મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામ વીજળીવેગે પૂરા કરી શકશો. તમારી સાથે કામ કરનારના મદદગાર બની શકશો. ગુરૂ તમને મુસીબતમાં બહાર નીકળવાનો સીધો રસ્તો બનાવી દેશે. નાણાકીય બાબતમાં ધારશો તેના કરતા વધુ કમાવી શકશો. ફેમિલી પાછળ ખર્ચ કરવામાં કોઈ કસર નહીં મૂકો. વડીલવર્ગની ડિમાન્ડ પૂરી કરી શકશો. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.
Jupiter’s rule helps you complete your tasks at lightning speed. You could be helpful to your colleagues. If you are facing a problem, you will find a way out. A growth in wealth is indicated. Try and fulfil your family’s wishes. Pray ‘Srosh Yasht’ without fail.
Lucky Dates: 17, 18, 21, 22
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
છેલ્લા 9 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમારા હાથથી ખોટા ખર્ચાઓ થઈ જશે. ઘરમાં લોખંડ કે ઈલેકટ્રોનીક વસ્તુ લેવાની ભુલ કરતા નહીં. ઉતરતી શનિની દિનદશા શારિરીક તકલીફ આપી જશે. સાંધાના દુખાવાથી કે માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 19, 20, 23 છે.
Saturn’s rule over the next nine days suggests that you try to curb unnecessary expenses. Avoid purchasing electronic or metallic items. Take care of your health, especially if you suffer from joint pains or headaches. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 17, 19, 20, 23
GEMINI | મિથુન: ક.છ.ઘ.
પહેલા ત્રણ દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બધા કામ બાજુએ મૂકી પહેલા લેતીદેતીના કામો કરી લેજો. 20મીથી શનિની દિનદશા 36 દિવસ માટે તમને દિવસના તારા બતાવી દેશે. શનિ તમને રોજના કામ પણ સરખી રીતે નહીં કરવા દે. કામનો બોજો વધવાથી તબિયત બગડી જશે. ડોકટર પાછળ ખર્ચ કરવો પડશે. દરરોજ ‘મહેર નીઆએશ’ સાથે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.
Mercury rules you for the next three days, so try and complete all financial transactions immediately. Starting 20th, Saturn’s rule over the next 36 days, could bring in an element of restlessness in you. You could face obstacles in your routine work. Work related stress could make you fall ill. Consult a doctor if necessary. Pray ‘Meher Nyaish’.
Lucky Dates: 18, 19, 21, 22
CANCER | કર્ક: ડ.હ.
બુધ જેવા વાણીયા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી કામ મન લગાવીને કરી શકશો. ઘરમાં મહેમાન કે કોઈ નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. 19મી ડિસેમ્બર સુધી કામ વધારવા ખૂબ ભાગદોડ કરશો. બુધ તમને ખોટો ખર્ચ નહીં કરવા દે. બચત કરી કોઈના મદદગાર બની શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 20, 23 છે.
Mercury’s rule calls for you to complete your tasks efficiently. You could expect surprise visitors. The period till 19th September will see your business expand if your work harder. Try to keep unnecessary expenses at bay. Save money and donate some to the needy. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 17, 18, 20, 23
LEO | સિંહ: મ.ટ.
છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી ઉતરતી મંગળની દિનદશા નાનું એકિસડન્ટ કરાવી શકે છે. અચાનક પ્રેશરમાં વધારો ઘટાડો થઈ શકે છે. ઘરવાળા પર નારાજ થશો. આ અઠવાડિયામાં શેર-સટ્ટાથી દૂર રહેજો. ઘરમાં અચાનક ખર્ચ કરવો પડે. ધનનું નુકસાન થઈ શકે છે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Mars’ rule over the next one week calls for you to practice caution. Take care of your health, especially if you are suffer from blood pressure. Avoid gambling. You could expect an increase in expenses. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 19, 20, 21, 22
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લા 9 દિવસ તમે શાંતિમાં પસાર કરશો જે કામ કરશો તેને પૂરૂં કરી મૂકશો. બીજાની વાત સાંભળશો પણ કરશો તમારા મનનું. ઓપોજીટ સેકસ તરફથી ફાયદાની વાત જાણવા મળશે. ફેમિલી મેમ્બર તમારી વાત માનશે. નાનું રોકાણ કરજો. વીકેન્ડમાં ફેમિલીવાળા ખુશ થાય તેવું કામ કરશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 23 છે.
The next six days will be especially peaceful for you. Listen to people’s advice but do as your heart guides. Someone from the opposite gender will bring you good news. Your family will listen to you. You are advised to invest money. Make weekend plans to bring a smile to your family. Pray ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 17, 18, 19, 23
LIBRA | તુલા: ર.ત.
25મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા મનની નેક મુરાદ ચંદ્રની દિનદશા પૂરી કરાવશે. જે પણ કામ કરશો તે સમય પર પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. કમાવેલા નાણા સારી જગ્યાએ રોકાણ કરી શકશો. બીજાના દીલ જીતી લેવા મીઠી જબાન વાપરી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 17, 20, 21, 22 છે.
The Moon’s rule till 25th December promises to make your wishes come true! You will be able to complete your tasks on time. A good week financially – you are advised to invest money. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 17, 20, 21, 22
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને આજથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે તેથી આવતા 20 દિવસમાં સુર્ય તમને દિવસે તારા બતાવી દેશે. તમારા મગજનો પારો ઉંચો રહેશે. કામ મન વગર કરવું પડશે. બપોરના સમયમાં કંટાળો આવશે. 6ઠ્ઠી ડિસેમ્બર સુધી બહાર નીકળશો તો મુસીબતમાં આવી જશો. સરકારી કામ કરશો નહીં. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 21, 23 છે.
The Sun’s rule, starting today, could bring in stress over the next 20 days. Stay calm and focus on the task at hand. The period unto the 6th of December could land you in problems. Postpone any government related work. Pray ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 18, 19, 21, 23
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ પૂરા કરી શકશો. તમારી સાથેના લોકોને આનંદમાં રાખી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી જેટલા ધનની જરૂર હશે તેટલું મળી રહેશે. એકસ્ટ્રા કામ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 17, 20, 22, 23 છે.
Jupiter’s rule brings you lots of fun and enjoyment. You will make those around you happy. A good week financially. A growth in wealth is indicated. You are advised to work hard. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 17, 20, 22, 23
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી તમારી રાશિના માલીક મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ઓપોઝીટ સેકસનું દિલ જીતી લેતા વાર નહીં લાગે. પારકાને પોતાના બનાવી લેશો. સગાવહાલા સાથેના મતભેદને દૂર કરી શકશો. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. નવા કામથી ફાયદામાં રહેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
The period till 14th January helps you win over the affections of the opposite gender. You will share a cordial relationship with your relatives. A growth in wealth is indicated. Starting a new venture could benefit you. Pray ‘Behram Yazad’ every day.
Lucky Dates: 19, 20, 21, 22
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને 6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા દુશ્મનો તમારી પીઠ પાછળ તમને પરેશાન કરી મૂકશે. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં આવશો. કરજદારીનો બોજો વધી જશે. ખાવાપીવામાં ધ્યાન નહીં આપો તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. રાહુ નાની બીમારી મોટી તકલીફ આપી જશે. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 20, 23 છે.
Rahu’s rule till 6th December could have you experience trouble at the hands of your detractors. You could face financial constraints. Take care of your health and your eating habits. Your carelessness could cost you dearly. Pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 17, 18, 20, 23
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
છેલ્લુ અઠવાડિયું જ ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી પહેલા માથા પરનો બોજો ઓછો કરી નાખજો. આ અઠવાડિયામાં તમારા કામ સહેલાઈથી કરી શકશો. મિત્રોની મુલાકાત લેવાનું ચુકતા નહીં. વડીલ વર્ગ તરફથી દુવાઓ મળી જશે. ઘરવાળાનો સાથ સહકાર મળી જશે. ધન ખર્ચ ઓછો કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
With Jupiter ruling you over the next week, try to complete all pending, important tasks immediately. You will be able to complete your routine tasks with ease. Ask for friends’ help if need be. You have your elders’ blessings and your family will be supportive. You are advised to keep a check on your expenses. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 19, 20, 21, 22
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024