હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

પારસીઓ સાસાનીઅન જમાનામાં જે માર્ગે હજારો વહાણો રાખી વ્યાપાર કરતા હતા અને એમ જળ માર્ગે દેશે દેશ જઈને ખાસ કરીને હિન્દમાં કોલોની સ્થાપતા હતા તે બાબદ પ્રોફેસર હાદી હસનના ઈરાની નેવી ઉપરના લેખથી પુરવાર થઈ છે. વળી જળ માર્ગે ઈરાનથી હિન્દમાં અનેક દેશાગમનો થતા હતા તેની બુરહાન આનોલ્ડની ચોપડીમાં પાને 81-82 ઉપરના લખાણથી માલમ પડે છે. ત્યાં નેસ્તોરીઅન ખ્રિસ્તીઓના એક મોટા ધર્મના વડાનું કાગજ પોતાના હાથ નીચેના બીશપ ઉપર લખેલું માલમ પડે છે કે ઘણી કમનસીબી છે કે મુસ્લીમો ખ્રીસ્તીઓની માલ મિલકત જરા જરાને બહાને જપત કરતા હતા માટે ખ્રિસ્તી વસ્તી ધર્મ છોડી દેતા હતા. પારસી જરથોસ્તીઓ પર તો ખ્રીસ્તીઓ કરતા વધુ જુલમ હતો તે આ પરથી માલમ પડે છે કે પારસી માઝદયસ્નાનો અરબો સાથે સલાહ કરીને તાબે થતા હતા પણ થોડાજ વખતમાં બંડ ઉઠાવતા હતા કેમકે અરબો અસહ્ય દુ:ખો પાડતા હતા અને તેથી ઈરાની જુસ્સો દબાયેલો રહેવાને બદલે સોડાવોટરની બાટલીઓ માફક ઘડી ઘડી ફુટયા કરતો હતો. એમ બાલાધુરીના ઈતિહાસ ઉપરથી સાફ દેખાય છે કે હમદાન, કુમ, ઝન્દાવર્દ આઝરબાઈઝાન, અબરકુબાદ, રય વિગેરે દેશો ઘડી ઘડી આરબો સામે ઉઠતા હતા કે જેઓની સામે અરબ લશ્કર પુષ્કળ ખાનાખરાબી કરતું હતું. આવા કારણોને લીધે તેઓ દરીયા માર્ગે દેશાગમન કરવાનું જોમ રાખતા હતા કેમ કે રતબીલ જેવા સીહમર્દો ઈરાનીઓમાં હતા જેઓ તેઓને દોરવતા હતા. ઈરાની અખાતમાં ઉપર જોયું તેમ પુષ્કળ વહાણો રહેતા હતા અને ફ્રન્તીયર પર પારસી મરણીઆ સરદારો રહેતા એટલે જમીન તેમ જઈ માર્ગે દેશાગમનો ઘણા થતા જતા હતા.
(વધુ આવતા અંકે)

Leave a Reply

*