ઈન્સ્પેકટર એ મારો પીછો કરે છે. સાહેબ…એ..
તમે કોણ છો? કયાંથી આવો છો તમે ગભરાયેલા કેમ છો? કોણ તમારો પીછો કરે છે?
હું ખુરસી પર બેસુ સાહેબ?
બેસો.. લો પાણી પીઓ હવે માંડીને વાત કરો કે શું થયું છે?
મારૂં નામ જીયાં, હું મહિનો થયો, નહિ.. મહિનો થવામાં થોડાજ દિવસ બાકી છે. માત્ર ચાર દિવસ. હું અહીં થાણામાં આવી છું એ જાણીને મને એ લોકો જરૂર મારી નાખશે. અશ્ર્વિન જેની સાથે મારા લગ્ન થવાના છે બસ હવે ચાર જ દિવસ બાકી છે તે ગુન્હેગાર છે તેણે મારી સાથે છેતરપિંડી કરી છે. ઈન્સ્પેકટર, જીયાંની સુંદરતાને જોઈ જ રહ્યા ગોળમટોળ ગોરા ચહેરા પર પરસેવો નીતરતા જોતા ઈન્સ્પેકટરે પોતાની નજર હટાવી લીધી. જીયાં તેમની નજરને ઓળખી ગઈ. વાત આગળ વધારતા કહેવા લાગી, સાહેબ તમે મારી સાથે ચાલો હું એમનો રાઝ જાણી ગઈ છું એ જાણતા જ એ લોકો મને મારી નાખશે. મારી આગળની એક છોકરી સાથે અશ્ર્વિન પરણ્યો હતો પણ રંભા અને અશ્ર્વિન બન્ને પતિ-પત્ની છે, ભાઈ બહેન નહીં એવું જાણી ગયેલી સેજલને એ લોકે પોતાની નોકરાણી દેવકી સાથે મળીને ટેરેસ પરથી ઉઠાવીને નીચે ફેંકી દીધી અને સેજલે સુસાઈડ કર્યુ એવું બતાવી એ લોકને સજામાંથી મુક્તિ મળી છે.
તમે શી રીતે જાણ્યું કે એ લોકે આ રીતે સેજલને મારી છે?
અને ત્યાં કામ કરે છે એ નોકરાણીને મે એના પતિ સાથે વાત કરતા સાંભળી હતી જે દેવકી હમણાં મારો પીછો કરી રહી છે. મને બહુ દિવસથી એની ઉપર શક હતો. મે એને પેલા મોટા ઝાડની નીચે છૂપાઈ જતા જોઈ તેથી કહુ છું કે સાહેબ તમે મારી સાથે ચાલો નહીં તો એ લોક મને જરૂર પેલી સેજલની જેમ મારી નાખશે.
કેટલો વખત થયો એ વાતને? ને એ લોક કયાં રહે છે?
એ વાતને બે મહિન થયા એ લોક અહીંજ સંગ્રામ સોસાયટીમાં એ વિંગમાં સાતમે માળે રહે છે મને એ લોક સેજલની જેમ ફસાવી દેશે. પ્લીઝ પ્લીઝ તમે મારી સાથે ચાલો નહીં તો એ લોક મને જરૂર મારી નાખશે. પેલી દેવકી મને જોઈ ગઈ છે ને મને શક છે કે એ મારો પીછો કરતી હતી અને મેં એને પેલા ઝાડ પાછળ છૂપાઈ જતા જોઈ લીધી હતી.
હં, ઈન્સ્પેકટર બોલ્યા અને પછી પોતાના માણસોને કહ્યું સુધા એમની સાથે જવાની તૈયારી કરો સાથે મી. પંડીત અન કરમાકરને પણ સાથે લઈ લો.
પોલીસની ગાડી સોસાયટીથી થોડે દૂર ઉભી રહી એ લોક બધા પગપાળા ચાલીને સોસાયટીમાં પહોંચ્યા ત્યારે ઈન્સ્પકેટરે જીયાં ને કહ્યું દરવાજો ખોલીને અળગોજ રાખજો. જો જો જરાય અવાજ નહીં થાય નહીં તો એ લોકો સાવધ થઈ જશે. પણ દરવાજો અળગોજ હતો એ જોઈ ઈન્સ્પેકટર બોલ્યા દેવકી કદાચ અંદરથી દરવાજો બંધ કરવાનો ભૂલી ગઈ લાગે છે. અંદરથી દેવકીનો અવાજ સંભળાયો કે મેં જીયાંને પોલીસ સ્ટેશનમાં જતા જોઈ છે અને હું તમને ખબર આપવા આવી ગઈ.
એણે તને જોઈ નથી ને? અશ્ર્વિને કહ્યું.
ના નથી જોઈ સાહેબ,
એનો પણ નીકાલ કરવો પડશે. આજેજ રાતે કરવો પડશે.
પણ સાહેબ આ વખતે મને વધારે પૈસા જોઈશે.
તું મને બ્લેકમેલ કરે છે દેવકી?
ના સાહેબ આવા જોખમભર્યા કામના મને પૂરા પચાસ હજાર જોઈએ.
પચાસ હજાર કંઈ ગાંડી થઈ ગઈ છે?
તો પછી એને મારવા માટે બીજું કોઈ માણસ ગોતી લેજો હું પોલીસ પાસે જઈને… તું અમને પોલીસનો ડર દેખાડે છે.
ખબરદાર…પોલીસ ઈન્સ્પેકટરે અંદર માણસો સાથે દાખલ થતાં બોલ્યા પોલીસનો ડર નહીં અમે પોલીસના માણસોજ છીએ. બધાને પકડીને પોલીસે ગાડીમાં બેસાડયા.
થાણામાં જઈ ઈન્સ્પેકટરે પૂછયું તમે સેજલને શા માટે ટેરસ પરથી ફેંકી દીધી?
એ અમારો રાઝ જાણી ગઈ હતી અને અમને સોસાયટી અને સમાજમાં બદનામ કરવાની વાત કરી રહી હતી. એટલે એને મારવી પડી
કયો રાજ શાનો રાજ?
તે કોઈ બીજાના બાળકની મા બનવાની હતી.
તો તમે તેનાથી છૂટા થઈ ગયા હોત તેને મારી નાખવાની શી જરૂર હતી?
ઈન્સ્પેકટરે કેસ બનાવી તે લોકોને જેલમાં નાખ્યા અને જીયાંને જવા કહ્યું.
જીયાં બોલી પડી તમને હજુ પણ ખબર નહીં પડી ને? મારે કહેવું પડશે.. તમે લગ્ન કરશો મારી સાથે? હું રાહ જોઈશ તમારી. ઈન્સ્પેકટર રાજેશ આનંદ અને આશ્ર્ચર્યથી જોઈ જ રહ્યા જીયાં ને જતા કયાંય સુધી!!
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024