(ગયા અંકથી ચાલુ)
સરોશની કુશ્તીથી તો અઈપિ શુધ્ધ થાય છે, એટલે અઈપિમાંથી વોહૂનની ગતિ નબળી થઈ જમીન તરફ ખેંચાઈ જમીનને ખાતર રૂપ થાય છે. જેમ સરોશ નીસ્તીનો જમીનદાર છે માટે નીસ્તીની જમીનને ખેડે છે તેમ સરોશની બાજ સાથની કુશ્તી તેની અઈપિની જમીનને ખેડે છે. ત્યારે અઈપિમાં કચરો કયાંથી આવ્યો? દરેક ઈન્સાનની અઈપિ એકસરખી રહેતી નથી. દરેકના તનના અનાસરોની ચઢ ઉતર ગતી મુજબ તેની અઈપિ કુદરતી રીતે જ તેવી ચઢ ઉતર ગતીની હોય છે પણ પુર્ણ એતેકાદ રાખી રોશનફેલ કરીને ખેડાવની રીત એક સરખી રહે છે. ગમે તેવી ચઢ ઉતર દરજ્જાની અઈપિ હોય તો પણ તે દરેક અઈપિ કુદરતી રીતના બધા જાતજાતના ભોગવટાઓથી વધુ સ્થળ-સુક્ષ્મ થયા કરે છે. માટે અઈપિને એક નેમેલે ધોરણે રાખવાની ખાસ અગત્ય છે કે જેથી તે અઈપિ પોતે ચેપરૂપની નહી થતાં કુદરતને મદદકર્તા થઈ શકે. જાતજાતના ભોગવટાઓ રહે છે. તે દરેક વખતે દ્રુજી ફેલાય તો તે નુકસાનકર્તા છે અને ભવિષ્યનાં દરદો-આફતોનું કારણ થઈ પડે છે, પણ દ્રુજી ગતી જો જમીનમાંની મગનાતીસથી ખેંચાઈ જમીનમાં જાય તો તે ઘણીજ લાભકારક થઈ પડે છે. તે ખાતર તરીકે જમીનને કામે લાગી જમનીમાં સ્થુળ-સુક્ષ્મ રીતની વૃધ્ધિ થઈ રહે છે. એમ દ્રુજી જમીન તરફ જો ખેચાય તો એવે કામે લાગે છે. આપણે હાજતે જવાના ભોગવટાનો દાખલો લઈએ. કુદરતી હાજત વખતે એકલા મળ-મૂત્રજ બહાર પડતા નથી તેમ બીજા જાતજાતના ભોગવટાઓ વખતે ભોગવવાની ચીજને લગતી ગતિઓનું જ કર્મ એકલું થતું નથી. પણ તેઓની સાથે સાથ શરીરમાંની ગરમી અને વિચારોનો રોહબી બહાર પડે છે. ત્યારે મળમૂત્ર જે બહાર પડે છે, તેની ગરમી અને અભડાટ તેમ શરીમાંથી ગરમી-તાદ્રુન અને વિચારોનો રોહ બહાર પડી હવાની સાથે ઘસારામાં આવે છે. જેમાંથી એક ખાતર જન્મ પામે છે. જે ખાસ્તર અઈપિની અંદર પાછી દાખલ થઈ અઈપિને જડ કરી નાખે છે. આવી ખાસ્તર સાથની ગતિને દ્રુજી કહે છે. અઈપિની અંદર દાખલ થતી આ દ્રુજી અઈપિને પોતાના સ્વભાવની કરી, બીજી બધી અઈપિઓ કે જેની સાથે તે અઈપિ રવીના સ્થાને જોરે સંબંધમાં આવે કે પાણીના વપરાશને જોરે સંબંધમાં આવે, તેઓનેબી તેવી અભડાટના સ્વભાવની એટલે ખરફસ્ત્રી ગતિની કરી નાખે છે. આ બનાવ કુદરતી રીતે થયાજ કરે છે. આમ છે માટે અઈપિનો ઘેરાવો, તે માહેલી વાતાવરણ એક સરખા માપના રહી શકતા નથી. આવી કુદરતી હાલત હરઘડીએ થતી હોવાને લીધે દ્રુજ-પરહેજની બાજો આપેલી છે એટલે દ્રુજના જોશને રોકવાની બાજો આપી છે, કે જેથી અઈપિની જમીન (ઘેરાવો) અને વાતાવરણ એક નીયમ પ્રમાણેની રહીને ઓર સુક્ષ્મ થાય. બાજોના માથ્ર ભણવાથી સ્તોતોની ગતિ અને એક આકાર થાય છે. જે આખી અઈપિને ઘેરી લે છે અને કુદરતી હાજતો વખતે ઉપર કહ્યું છે તેમ જેવી દ્રુજી ગતિઓ નીકળીને અઈપિ તરફ ધસે છે કે તુરત જ પેલા સ્તોતોની થયેલી દીવાલ સામે તે દ્રુજી અથડે છે અને સ્તોતોની ગતિથી પોતાની જાતે ખોહી બેસે છે, જેથી જમીનની આકર્ષણ કરવાની ગતિ (મગનાતીસ) તે દ્રુજીને પોતાની તરફ ખેંચીને જમીનમાં લઈ જાય છે કે જ્યાં તેનો સદઉપયોગ થાય છે. અઈપિમાં કંઈક ફેરફાર તો આટલું છતાંબી થાય છે, કે જેથી અઈપિની જમીન ઓર મજબૂત એટલે ‘ગવ અવમંદ’ થાય ખેડાય. એમ અઈપિનો કચરો સાફ થયા પછી જ કુશ્તીને જોરે તે અઈપિની જમીન ખેડાઈ શકાય છે.
(વધુ આવતા અંકે)
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025