કેટલોક વખત વીત્યા બાદ પીરાન વજીરે સીઆવક્ષ આગળ અફ્રાસીઆબની બેટી ફીરંગીઝની તારીફ કીધી. તેણે કહ્યું કે નઅફ્રાસીઆબની બેટીઓમાં તે વડી છે અને તેણીના જેવી સુંદર ચેહરા અને બાલની બીજી કોઈ સ્ત્રી તું જોશે નહીં. કદમાં તેણી સીધ્ધાં સરવ કરતા ઉચી છે; તેણીના માથા ઉપર કાળી કસ્તુરીનું તાજ છે (એટલે તેણીના માથા પર કસ્તુરી જેવા ખુશબોદાર કાળા બાલ છે) તેણીના ચહેરા પરથી જ તેણીની હુશિઆરી અને દાનાઈ માલૂમ પડે છે અને તેણી અકકલને ગુલાબ માફક પોતાના કબજામાં રાખે છે. જો તું અફ્રાસીઆબ પાસે તેણીની માગણી કરે તો તે દુરસ્ત છે કારણ કે તેણીના જેવી ખુબસુરત સ્ત્રી કેશમીરમાં અને કાબુલમાં પણ કયાં તુને મળવાની છે? જો આવા નામાંકિત પાદશાહનો તું ખેશી થશે, તો તારૂં નુર અને કીર્તિ ઝળકતા થશે. જો તું ફરમાવે તો હું પાદશાહ આગળ એ બાબેની વાત કરૂં અને આ કામની કીર્તિ લઉ.થ સીઆવક્ષે કહ્યું કે નખોદાતાલાની એમજ મરજી હોય એમ દિસે છે જ્યારે મારી સૃજતમાં લખેલું છે કે મારે ઈરાન વતન જવું નહીં અને નહીં કૌસને કે જાલને રૂસ્તમ કે બેહરામને જંગેશાવરાનને કે ગેવને શાપુરને કે બીજા નામિચા પહેલવાનોને જોવા અને જ્યારે મારી સૃજતમાં અહીંજ રહેવાનું છે, ત્યારે તો તું જ મારો બાપ થા, અને લગ્નની ગોઠવણ કર.થ
આ સખુન સાંભળી પીરાન વજીર પાદશાહ અફ્રાસીઆબ આગળ ગયો અને સીઆવક્ષ તરફથી પેગામ કહી પાદશાહની બેટી ફીરંગીઝની તેને માટે માગણી કરી. આ વાત સાંભળી પાદશાહ વિચારમાં અને શકમાં પડયા તેણે કહ્યું કે નમને વેતારેશનાસોએ કહ્યું છે કે તારી છોકરીને પેટે છોકરો આવતરશે, તે મોટો થઈ તારૂં રાજપાટ લઈ લેશે. તે તારા મુલક ઉપર હુમલો કરશે અને તુંને હેરાન કરશે.થ એ આગાહીના ચિન્હ મને આ બાબતમાં નજરે પડે છે કે પાદશાહ કૌસ અને મારા વચ્ચેનો દુશ્મનીભર્યો સંબંધ જાણે રોશન આતશ અને પાણીનાં મોજા સમાન છે. એટલે પાણી આતશને બુજાવી નાખવા વગર રહે નહીં તેમ તે મને બુજાવી નાખે એટલે પાયમાલ કરે) ત્યારે હાથે કરી હું શું કરવા એવું ઝાડ રોપુ કે તેના કડવાં ફળ મને ચાખવા પડે?
(એટલે કોઈ દિવસે એ કૌસના બેટા સીઆવક્ષનું ફરજંદ પોતાના કુટુંબની દુશ્મની મનમાં રાખી મને હેરાન કરવા વગર રહે નહીં) પીરાને પાદશાહને કહ્યું કે નસેતારેશનાસોના શબ્દો ઉપર ધ્યાન આપી તું ચિંતાતુર ના થા, પણ તારી અકકલ આ કામમાં વાપર. સીઆવક્ષ અને તારી બેટીને પેટે જે ફરજંદ અવતરશે તે ડાહ્યું અવતરશે અને તે ઈરાન અને તુરાન વચ્ચે લડાઈને બદલે સુલેહ પાંથરશે.થ
આવી સમજાવટથી અફ્રાસીઆબ પોતાની બેટીને સીઆવક્ષને કહી સીઆવક્ષ તેથી ખુશી થયો. પીરાને સીઆવક્ષ તરફથી લગ્નની સઘળી તૈયારી કીધી અને ફીરંગીઝ માટે પોતાના ખજાનામાંથી ભેટ સોગાદ તૈયાર કીધી અને પછી અફ્રાસીઆબે પોતાની બેટીને સીઆવક્ષ સાથે રિવાજ અને દીનની ક્રિયા પ્રમાણે પરણાવી. સાત દિવસ લગ્નો રંગરાગ અને રામશની ચાલી અને સર્વ એવાં તો મોજમજાહમાં પડયા કે કોઈ એટલા દિવસ સુતા નહીં તે એટલે સુધી કે પક્ષીઓ અને માહીઓ પણ સુતા નહીં.
પછી અફ્રાસીઆબે સીઆવક્ષ માટે ઘણી ભેટ સોગાદો તૈયાર કીધી.
(ક્રમશ)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024