દાદાભાઈ નવરોજી, સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો પાયો નાખનાર દાદાભાઈ નવરોજીનો જન્મ 4થી સપ્ટેમ્બર 1825ના રોજ મુંબઈના એક ગરીબ પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ નવરોજી પાલનજી દોરડી હતું અને માતાનું નામ માણેકભાઈ હતું. દાદાભાઈ માત્ર 4 વર્ષના હતા જ્યારે તેમના પિતા અવસાન પામ્યા હતા. તેમની માતાએ જ દાદાભાઈનો ઉછેર કર્યો હતો. નિરક્ષર હોવાછતાં તેમની માતાએ તેમના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. બોમ્બેમાં એલફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી, 27 વર્ષની ઉંમરે તેઓ ગણિતશાસ્ત્રના તથા ભૌતિકશાસ્ત્રના અધ્યાપક બન્યા હતા.

1851માં તેમણે ગુજરાતી ભાષામાં રાસ્ત ગોફતાર નામના સાપ્તાહિકની શરૂઆત કરી હતી. 1885માં, બોમ્બે વિધાન પરિષદના સભ્ય બન્યા. 1886માં, ફિન્સબરી ક્ષેત્રમાંથી સંસદમાં ચૂંટાયા. તે લંડનની વિશ્ર્વ વિદ્યાલયમાં ગુજરાતીના પ્રોફેસર પણ બન્યા હતા અને 1869માં ભારત પરત આવ્યા હતા. 1886માં અને 1906માં તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનામાં દાદાભાઈ નવરોજીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ તે સમય છે જ્યારે કોંગ્રેસમાં વિચારધારાના આધારે બે જૂથો રચાયા હતા, જેને ‘ગરમ દળ’ અને ‘નરમ દળ’ કહેવામાં આવતા હતા. બન્ને પક્ષકારોની કામ કરવાની શૈલી તેમના નામ અનુસાર હતી. દરમિયાન, 1906માં, કોંગ્રેસના કોલકતા અધિવેશનની તૈયારીઓ જોરમાં ચાલુ હતી.

બંને પક્ષો અધ્યક્ષનું પદ પચાવી લેવા માટે રાજનીતી કરી રહ્યા હતા જેનાથી પોતાના પક્ષનું મહત્વ વધી જાય. આ કારણોસર એમ લાગ્યું કે વિવાદો સિવાય આ અધિવેશન પૂરૂં નહીં થાય. આ બધું જોઈને, વરિષ્ઠ કોંગ્રેસીઓ આ સંઘર્ષને કેવી રીતે અટકાવવા તેવું વિચારવા લાગ્યા?

ખૂબ વિચારણા કર્યા પછી ઉકેલ કરવામાં આવ્યો કે ઈંગ્લેન્ડમાં રહેતા દાદાભાઈ નવરોજીને ટેલીગ્રામ મોકલ્યો, કે તેઓ કોંગ્રેસની સુરક્ષા માટે ફરી એક વાર આ જવાબદારી નિભાવવા તૈયાર રહે. આ પહેલાં બે વાર તેઓ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકયા હતા. શરતો જોતાં, દાદાભાઈ તૈયાર થઈ ગયા અને 71 વર્ષની વયે તેઓ કોંગ્રેસના ત્રીજી વખત પ્રમુખ બન્યા હતા.

હવે તેમના ખભા પરની સૌથી મોટી જવાબદારી બંને પક્ષોને એકસાથે કરવાની હતી જેથી બ્રિટીશરો વિરૂધ્ધ તેઓ લડી શકે. દાદાભાઈ બંને પક્ષોને સહમત કરી શક્યા કે સંજોગો પ્રમાણે, બન્નેના  વલણ અપનાવવાની જરૂર છે.

દાદાભાઈનો બધા જ આદર કરતા હતા તેથી તેઓ તેમના મતને સમજી શકયા અને પરિણામ એ હતું કે બંને પક્ષોના આગેવાનોએ સ્વીકારી લીધું કે સમાન અભિગમ અપનાવવા હંમેશા શક્ય ન હતું અને બન્ને પક્ષો એકબીજાની વિચારધારાની જરૂરિયાત સમજવા લાગ્યા. આમ, કોંગ્રેસમાં દાદાભાઈ નવરોજીના પ્રયત્નો સાથે એકતા આવી જે ભંગાણની ધાર પર પહોંચી ગઈ હતી.

દાદાભાઈ નવરોજીએ ‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સૌ પ્રથમ દેશને ‘સ્વરાજ્ય’ સૂત્ર આપ્યું હતું.  આજના આધુનિક ભારતનું નિર્માણ કરનાર દાદાભાઈ નવરોજીની જન્મજયંતિ પર તેમને શત શત પ્રણામ.

Leave a Reply

*