મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મ કે ચેરીટીના કામો કરી શકશો. કોઈ વ્યક્તિના મદદગાર બની તેની ભલી દુવાઓ મેળવી લેશો. ગુરૂની કૃપાથી નાણાકીય બાબતમાં ચિંતા નહીં આવે જેટલું જોઈએ તેટલબશ કમાવી લેશો. ફેમિલીમાં ગેટટુગેધર થશે. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.
Jupiter’s rule nudges you to do charity and religious work. People could bless you for helping them. A good week financially. You could plan a family get-together. Good news from overseas will grace you. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 1, 2, 5, 6.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી જાન્યુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમે જો લગ્ન કરવા માગતા હશો તો જીવનસાથી મળી જશે. જૂના કામો કરતા સફળતા મળશે. ગુરૂની કૃપાથી સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. નાણાકીય બાબતમાં ચિંતા નહીં આવે. નવા કામો મેળવશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 5, 6, 7 છે.
Jupiter’s rule till 22nd January could help you find your ideal life partner. Success is on the cards. Your self-confidence will increase. A good week financially. You could find new job opportunities. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 3, 5, 6, 7.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમને નાની બાબતમાં કંટાળો આવશે. રોજના કામ સમય પર પૂરા નહીં કરી શકો. જ્યાં ખર્ચ કરવાનો હશે ત્યાં ખર્ચ નહીં કરી શકો. માથાના દુખાવાથી કે પગના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Saturn rule could bring on a feeling of restlessness. Try to complete your tasks on time. There could be an increase in expenses. Take care of your health, especially if you have headaches. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 4, 5, 6, 7.
CANCER | કર્ક: ડ.હ.
19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમે નોકરી કરતા હશો તો માન-ઈજ્જત વધી જશે. નાણાકીય ફાયદો મળી જશે. બુધ્ધિ વાપરી તમારા દુશ્મનને હરાવી શકશો. ફેમિલી મેમ્બરની ચિંંતા દૂર કરી શકશો. મહેમાનની અવરજવર વધી જશે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 4, 6 છે.
Mercury rules you till 19th December bringing in respect from colleagues. A growth in wealth is indicated. Use your intelligence to complete your tasks. Avoid stressing about your family’s wellbeing. You could have guests visiting you. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 1, 2, 4, 6.
LEO | સિંહ: મ.ટ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે ભવિષ્યનો વિચાર કરી ઈનવેસ્ટમેન્ટ પર ધ્યાન આપશો. મિત્રોની મદદ લઈ શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. કામકાજને વધારવા માટે ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 4, 6 છે.
Mercury’s rule nudges you to invest money for the future. Your friends will be helpful. A good week financially. You could be looking at travel to expand your business. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 1, 2, 4, 6.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
24મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે નાની બાબતમાં ચીડીયા બની જશો. મંગળ તમને શાંત બેસવા નહીં દે. ઘરમાં ભાઈ બહેન તમારો સાથ નહીં આપે. કોઈપણ ડીસીઝન લેવા પહેલા દસ વાર વિચાર કરજો. નેગેટીવ વિચારોને લીધે ઉંઘ નહીં આવે. અંગત માણસો દગો આપશે. મંગળને શાંત રાખવા માટે ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.
Mars’ rule extends till 24th December, so try and control your temper. You could feel restlessness. Your siblings might not be supportive. Think twice before making any decisions. Try and stay positive. Avoid trusting people blindly. Pray ‘Tir Yasht’.
Lucky Dates: 2, 3, 4, 5.
LIBRA | તુલા: ર.ત.
26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી હરવા ફરવાનું વધી જશે. કામકાજ વધારવા માટે ઘરની બહાર રહેવાના ચાન્સ છે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ચંદ્રની કૃપાથી લીધેલા ડીસીઝન ચેન્જ નહીં કરશો. નાનુ રોકાણ કરવાથી ભવિષ્યમાં ફાયદો થશે. ઘરવાળાનો સાથ મળવાથી મુશ્કેલીભર્યા કામ સહેલા બનાવી શકશો. 101નામમાંથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 1, 4, 5, 6 છે.
Moon’s rule till 26th December calls for you to give in to the travel bug! You would be inclined towards making new purchases for the house. Avoid altering your decisions or plans. You are advised to invest money. Your family’s support will help you overcome problems. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 1, 4, 5, 6.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
6ઠ્ઠી ડિસેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી છેલ્લા 6 દિવસમાં તમારે તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. અઠવાડિયાના છેલ્લે દિવસે આરામ કરી શકશો. ઉતરતી સુર્યની દિનદશા સરકારી કામમાં મુશ્કેલી આપી જશે. અઠવાડિયામાં સરકારી કામો કરતા હો તો થોડી મુદત માગી લેજો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 12, 3, 7 છે.
The Sun’s rules till 6th December cautions you to be more conscious about your health. Postpone any government related work. You are advised to take rest this week. Pray 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 1, 2, 3, 7.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લા 15 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ધણી-ધણીયાણીની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્ેકલી નહીં આવે. ખર્ચ પર કાપ મૂકજો. ચાલુ કામમાં મુશ્કેલી નહીં આવે. સરકારી કામો આ અઠવાડિયામાં પૂરા કરજો. બેકીંગ-શેરના કામમાં ફાયદો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
Venus’ rule over the next 15 days will nudge you towards fulfilling your spouse’s wishes. A good week financially. You are advised to control your expenses. You will continue executing your routine tasks smoothly. Complete all government related work. Dealing in the share market could prove profitable. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 3, 4, 5, 6.
CAPRICORN | મકર: ખ.જ.
શુક્રની દિનદશા 14મી જાન્યુઆરી સુધી ચાલશે તેથી તે જે ધારશો તે કામમાં સફળતા મળશે. શુક્રની કૃપાથી તમારા ઘરમાં ચેન્જીસ કરી શકશો. નાણાકીય ચિંતા નહીં આવે. શુક્ર તમારા ખર્ચને ઓછો નહીં થવા દે. ગામ-પરગામ જવાથી આનંદમાં વધારો થશે. નવા પાર્ટનર મળવાના ચાન્સ છે. મહેનત કરવાથી સારૂં ફળ મળી શકશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 2, 3, 5, 7 છે.
Venus’ rule till 14th January helps you complete your tasks on time. You could bring about pleasant alterations at home. Travel is indicated. You could find your ideal partner. Your hard work will bear fruit. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 2, 3, 5, 7.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લા 6 દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી એક આખુ અઠવાડિયું કોઈ સાથે વાતચીત કરતા નહીં. બીજાનું સારૂ કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. શરીર માટે બેદરકાર રહેતા નહીં. કોઈ તમારી સાથે ચીટીંગ ન કરી જાય તે વાત ધ્યાનમાં રાખજો. અઠવાડિયાના છેલ્લા દિવસથી શાંતિ મળવાની શરૂ થઈ જશે. છેલ્લા અઠવાડિયામાં ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 3, 5, 6, 7 છે.
Rahu rules you over the next six days, so try to avoid interacting excessively with others. Stay alert as you could get into trouble. Take care of your health. Be cautious to ensure you do not get swindled or cheated. The last day of the week will be peaceful. Pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 3, 5, 6, 7.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે સીધુ બોલશો તો પણ તમારા દુશ્મન તમને તકલીફ આપશે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. જૂના પૈસા પાછા આવશે તેવી આશા રાખતા નહીં. કોઈ વસ્તુ ખોવાઈ જવાના ચાન્સ છે. માથા પરનો બોજો વધતો જશે. દુશ્મનો તમને હેરાન કરશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 3, 4, 5 છે.
Rahu’s rule could cause trouble with people you don’t get along with. You beloved could get upset with you. Avoid stressing too much about finances. Take care of your valuables. Try to avoid getting stressed. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 1, 3, 4, 5.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025