મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તબિયત માટે બેદરકાર રહેતા નહીં તમારી નાની ભૂલ પહાડ જેવી બની જશે. શનિને કારણે બેચેની વધુ લાગશે. કોઈ વ્યકિત તમને ખોટી રીતે નીચા પાડવાની કોશિશ કરશે. તમારા જે પણ કામ હોય તેમાં કામથી મતલબ રાખજો નહીં તો સામેવાળી વ્યકિત તમને ઈરીટેટ કરશે. રોજના કામ કરતા કંટાળી જશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Saturn’s rule calls for you to take care of your health. You could pay dearly for your carelessness. You could feel restless. You could feel disrespected. Stay focused on the task at hand. Avoid getting irritated. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 16, 17, 18,19
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
21મી સુધી બુધની દિનદશા ચાલશે તેથી બીજા પર વિશ્ર્વાસ રાખતા નહીં. તમારા કામ તમારી રીતે પૂરા કરજો. જે લોક પાસેથી લોન લીધેલી હોય તેમની પાસે 40-45 દિવસની મુદત માંગી લેજો. ઉતરતી બુધની દિનદશા તમને નાની બચત અને રોકાણ કરાવી આપશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 17, 19 છે.
Mercury rules you till the 21st, calling for you to maintain caution before trusting people. Infuse your winning style in all that you do. The descending rule of Mercury could help you save and invest money. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 13, 14, 17, 19
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી તમારો કોન્ફીડન્સ પાવર ખૂબ વધી જશે. લગ્ન માટે મનગમતી વ્યક્તિ મળી જશે. બુધની કૃપાથી નાની મુસાફરીનો આનંદ લઈ શકશો. સેલ્સ, લેતી-દેતીના કામ કરવાથી ફાયદો મેળવશો. તમને જે ધન મળશે તેમાંથી થોડીગણી બચત કરીને શેર-ઈનવેસ્ટમેન્ટ કે કોઈ મેટલમાં ઈનવેસ્ટ કરવાનું ભુલતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
With Mercury ruling you, your confidence will increase. Those looking to get married will find their ideal partners. Travel is indicated. Financial transactions and sales will prove to be profitable. You are advised to invest money in shares. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 14, 15, 16, 17
CANCER | કર્ક: ડ.હ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી 25મી ઓકટોબર સુધી શાંતિથી બેસી નહીં શકો. તમારો સ્વભાવ ચેન્જ થઈ જશે. નાની વાતમાં ગુસ્સે થઈ જશો. તમારા કરેલ કામ તમે જ બગાડી નાખશો. મંગળ ઘરમાં શાંતિથી નહીં રહેવા દે. ઘરવાળાનો સાથ નહીં મળવાથી વધુ પરેશાન થઈ જશોે. મંગળ તમને નાણાકીય મુશ્કેલીમાં મૂકી દેશે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 17, 18, 19 છે.
Mars’ rule could bring in difficulties till 25th October. You could get angry often. Avoid making haste. The lack of your family’s support could stress you. Financially, you could feel constraints. Pray ‘Tir Yasht’.
Lucky Dates: 14, 17, 18, 19
LEO | સિંહ: મ.ટ.
ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામ સમજી વિચારીને કરી શકશો. આવતા 14 દિવસમાં નાની મુસાફરી કરવાથી ફાયદામાં રહેશો. તમારા ઘરવાળાને તમારી વાત મનાવી લેવામાં સફળ થશો. ઘરનું વાતાવરણ આનંદી રહેશે. ચંદ્રની કૃપાથી જયાં જશો ત્યાં માપ-પાન મેળવવામાં સફળ થઈ જશો. ચંદ્રની વધુ કૃપા મેળવવા માંગતા હો તો 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણો.
શુકનવંતી તા. 13, 15, 16, 17 છે.
The Moon’s rule urges you to think twice before making decisions. Travel is on the cards. Your family will be open to your suggestions and in agreement with your decisions. You will gain peoples’ respect. After praying 101 name, pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 13, 15, 16, 17
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારે ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. તમે તમારી બુધ્ધિને વાપરીને તમારા કામને વધારી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારા મનમાં જે હોય તે વાત મનગમતી વ્યક્તિને કહી દેજો. તમારા કામ પૂરા કરીને બીજાના દિલ જીતી લેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.
The Moon’s rule will bring in opportunity for you to travel. Use your wisdom and intelligence to move forward. You could be getting a promotion. Speak openly to your beloved. Complete your tasks on time. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 14, 15, 18, 19
LIBRA | તુલા: ર.ત.
પહેલા 4 દિવસજ શુક્રની દિનદશા ચાલશે તેથી ઓપોજીટ સેકસની સાથેના સંબંધ બગડવા દેતા નહીં. 17મીથી 20 દિવસ માટે સુર્યની દિનદશા તમને દિવસે તારા બતાવી દેશે. સરકારી કામમાં પરેશાન થશો. ઉતરતી શુક્રની દિનદશા છેલ્લા દિવસ સુધી આનંદમાં રખાવશે. આવતા અઠવાડિયાથી સરકારી કામો કરતા હો તો તેમાં થોડા સમય માટે નહીં કરતા. આજથી ‘યા બેસ્તરના’ સાથે ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
Venus’ rule for the next four days calls for you to maintain cordial relationships with people from the opposite gender. From the 17th, the Sun rules you for 20 days. Avoid any government related work. The descending rule of Venus brings joy and peace. Pray ‘Ya Beshtarna’ and ‘Ya Rayomand’ 101 times, each.
Lucky Dates: 15, 16, 17, 18
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા મોજશોખને ઘટાડવા માગતા હશો તો વધી જશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. અણધારેલો ફાયદો થવાનો ચાન્સ છે. મોજશોખની ચીજ વસ્તુ ઘરમાં લઈ શકશો. ઓપોજીટ સેકસને ખુશ રાખવા માટે તમારાથી બનતી કોશિશ કરશો. નવાકામ કરવામાં મનને આનંદ મળશે. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 13, 14, 17, 19 છે.
Venus rules over you till 26th November, bringing in happiness and joy. A good week financially. A growth in wealth is indicated. Venus’ rule nudges you to make new purchases for the house. People from the opposite gender will be pleased with you. You could get to hear good news from overseas. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 13, 14, 17, 19
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને ચમકતા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજને વધારવા માટે ગામ-પરગામ જવાના ચાન્સ મળી રહેશે. તમારો ફાયદો થતો હશે ત્યાં તમે તમારા સાથીદારને ફાયદો અપાવીને રહેશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. તમે જો લગ્ન કરવા માગતા હશો તો યોગ્ય જીવનસાથી મળવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 13, 15, 16, 18 છે.
Venus’ rule will offer you travel opportunities. Focus on making profits and sharing it with your partner. You could make new friends. Those looking to get married will find their ideal partners. A good week financially. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 13, 15, 16, 18
CAPRICORN | મકર: ખ.જ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી બનતા કામ બગડી જશે. તમારા કામ પર ધ્યાન આપશો તો પણ ભુલ થવાના ચાન્સ છે. રાતના શાંતિથી સુઈ નહીં શકો. ખોટા વિચારોથી પરેશાન થશો. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 17, 18, 19 છે.
Rahu’s rule could raise obstacles in your path. Be extremely cautious to avoid errors at work. Try to stay positive. Your beloved could get upset with you. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 13, 17, 18, 19
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
25મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા અગત્યના કામ પૂરા કરી લેજો. ફેમિલી મેમ્બરના કામ પહેલા પૂરા કરી લેજો. તમારા ફેમિલી મેમ્બરની તમારી જરૂરત હશે એટલે મતભેદ નહીં થાય. નાણાકીય મુશ્કેલી નહીં આવે. નાનો ફાયદો થવાના ચાન્સ છે. ગુરૂની કૃપાથી ધનલાભની સાથે દુવા પણ મળી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
Jupiter rules you till 25th October and hence you need to complete important tasks immediately. Try and fulfil your family’s wishes. A good week financially. Growth in wealth is indicated. You are blessed. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 14, 15, 16, 17
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા 24મી નવેમ્બર સુધી ચાલશે તેથી તમને બધીજ બાબતમાં ડબલ ફાયદો મળશે. ધનને મેળવવા માટે ખોટી ભાગદોડ કરવી નહીં. સામેથી ધન મેળવવાનો સીધો રસ્તો મળી જશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. કામમાં પ્રમોશન અને પગારમાં વધારો થશે. નવા કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 15, 18, 19 છે.
Jupiter’s rule till 24th November will end up doubling your profits! You will find the perfect way to increases your income. You could meet your loved one. A new business venture could be in store for you. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 13, 15, 18, 19
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025