો ભણ્યે તો આપણને હાવનનાજ કિરણો મળે, કારણ કે કિરણોને હ્યાં આવી પુગતા તો 9 મીનીટ લાગે છે એટલે તે હાવનનાજ વાસી કિરણો આપણને મળે. આ 12 ને 10 મીનીટના અરસામાં જો હાજતે જવું પડે તો હાવન ગેહ જ પઢવી, તેમજ 3 ને 10 મીનીટના અરસામાં જવું પડે તો આગલીજ ગેહ રપિથ્વન યા બીજી હાવન જે હોય તે ગેહની માત્ર કુસ્તીજ કરવી. ખરો વખત તો ગેહ બદલાયા પછી ઉપર જણાવ્યા મુજબ પુરેપુરી 33 મીનીટ જવા દીધા પછીજ ગેહ સંપુર્ણ મરતબાની થયા પછીજ ભણવાનું શરૂ કરવાનો છે. કારણ કે નવી ગેહના સંપૂર્ણ બદલાતા સ્તોતોને 33 મીનીટ લાગે છે. માટે બનતાં સુધી આ 33 મીનીટ પછી તુરત કુસ્તી કરવી બહુ અસરકારક છે. માત્ર રપિથ્વન અને ઉજીરન ગેહોનેજ આ 10 મીનીટે કે 33 મીનીટે સંજોગ મુજબ ગેહ ભણવાનો કાયદો લાગુ પડે છે કારણ કે હાવન ગેહ તો દરરોજ ખુરશેદ ઉગવાની હમેશા 36મીનીટ અગાઉથી જ શરૂ થતી ગણાય છે. અઈવીસ્ત્રુથ્રેમ ગેહ હમેશા દરરોજ ખુરશેદ અસ્ત પામ્યા પછીની 72 મીનીટ જવા દઈને શરૂ થયેલી ગણાય છે, જ્યારે ઉશહીન ગેહ મધરાતના 12 વાગા પછી 100 મીનીટ જવા દઈને એટલે લોકલ ટાઈમ 1-40 પછીજ ભણવા માટે લેવાનો હોકમ છે, તેથી એ ત્રણ ગેહોમાં ગેહ શરૂ કરવાનો 10 કે 33 મીનીટનો ઉપર જણાવેલો કાયદો લાગુ પડતો નથી.
સવારના સુરજ ઉગવાની 36 મીનીટ અગાઉથી તે 11-20 સુધી પુર્વ દિશા તરફ મોઢું કરી ભણવું. 11-20થી તે બપોરના 12-40 સુધી દક્ષિણ દીશા તરફ મોઢુ કરી ભણવું, કારણ કે આ વખતે સુરજ દક્ષિણ દીશા તરફ રહે છે. અને એટલો વખત દાદારે-ગેહાનનો ખાસ મુબારક ગણેલો છે. બપોરના 12-40થી સુરજ અસ્ત પામે ત્યાં સુધી પશ્ર્વિમ દીશા તરફ મોઢું કરીને ભણવું. રાતના ચેરાગ (યાને કોપરેલ યા દીવેલ યા ચોખ્ખાં ઘીની બત્તી) યા મહાબોખ્તાર યા ઘેરના, અગિયારીના યા આતશે વરાહરાન (આતશ બહેરામ)ના આતશની સનમુખ ભણવું. અંધારી રાતે ઉપલી કોઈપણ ચીજ ન હોય તો દક્ષિણ દીશા તરફ મોઢું કરી ભણવું. ઉત્તર દીશામાં મહાબોખ્તાર હોય તો ઉત્તર દીશામાં પણ મોઢું કરી ભણી શકાય છે પણ તે સિવાય ઉત્તર દીશામાં મોઢુ કરી કોઈબી જગાએ ફરજિયાત બંદગી કરવાની સખત મનાઈ છે. ખોરશેદ મહેરની નીઆએશ તેમજ યશ્ત સુરજ જ્યાં હોય ત્યાં તેની સન્મુખ કરવી. (ઘણાં લોકો પાક મકાનોમાં આતશની સનમુખ કરે છે તેમ બીલકુલ ભણવું નહીં કારણ કે ખુરશેદ તો કુલ સૃષ્ટિનો શહેનશાહ છે તેથી તેનો કેબલો
સૌથી અવ્વલજ મરતબાનો રહે છે અને આતશબી સામે ખોરશેદ-મહેર કરવી એ ખોરશેદ યઝદને અપમાન કીધા બરાબર છે.
આવાંની નીઆએશ યા યશ્ત પાણીના વહેતા ઝરા, કુવા, નદી અને મહાસાગર સામેજ બનતાં સુધી નજર કરી ભણવું.
આતશની નીઆએશ જેબી આતશ આપણી નજદીક હોય તેની સનમુખ જ ભણવી.
મહાબોખ્તારની નીઆએશ જે દીશામાં ચાંદ ઉગેલા હોય તેની સામે નજર કરી ભણવું પછી ઉત્તર હોય તો કાંઈ નહી.
રપિથ્વન ગેહ ફરવરદીન મહીનાના હોરમજદ રોજથી તે મહેર મહીનાના અનેરાન રોજ સુધી તાબેસ્તાનના 7 મહીના ભણાય છે. પછીના ઝમેસ્તાનના 5) મહીના એટલે આવા મહીનાના હોરમજદ રોજથી તે છેક છેલ્લા વહીશ્તોઈશ્ત ગાથા સુધી બીજી હાવન એટલે સવારના જે હાવન ગેહ ભણીયે છીએ તેજ પાછી બપોરના બીજી હાવન ગેહ તરીકે 3 વાગા સુધી ભણવી.
ફ્રવરદીન મહીનાના હોરમજદ રોજેજ બપોરના રપિથ્વન ગેહની શરૂઆત થાય છે કે જે દિવસે રપિથ્વન ઈજવાનો અસલમાં હોકમ છે. હાલમાં ક્રિયાકામ કરનારા મોબેદો આમ યાને સાધારણ લોકોની રપિથ્વનની યજશ્ને ફ્રવરદીન મહીનાના અરદીબહેશ્ત રોજે ઈજે છે જે તદ્દન બર-વકત યાને ખરા વખતથી ઉલટુ છે, જો કે મોબેદો પોતાની ક્રિયા તો હોરમઝદ રોજની રપિથ્વનથી કરે છે.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025