ચૂરમાના લાડુ

સામગ્રી: 250 ગ્રામ ઘઉંનો લોટ, 250 ગ્રામ ઘઉંનો જાડો લોટ, 250 ગ્રામ ઘી, 250 ગ્રામ ગોળ, 1 ટે. સ્પૂન ખસખસ, 1 ટી સ્પૂન એલચીનો ભૂકો, ચપટી જાયફળનો ભૂકો, સૂકા કોપરાનું છીણ, 2 ટે. સ્પૂન તલ, 1 વાટકી દૂધ, તળવા માટે ઘી.
રીત: બન્ને લોટ ભેગા કરી ગરમ ઘીનું મૂઠી પડતું મોણ નાંખવું. દૂધ નાખતા જઈ થોડા થોડા લોટની કણીક બાંધીને તેના મૂઠીયા વાળવા તેલ ગરમ મૂકી આ મૂઠીયા ગુલાબી તળી લેવા. મૂડિયા થોડા ઠંડા પડે એટલે ખાંડીને રવાદાર ભૂકો કરવો. લાંબા કાણાવાળી લાડુની ચાળણી વડે ચાળી લેવા. તેમા ગોળ કાપી નાખવો વધેલું ઘી હોય તે ઉમેરવું બધું મિક્સ કરીને લાડુ વાળી લેવા.

About મરહુમ આબાન તુરેલ

Leave a Reply

*