બનાના પિનવ્હીલ

સામગ્રી: 1 કપ ઘઉંનો લોટ, 6 કાચા કેળા, 2 ચમચી ખાંડ, આદું, મરચાની પેસ્ટ, અર્ધો કપ કોથમીર સમારીને, 2 લીંબુનો રસ, 1 ચમચી તજ, લવિંગનો ભૂકો,મીઠું, 1 ચમચી તલ, અર્ધુ નાળિયેરનું ખમણ, 2 ચમચી શિંગદાણાનો ભૂકો, તળવા માટે તેલ.
રીત: કેળા બાફી લઈ છાલ ઉતારી છુંદી આંદુ લસણ મરચા, ખાંડ, લીંબુ, કોથમીર, મીઠું, તજલવિંગનો ભૂકો નાખી બરાબર મિક્સ કરવું શિંગદાણાનો ભૂકો ને તલ નાખવા. ઘઉંના લોટમાં મીઠું, તેલનું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો. બરાબર મસળી લુઆ કરી લઈ પાતળી રોટલી વણવી. એક રોટલી ઉપર માવો પાથરવો. ઉપર બીજી રોટલી મૂકી બરાબર બંધ કરવું. ટાઈટ ગોળ પીનવ્હીલ (રોલ) વાળવો. સ્લાઈસ કટ કરવી ગરમ તેલમાં તળી નાળિયેરનું ખમણ, કોથમીર ભભરાવવા. દહી અને ગળી, લીલી ચટણી સાથે પીરસવા.

About  મરહુમ આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*