પ્રિય વોટરો, વહાલી જનતા,
હું તમારા વિભાગનો સ્વતંત્ર ઉમેદવાર ઉમેશ ખટપટીયો છું, બીજા ઉમેદવારોની જેમ હું તમારી પાસે વોેટોની ભીખ નથી માગતો કે નથી ખોટા વચનો આપતો જો અત્યારે મોટા વચનો આપુ ને નેતા થયા પછી સંજોગે પુરા ન કરી શકયો તો તમારી ઉમેદો પર પાણી ફરી જશે. એવું તો આ ઉમેશ ખટપટીયો જરાયે નહીં કરે. હું જે કરવાનો છું એ હું ખુલ્લેખુલ્લુ મારા ભાષણમાં જણાવું છું.
ગાંધીજીએ અંગ્રેજોના ચુંગલમાંથી દેશને છોડાવ્યો હું ઉમેશ ખટપટીયો તમને છુટકારો અપાવીશ ખોટા વચનો આપી ગરીબોને વધુ ગરીબ કરનારા નેતાઓથી જો દેશમાં એવા નેતાઓ નહીં હોય તોજ દેશ ખુશાલ થશે.
પહેલું કામ હું શેહરોને પાછા ગામડા બનાવીશ. ખેતી અને ગૃહઉદ્યોગોને પ્રધાનતા અપાવીશ, ગાય બળદ, ભેસ અને બકરીઓનો ઉછેર વધારે પ્રમાણમાં થાય એવી યોજના અમલમાં મુકીશ, બળદ ખેતીના કામમાં આવશે.
ગાય ભેસ ને બકરીનું દૂધ, દહી, માખણથી પ્રજા બળવાન અને બુધ્ધિશાળી બનશે એવો વિશ્ર્વાસ છે. ઘોડાઓનો ઉછેર વધારીશ જેથી માણસો દેશના કોઈપણ ખુણામાં ઘોડા પર પ્રયાસ કરી શકશે. બેલગાડીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં વધારીશ જેથી દરેક સહકુકટુંબ એમાં બેસી જ્યાં જવું હોય ત્યાં જઈ શકશે. દરેક ઘરોમાં ગોબર ગેસનો જ વપરાશ થાય એવો કાયદો ઘડીશ.
બીજું અગત્યનું કામ હું કાયદામાં મોટું પરિવર્તન કરાવીશ, નાના ગુન્હેગારોને ઓછામાં ઓછા 10 ચાબુકના ફટકા અને વધારેમાં વધારે 100 ફટાકાની શિક્ષા ફરમાવીશ મોટા ગુન્હેગારોને અને ખુનીઓને કોઈ કોટ કચેરી નહીં, કોઈ અપીલ નહીં સીધી ફાસી આ કાયદાથી દેશને મોટો ફાયદો થશે ન વકીલની જરૂર, ન ન્યાયાધીશની જરૂર, ન કોટ કચેરીની જરૂર રહેશે. આવો સખ્ત કાયદો ઘડાશે ત્યારેજ ગુનાહ થતાં અટકશે અને પ્રજા સુખ શાંતિથી જીવી શકશે.
ત્રીજું કામ હું એ કરીશ ધીમે ધીમે આધુનિકતાને નાબુદ કરીશ કપડાની મિલોમાંથી ઓટોમેટીક મસીનો બંધ કરાવી વહાલી જનતા હાથ વણાટ કરી પોતાના અને કુટુંબના ખપ પુરતા કપડા જાતે તયાર કરી શકશે. જૂની પધ્ધતિની અનાજ દળવાની ઘંટીનો વિકાસ કરાવીશ જેથી દરેક ઘરમાં બાજરી, જવારી ઘઉં વગેરે જાતે જ દળીને ચોખ્ખો લોટનો ઉપયોગ કરે જાત મહેનત કરી પ્રજા સાદો અને પોષ્ટીક ખોરાક ખાવાથી કયારે માંદા નહીં પડે.
ચોથું કામ હું એ કરીશ પેટ્રોલ ને ડીઝલથી ચાલતી ગાડીઓ બંધ કરાવીશ. લોકો સવારી માટે ઘોડો સાયકલ કે બેલગાડીનો ઉપયોગ કરી શકે છે, ઘર વપરાસની વસ્તુઓ લઈ આવવા માટે હાથગાડી કે ગધેડા ઉપર સામાન મૂકીને લઈ આવી શકે છે. કાર, સ્કુટર, રીક્ષા, ટ્રક, ટેમ્પો કસાની જરૂર નહીં પડે એટલે પેટ્રોલ કે ડીઝલની પણ જરૂર નહીં પડે આમ થવાથી લોકોના પૈસા બચશે અને પેટ્રોલ, ડીઝલ આપણને બીજા દેશોથી ખરીદવો નહીં પડે.
ભારતના નાગરીકો આવી તો અસંખ્ય યોજનાઓ મારી પાસ છે. હું હવે તમારો વધુ સમય ન લેતા મારૂં ભાષણ અહીંજ સમાપ્ત કરૂં છું. છેવટે પાછું હું તમને બધાને હડાપણની વાત કહુ જો દેશને ખુશહાલ જોવો હોય તો આ ઉમેશ ખટપટીયો ને વધારામાં વધારે વોટ આપી વીજય કરો હું જ આપને શુધ્ધ ભારત આપીશ, મારૂ નામ યાદ રાખજો, મારા નામ પર સિકકો મારજો આપનો સદાકાળનો ઉમેશ ખટપટીયો.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024