મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
20મી સપ્ટેમ્બર સુધી બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે તેથી તમો વાણીયા જેવા બની જશો એટલે કે તમને જયાંથી ફાયદો થતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. જે પણ કામ કરતા હશો ત્યાં તમારા પોતાના કામો ખૂબ ઝડપથી પૂરા કરી લેશો. કરકસર કરી નાણાને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. બુધની કૃપાથી અંગત વ્યક્તિને સાચી સલાહ આપી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 8, 9 છે.
Mercury’s rule till 20th September demands that you pay attention to financial transactions. Keep an eye out for lucrative opportunities. You will be able to complete your tasks effectively and quickly. You are advised to invest money. Loved ones will appreciate you for your honest advice. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 4, 5, 8, 9
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
મંગળ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને નાની વાતમાં ગુસ્સો આવી જશે. તમે શાંત બેસીને તમારા કામ કરતા હશો ત્યાં તમારા દુશ્મન તમને ઈરીટેટ કરી નાખે તેવી વાત કહેશે. વાહન સંભાળીને ચલાવજો. તમારા અંગત માણસો તમારાથી દૂર રહેવાની કોશિશ કરશે. બેદરકારીથી મોટુ નુકસાન થવાની શકયતા છે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 10 છે.
Mars’ rule could make you angry. Adversaries will try to instigate you. Drive carefully. You could feel alienated from loved ones. Carelessness could cost you, so stay alert. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 5, 6, 7, 10
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી જો તમને નાની મુસાફરી કરવાનું મન થાય તો મુસાફરી આ અઠવાડિયામાં કરી લેજો. ચિંતાનો ઉપાય શોધી શકશો. મનને શાંત રાખીને તમારા અગત્યના કામો કરી શકશો. મનગમતી વ્યક્તિને પહેલા મળી લેજો. મિત્રો સાથે પ્રેમ ભાવના વધી જશે. દરરોજ 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 6, 8, 9 છે.
The Moon’s rule indicates travel. Keep calm and complete important tasks. You are advised to take the time to meet a loved one. Your relationship with friends will grow stronger. After praying 101 name, pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 4, 6, 8, 9
CANCER | કર્ક: ડ.હ.
તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા 6થી ચાલુ થશે આજનો અને કાલનો દિવસ શાંતિથી પસાર કરી લેજો. સહી સિકકાના કામ 6ઠ્ઠી પછી કરવાનું રાખજો. ઉતરતી સુર્યની દિનદશામાં તમને તમારી સામે પડેલી વસ્તુ દેખાશે નહીં. આંખે અંધારા આવી જશે. 6ઠ્ઠીથી ચંદ્રની દિનદશા 50 દિવસમાં પૂરેપૂરી સફળતા આપીને રહેશે. નાણાકીય ફાયદો થશે. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.
As the Moon’s rule begins from the 6th, try and keep calm for the next two days. Complete any legal formalities post the 6th. The Sun’s descending rule could cause upsets. However, as the Moon’s rule takes over, your life will get back on track. Growth in wealth is indicated. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 5, 6, 9, 10
LEO | સિંહ: મ.ટ.
છેલ્લા 12 દિવસજ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી બીજા કામ મૂકીને ઓપોઝીટ સેકસે આપેલા કામ પહેલા પૂરા કરજો. પૈસાના ખર્ચની પરવાહ નહીં કરો. મનગમતી ચીજવસ્તુ જલદીથી વસાવી લેજો. ઉતરતી શુક્રની દિનદશા તમારા મનની નેક મુરાદ પૂરી કરાવીને રહેશે. ધણી-ધણીયાણીમાં તાલમેલ સારો રહેશે. નાનો ધનલાભ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9, છે.
Venus’ rule over the next 12 days calls for you to complete all pending tasks. Do not worry about expenses. Indulge in making new purchases for the house. The descending rule of Venus fulfils your wishes. Your relationship with the spouse will be steady. A growth in wealth is indicated. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 6, 7, 8, 9
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મન ગામ પરગામમાં જવાનું વિચારશે. તમારા ફાયદાની સાથે બીજાને ફાયદો અપાવશો. નવા કામ મળી જશે. જો તમે પ્રેમમાં હશો તો પ્રેમી કે પ્રેમીકા તરફથી સાથ સહકાર મેળવવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં ધન મળતા વાર નહીં લાગે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 4, 5, 7, 10 છે.
With Venus ruling you, travel is indicated. Your decisions could prove beneficial to others. Loved ones will be supportive. You will earn greater income. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 4, 5, 7, 10
LIBRA | તુલા: ર.ત.
આજ અને કાલનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બે દિવસમાં બને તો શાંતિથી કોઈ કામ કરતા હો તેમાં ધીરજ રાખીને આગળ વધજો. બાકી 6ઠ્ઠી ઓગસ્ટથી શુક્રની દિનદશા 70 દિવસ લીલા લહેર કરાવીને રહેશે. તમે જેટલા હેરાન થયા છો તેટલા સુખી થશો. તમારાથી જે વ્યક્તિ છુપાઈને ફરતી હશે તે જરૂર પડયે સામેથી મળવા આવશે તમે તેને મદદ કરી શકશો. ‘બહેરામ યઝદ’ની આરાધના સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
With Rahu ruling you for the next two days, control your temper and focus on the task at hand. 6th August onwards, Venus’ rule from helps you enjoy fun times again. The divine blesses you. A loved one could approach you for help. Along with ‘Maha Bakhtar Nyaish’ pray to ‘Behram Yazad’ as well.
Lucky Dates: 7, 8, 9, 10
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. ફેમિલીમાં તમારા મતભેદ પડી જશે. તમે સાચા હશો તો પણ ફેમીલી મેમ્બર અને મિત્રો તમને ખોટા સાબિત કરી નાખે તો નવાઈમાં પડી જતા નહીં. નાણાકીય ખેંચતાણ વધી જશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. માથા પર દેવું થવાના ચાન્સ છે. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 8 છે.
Rahu rules over you till 6th September, calling for you maintain cordial relationship with your family. You could face financial constraints. Restlessness could take over. Avoid taking loans. Pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 4, 5, 6, 8
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારી રાશિના માલિક ગ્રહ ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 24મી ઓગસ્ટ સુધી તમારા હાથથી કોઈ ભલાઈના કામ થઈ જશે. જાણતા અજાણતા સગાઓના મદદગાર થશો. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળીને રહેશે. મનને ખૂબ શાંત રાખીને કામ કરતા સફળતા મળશે. ધર્મના સ્થળે જઈ શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.
Jupiter’s rule calls for you to do good deeds. Help as many people as possible. You, in turn, will receive anonymous help. Complete your tasks peacefully. Visit your place of worship. Pray ‘Srosh Yasht; every day.
Lucky Dates: 5, 6, 9, 10
CAPRICORN | મકર: ખ.જ.
તમને ધર્મની રક્ષા કરનાર ગુરૂની દિનદશા ચાલુ થયેલી છે તેથી તમારા સ્વભાવમાં ચેન્જીસ આવી જશે. તમને ગુસ્સો આવ્યા છતાં તમે ગુસ્સો બાજુમાં મૂકશો. રોજબરોજના કામમાં ઓછામાં ઓછી ભૂલ થાય તેવા કામ કરશો. થોડીઘણી બચત કરવામાં સફળ થઈને રહેશો. કોઈ સાચા વ્યક્તિને મદદ કરી શકશો. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 7, 8 છે.
Jupiter’s rule could bring in a change in your behaviour. Control your temper. Remember, efficiency is the key to success. Save a part of your income. You could offer help to an honest person. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 4, 5, 7, 8
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
26મી ઓગસ્ટ સુધી શનિની દિનદશા ચાલશે તેથી માથાના દુ:ખાવાથી પરેશાન થતા રહેશો. શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. શનિને કારણે તમે લીધેલા ડીસીઝનમાં તમે જ ક્ધફયુજ થઈ જશો. અંગત વ્યક્તિ પારકા જેવો વહેવાર કરશે. લાલચમાં આવીને ખોટાકામ કરવાની ભૂલ કરતા નહીં. સરકારી કામોમાં સફળ નહીં થાવ. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. શનિને શાંત કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.
Saturn rules you till 26th August, causing the occasional headache. Beat the lethargy and work towards clearing confusions. A loved one could get annoyed. Avoid making wrong choices out of greed. Postpone government related work. Take care of your elders’ wellbeing. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 5, 6, 9, 10
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
20મી ઓગસ્ટ સુધી બુધ તમારા મેમરી પાવરને વધારી દેશે. તમે તમારા કામો સમજાવી પટાવીને કરી શકશો. તમારી બુધ્ધિથી તમે નાણાકીય બાબતમાં વધુ ચોકસાઈ રાખશો. ધનનો ખોટો ખર્ચ કરવામાં નહીં માનો કરકસર કરીને થોડી રકમને બચાવીને ઈનવેસ્ટમેન્ટ કરી લેશો. તબિયતમાં બગાડો હશે તો તેમાં સારો સુધારો થઈ જશે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 9, છે.
Mercury’s rule requires that you make wise decisions – think twice before taking on or executing tasks. Be vigilant about financial transactions. Avoid misusing your wealth. Try to invest money. Your health will improve. A loved one could come visiting. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 5, 6, 7, 9
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025