ભારત સરકાર દ્વારા વર્ષ 2019 માટે આપણા સમુદાયના સુપ્રસિદ્ધ થિયેટર વ્યક્તિત્વ ધરાવતા અને બોલીવુડ અભિનેતા, પારસી થિયેટરના આયકન દિન્યાર કોન્ટ્રાકટરને દેશના ઉચ્ચ સન્માન પૈકી એક, પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પારસી અને ગુજરાતી થિયેટરમાં તેમના વ્યાપક યોગદાનને માન્યતા આપવા માટે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.
આ ગૌરવંતા પ્રસંગે પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં, દિન્યાર કોન્ટ્રાકટરે કહ્યું, ‘હું આ સન્માન પ્રાપ્ત કરવા માટે ઉત્સુક છું અને જાહેરાત થઈ ત્યારથી અભિનંદનના ભરપુર કોલ્સ આવી રહ્યા છે! હું ભગવાન અને મારા બધા શુભચિંતકો માટે આભારી છું. મેં પુરસ્કાર માટે ક્યારેય કામ કર્યું નથી પરંતુ આ એક પ્લેઝન્ટ સરપ્રાઈઝ છે.’
દિન્યાર કોન્ટ્રાકટર હાલમાં પાઇપલાઇનનાં એક ભવ્ય શો પર કામ કરે છે જે આ વર્ષે લોન્ચ થશે.
સમુદાય માટે સલાહના શબ્દો બોલતા, તે કહે છે, ‘હિંમત ક્યારેય છોડશો નહીં! ભલે ગમે તે હોય, પ્રયત્ન કરતા રહો જયાં સુધી તમને સફળતા નહીં મળે. જો હું આ સન્માન પ્રાપ્ત કરી શકું, તો તમે પણ કરી શકો છો!’
સમુદાયની વતી, પારસી ટાઇમ્સ મહાન દિન્યાર કોન્ટ્રાકટરને અભિનંદન આપે છે!
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025