ખાંડ-સાકરને બદલે ગોળ કેમ?

આહારમાં મીઠાશ માટે સામાન્ય રીતે ખાંડ-સાકર વગેરેને બદલે ગોળને વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ અપાય છે. કેમ કે, ગોળ વાસ્તવમાં ગુણકારી છે. સામાન્ય રીતે મીઠા પદાર્થો પચવામાં ભારે હોય છે, પણ ગોળ પચવામાં હલકો રહે છે. આ એક બહુ મોટું આશ્ર્ચર્ય છે! વળી ગોળ મીઠા હોઈને પિત્તનું-સિનગ્ધ હોઈને વાયુનું ગરમ હોઈને કફનું શમન કરે છે! આમ, ગોળ ત્રિદોષહર છે. ગોળના સેવનથી શરીરમાં કોઈ દોષ ઉત્પન્ન થતો નથી. બલ્કે ત્રિદોષનું નિવારણ શકય બને છે. અમુક ખાસ સંજોગોને બાદ કરતાં કોઈ પણ વ્યક્તિને ગોળ અનુકુળ-લાભપ્રદ રહે છે. ગોળમાં વિવિધ ખનિજક્ષારો રહેલા હોય છે. જે ખાંડ-સાકરમાં રહેલા હોતા નથી. ગોળ ઉત્તમ ઔષધ છે. જેનું મહત્વ સમજી ગોળનો વધુ ઉપયોગ કરો.

About  ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*