પારસી દેશાગમન હિન્દમાં 13 સદી ઉપર ઈરાનથી થયેલું તેની બીજી બુરહાન નામ ગ્રવણના નામો ઉપરથી કોઈબી જોઈ શકશે. આપણી દરેક ક્રીયા જે મોટી પાવીકતની હોય કે નાની હુશમોરદી હોય, તેમાં નામ ગ્રવણ રહે છે જેની અંદર પેગમ્બર સાહેબથી તેવણના ફરઝંદોથી તે મોટા પાદશાહ પહેલવાનો, દીન દસ્તુરોના નામો લેવાય છે. અને ગુજરેલાના નામો લેવાય છે. દીન દસ્તુરોના નામો જે દેવાય છે તેમાંના થોડાક ઈરાનના છેલ્લા શાહ યઝદેઝર્દ પછીના છે. પછીનું નામ ગ્રવણ નૈરયોસંઘ ધવલથી શરૂ થાય છે.
એજ પુરવાર કરે છે કે નૈરયોસંઘ પહેલા હિન્દના દસ્તુર હતા કે નહીં? જો તેવણની અગાઉના બીજા કોઈ હિન્દના દસ્તુરો હતો તો તે સાહેબોના નામો હતે. પણ તેવણની અગાઉ તો કંઈ બે ત્રણ ઈરાનના પડતે દહાડેના દસ્તુરોના નામ પછી નૈરયોસંઘનું નામ આવે છે જે હિન્દના દસ્તુરોમાંનું પહેલુ છે જેની આગળ બીજા કોઈ હિન્દના દસ્તુરોનું નામ આવતું નથી.
આ ઉપરથી કોઈબી જોઈ શકશે કે ઈરાનના દસ્તુરો પછીથી હિન્દમાં પહેલા દસ્તુર નૈરયોસંઘ હતા. એટલે હિન્દમાં આપણું દેશાગમન થયુ હતું. જો સાસાન જમાનાથી આપણે દીનના પાલન અર્થે હિન્દમાં હતે તો તે નૈરયોસંઘની અગાઉના બીજા ઘણા દસ્તુરો જેઓએ આપણને હિન્દમાં દોરવેલા તેઓના નામો હતે. પણ તેવું કંઈબી નથી. આ બધાની ઉપરથી જોઈ શકીએ છે કે કીસ્સે સંજાણનનો મૂળ મુદ્દો જે ઈરાનથી હિન્દમાં દેશાગમનનો દેખાડે છે તે પુરવાર થઈ રહે છે.
ઈરાનમાં પણ જરથોસ્તીઓ અને તેઓની દીન રહી શકશે નહીં માટે તો જરથોસ્તી દીન અને જરથોસ્તીઓનું નામ નિશાન રાખવા માટે હિન્દમાં સાહેબે દીલાન આબેદોની વસીયત પ્રમાણે સાસાની શાહી ખાનદાનના રદ મુવેદે મુવેદાન અષો નૈરયોસંઘ પોતાના અષવન હથિયારોની સાથે હિન્દમાં ગુજરાતના કિનારા ઉપર સંજાનમાં આવ્યા કે જ્યાં તેઓએ ઈરાનશાહ આતશ બહેરામના પાવ મહેલના કેન્દ્રની બરકકતી અસરોથી તેઓની શુભ કામના અને અમલથી પારસી નામ અને ધર્મ નવા રાએનીદાર શાહ બહેરામ વરઝાવંદ ભવિષ્યમાં તેને બર વખતે આવે ત્યાં લગી ટકી શકશે અને ચિથ્રેમ બુયાદની પાઝંદ બંદગીની મુરાદ ફળીબુદ થશે.
નોંધ લેવી કે છેલ્લી સાસાનીઅન શહેનશાહત વખતે કેટલાક યુરોપી લખનાર મુજબ પાંચ કરોડ ઈરાનીઓ હતા જ્યારે બીજાઓ મુજબ ઈરાન અનઈરાન મળીને 12 થી 33 કરોડ મઝદયસ્નીઓ હતા. ગમે તે હોય પણ આજે તો ઈસ્લામી થયેલા ઈરાનમાં જેઓ પોતાને ઈરાની કહેવડાવે છે તેઓ ભાગ્યેજ પોણો કરોડ ઈસ્લામી વસ્તી હોય તો પછી બાકીના બધાઓનું શું થયું એ સવાલ છે.
જવાબ એજ કે તેઓ રફતે રફતે ઈસ્લામી જાસુરીમાંથી છુટવા દુનિયા ઉપર પંથરાઈને તે ઠેકાણેની વસ્તીમાં મર્જ થઈ ગયા અને તેઓના ફરઝંદોને મઝદયસ્ની વાસ્ને નહીં મળવે તે ઠેકાણેની દીનને અખ્તયાર કરી બેઠા છે. ખુદ ઈરાનમાં સાસીઅન પડતી પછી કમમાં કમ એક કરોડ મઝદયસ્નીઓ હતા જેઓ ઓછા થઈ વર્ષોની ઉપર સફવી વંશની આખેરી અને કાજર વંશની શરૂઆત સુધીમાં લાખ્ખોની સંખ્યામાં હતા. જેઓ પછી આજે સીર્ફ દસ હજારની સંખ્યામાં રહેવા પામ્યા છે પણ ઈરાન સિવાયની બહારની દુનિયામાં મઝદયસ્ની પ્રજા અને નામ નીશાન ઉપર કહ્યું છે. તેમ ભુલાઈ ગયા છે. દરેઘોખદાતની હાશેમી શહેનશાહતની અમુક વજીરાત અને કોટવાલીઓમાં સાસાની પડતી પછી 1300 વર્ષો પછી ઈરાને નવ થઈ પછી ઈરાનની દીન જે મઝદયસ્ની જરથોસ્તી છે તે ઈરાનમાં જામશે આવી વસ્તુ સ્થિતિ થવા માટે સાસાનીયન શહેનશાહતની પડતી પછીના સૌથી દોઢસો વર્ષે ખાસ દેશાગમન થયું છે.
પડતીના 1300 વર્ષ પછી નવા રાએનીદાર શાહ બહેરામ વરઝાવંદ આવે ત્યાં સુધી તે દેશાગમન ટકે તેવું મુવેદે મુવેદાન રદ અષવન નેરયોસંઘ ધવલે દેમાવંદના સાહેબે દીલાનોની ગેબી મદદથી કરીને હિન્દમાં ગુજરાતના કાઠા પર પારસીઓને તેઓની દીન સાથે ઠરીઠામ કીધા હતા.
(વધુ આવતા અંકે)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024