પહેલાં આપણે સંપુર્ણ જીંદગી તે શું, તે સમજીએ. સંપુર્ણ જીંદગી એટલે આપણી જીંદગીમાં આપણે જે જે ફરજોથી બંધાયા હોઈએ તે તે ફરજો બજા લાવવા સાથની જીંદગી. તે ફરજો કોણના તરફ? તે ફરજો સર્વ તરફ. સર્વ તરફ એટલે શું? તમારી આંખો ઉઘાડો, વધુ ઉઘાડો અને વધુ ઉઘાડો. તમારી આંખો બંધ કરો, વધુ બંધ કરો અને વધુ બંધ કરો. એમ કરતાં તમોને જે બી કાંઈ દેખાય તે સર્વ.
એક હાથ ઉપર દુરબીન લો. દૂરમાં દૂર જોનારી, મજબૂતમાં મજબૂત દુરબીન લો અને દૂર નજર કરો. બીજા હાથ પર સુક્ષ્મદર્શક યંત્ર લો. સુક્ષમીકમાં સુક્ષમીક પદાર્થો જોનારૂં યંત્ર લો અને નજદીકમાં નજદીક બારીકમાં બારીક ચીજો જુઓ. એ બેઉ યંત્રોથી જે દેખાય તે સર્વ. વળી તમારી આંખો જાણે બંધ કરી તમારા મનની અણદીઠ આંખે તમારા ભીતરમાં તમારા જીગરમાં તમારા હૈયામાં જુઓ વિચાર કરો. ત્યાંથી તમને જે પ્રેરણા મળે જે ભાન મલે કે તમારે ફલાણું કરવું જોઈએ, ફલાણી રીતે કામ કરવું જોઈએ તે રીતે કામ કરો. એવું ભાન તે પણ સર્વનો ખ્યાલ આપે છે. ત્યારે સર્વ તરફની એ ભાન સાથની તમારી ફરજ તમો બરાબર બજા લાવો. તે સંપુર્ણ જીંદગી અને તે સંપુર્ણ ધાર્મિક જીંદગી.
શારીરિક નજરે પડતી ચીજોની પેલી પાર પણ તમારી માનસિક તમારી આત્મિક નજર જતી હોય તો જવા દો. નહીં જતી હોય યા અકકલ સહીત ધારતા યા કલ્પતાં હોવ તે સર્વ તે આપણા સવાલના જવાબનું સર્વ. ટૂંકમાં કહીએ તો કુલ કુદરત પોતાના કર્તા યા ખાવિંદ સાથની કુદરત વધારે ખુલ્લી રીતે બોલીએ તો કુદરત અને કુદરતનો ખાવિંદ એ આપણા સવાલનાં જવાબનું ‘સર્વ’.
‘હું’, ‘તું’ અને ‘તે’ તરફની ફરજ સાથની જીંદગી તે સંપુર્ણ જીંદગી
બીજી રીતે વિચાર કરી બોલીએ તો ‘હું’ ‘તું’ અને ‘તે’ જે ત્રણ મળી, કુદરત પોતાના ખાવિંદ સાથની કુદરત બને છે તે આપણા સવાલના જવાબનું સર્વ આપણે આસરે પાંચ-છ ફીટના વિસ્તારની આ જગતની જગ્યા આપણાં કદથી રોકીએ છીએ. આવી રીતે જગ્યા રોકનાર આપણે દરેક આદમીની બહાર બોહોળી કુદરત પડી છે. દરેક આદમી, પોતાને ‘હું’ થી બોલી, પોતાથી બાહેરની સર્વ કુદરતને ‘તું’ થી બોલાવી શકે. તેના એ ‘તું’માં તેના પોતા સિવાય કુલ કુદરત સમાઈ જાય છે, પણ ફકત એવા ‘હું અને ‘તુ’માં સર્વ સમાઈ જતું નથી. હું અને તું ને પેદા કરનાર કોઈ અણદીઠ ‘તે’ છે. તે ‘તે’ ઈશ્ર્વર છે. ત્યારે હું તું અને તે તરફ, એટલે આપણાં પોતા તરફ, કુલ નજરે પડતી કુદરત તરફ અને આપણા પોતાને અને કુલ કુદરતને સરજનાર અહુરમજદ તરફ, ફરજ બજા લાવી જીંદગી ગુજારવી, તે સંપુર્ણ જીંદગી યા ધાર્મિક જીંદગી ગુજારવી ગણાય.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025