મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજથી શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે તેથી છેલ્લા વીસ દિવસમાં સુર્યએ તમને જેટલા તપાવેલા હશે તેમાં શાંતિ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. નવા કામ મળવાના ચાન્સ છે. જે વ્યક્તિએ તમને નિરાશ કરેલા હશે તે સામેથી મલવા આવશે. આજથી ભુલ્યા વગર 34મુ નામ ‘યા બેસ્તરના 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 5, 8, 9 છે.
With the Moon’s rule taking over from today, you will get relief from the troublesome time you went through under the Sun’s rule, over the last twenty days. Financially, it will be a good week. You will get a chance to travel. You could find new employment. The person who had earlier been the cause of your sadness, will approach you. Pray the 34th Name ‘Ya Bestarna’ 101 times.
Lucky Dates: 4, 5, 8, 9
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી સુધી શુકની દિનદશા ચાલશે તેથી ઓપોજીટ સેકસ તરફથી સાથ સહકાર મળતો રહેશે. ખોટા ખર્ચા પર કાપ મૂકજો. ધન બચાવવાની કોશીશ કરજો. સરકારી કામ પહેલા પૂરા કરી લેજો. કુટુંબમાં સાથ સહકાર રહેવાથી રોજના કામો સારી રીતે પૂરા કરશો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ પહેલા લઈ લેજો. આજથી ભુલ્યા વગર ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. 4, 6, 7, 10 છે.
Venus’s rule till the 14th facilitates support from the opposite gender. Avoid making unnecessary expenses and try to save. Complete all government-related work as soon as possible. You will be able to complete your daily chores with continued family support. Prioritize your household purchases. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 4, 6, 7, 10
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ચમકતા મોજીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઓપોજીટ સેકસનું એટ્રેકશ વધી જશે. લગ્ન કરવા માગતા હશો તો મનપસંદ સાથીદાર મળી જશે.16મી જૂન સુધી કામ કાજ માટે ભાદોડ કરવી પડે તો કરી લેજો સફળતા મળશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી લેજો. કુટુંબને ખુશ રાખી શકશો. આજથી ભુલ્યા વગર ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. 5, 6, 8, 9 છે.
Under Venus’s rule, your attraction for the opposite gender will increase. Those looking to get married will find the companion of your choice. Till 16th June, your hectic work endeavours will bring you success. This is a good time to make new household purchases. Your family will be pleased with you. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 5, 6, 8, 9
CANCER | કર્ક: ડ.હ.
તમને આજથી શુક્ર જેવા ગ્રહની દિનદશા શરૂ થયેલી છે તેથી આવતા 70 દિવસમાં જે ધારશો તે કરીને બતાવશો. શુક્રની કૃપાથી તમારા દુશ્મન તમારૂ ખરાબ નહીં કરી શકે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. શુક્રની કૃપાથી પ્રમોશન મલવાના ચાન્સ છે. ઉપરી વર્ગનો સાથ મળવાથી કામમાં સફળતા મળશે. આજથી ભુલ્યા વગર ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. 6, 7, 8, 10 છે.
Starting today Venus’ rule stays on for the next 70 days, helping you achieve whatever you set your mind to. With the grace of Venus, your detractors will not be successful in their schemes against you. It will be a good week financially. Venus’ blessings could bring on a promotion for you. With the support of your seniors, you will experience greater success. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 6, 7, 8, 10
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે તેથી મગજનું બેલેન્સ નહીં રહે. તબિયતની સંભાળ લેજો જરૂર પડે તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. આવક કરતા ખર્ચ વધી જશે તેથી પરેશાન થશો. ઘરવાળા નાની બાબતમાં નારાજ થઈ જશે. આપેલા પ્રોમીશ પૂરા નહીં કરી શકો. અગંત વ્યક્તિ ચીટીંગ કરી જશે. આજથી ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. 4, 5, 8, 9 છે.
Lucky Dates: 4, 5, 8, 9
Rahu’s rule till 4th June could make you feel mentally restless. Take care of your health, if required consult a doctor. Your expenses could rise, compared to your income. Family members could get upset with you over minor issues. You might not be able to deliver on the promises you have made. Those close to you, could deceive you. Pray ‘Mahbokhtar Nyaish’ every day.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
4થી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી કરેલ કામમાં સેલ્ફ કોન્ફીડન્સ વધી જશે. અચાનક ધન લાભ મળશે. ફેમિલીમાં સારા પ્રસંગ આવશે. કોઈપણ બાબતમાં ફસાઈ જશો તો ગુરૂ મદદ કરશે. જે પણ ધનલાભ મળે તે ઈનવેસ્ટ કરજો. કોઈના મદદગાર બનશો. ધર્મના કામો કરી શકશો. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 6, 7, 10 છે.
Jupiter’s rule till 4th June brings a rise in your self-confidence and brings you financial gains. You will celebrate with your family. Ensure to make investments from your income. Be helpful to others. You will be inclined towards doing charity. Pray ‘Sarosh Yasht’ every day.
Lucky Dates: 4, 6, 7, 10
LIBRA | તુલા: ર.ત.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 23મી જૂન સુધી તમારા કરેલ કામમાં બીજાઓ ભૂલ નહીં શોધી શકે. ધનલાભ મળતા રહેશે. ગુરૂની કૃપાથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તબિયત ખરાબ હશે તો સચોટ ઈલાજ મળી જશે. ઘરમાં મહેમાનની અવર જવર વધી જશે. મિત્રો તરફથી મદદ મળશે. ધર્મની જગ્યાએ જવાના ચાન્સ છે. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 7, 8, 9 છે.
Under Jupiter’s rule till 23rd June, no one will be able to fault your work. Financial gains are indicated. With the blessings of Jupiter, you will be able to invest. In case of illness, you will recover soon and smoothly with medicines prescribed. You can expect visits from guests. Friends will prove helpful. You will be able to do a pilgrimage. Pray ‘Sarosh Yasht’ every day.
Lucky Dates: 5, 7, 8, 9
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી મે સુધી શનિ ડબલ રીતે પરેશાન કરશે. શનિની ઉતરતી પનોતી તમને આળસુ બનાવી દેશે. તમારૂં કામ સમયસર પૂરૂં નહીં થવાથી ઉપરી વર્ગ તમારાથી નારાજ થશે. જ્યાં ત્રણ મેળવશો ત્યાં ત્રીસનો ખર્ચ થશે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે તેથી મગજનું બેલેન્સ પણ બરાબર નહીં રહે. અગત્યના ડીસીઝન હાલમાં લેતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 9 છે.
Saturn’s rule till 24th May could end up doubling your quota of troubles. Saturn’s descending rule could make you lethargic. Missing deadlines on your work projects could invite the ire of your seniors. Your expenses could undermine your earnings – this is not a good week for you financially. Your peace will be disturbed. Avoid making any important decisions. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 4, 5, 6, 9
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મી મે સુધી બુધની દિનદશા ચાલશે તેથી આ અઠવાડિયામાં લેતી દેતીના કામો પહેલા પૂરા કરી લેજો. 18મી પછી સરકારી બાબતમાં પરેશાન થશો. ઉતરતી બુધની દિનદશા ઈનવેસ્ટમેન્ટ કરાવશે. સાથે કામ કરનાર તમને મદદ કરી શકશે. કોઈપણ કામમાં અટકશો તો મિત્ર મદદગાર થઈ જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
With Mercury’s rule till 18th May, ensure to complete all accounting related work on time. Post the 18th, government-related work could pose challenges. Mercury’s descending rule helps you make good investments. Colleagues will be supportive. If you face issues at work, your colleagues will assist in helping you solve the same. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 6, 7, 8, 9
CAPRICORN | મકર: ખ.જ.
18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારે ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. તમારા અગત્યના કામો વીજળી વેગે પૂરા થઈ જશે. મુશ્કેલી ભર્યા કામ બુધ્ધિ વાપરી પૂરા કરશો. નાણાકીય ફાયદો મળશે. નવા મિત્રો મળી શકશે. પ્રમી કે પ્રેમીકા તરફથી સારી વાત જાણવા મળશે. આજથી ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 7, 10 છે.
Mercury’s rule till 18th June facilitates travel plans. You will be able to complete your work at lightning speed. Use your presence of mind to complete challenging projects. Financial gains are indicated. You could be making new friends. Your love interest will give you good news. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 4, 5, 7, 10
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. તમારા ગુસ્સાના કારણે તમારા શત્રુઓ વધી જશે. ઘરમાં ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ થશે. તમે સાચા હોવા છતા તમારી સચ્ચાઈ બતાવી નહીં શકો. રાતની ઉંઘમાં તકલીફ થશે. જમીન જાયદાદના કામ કરતા નહીં. વાહન સંભાળીને ચલાવજો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 8, 10 છે.
Mercury’s ongoing rule triggers your anger over even minor matters. Your temper tantrums could lead to an increase in the number of your adversaries. Disagreements with your spouse will increase. Despite your honesty, you will be unable to portray your innocence. Mentally you could feel disturbed and lose sleep. Avoid getting involved in work related to property matters. Drive carefully. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 5, 6, 8, 10
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલશે. તેથી લીધેલા ડીસીઝન ચેન્જ નહીં કરો. સાંભળશો બીજાનું પણ કરશો પોતાના મનનું. નાની મુસાફરી કરી શકશો. ઘરમાં નાની વસ્તુ વસાવી શકશો. કોઈ સારા સમાચાર મળતા અનંદમાં આવી જશો. આજથી ભુલ્યા વગર 34મુ નામ ‘યા બેસ્તરના 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 6, 7, 10 છે.
The Moon’s rule till 24th May advises you to not make changes to decisions taken earlier by you. You will listen to others, but will do what feels right in your mind. Minor travel plans are on the cards. You will be able to make household purchases. You are in for some good news which will make you very happy. Pray the 34th name, ‘Ya Bestarna’ 101 times.
Lucky Dates: 4, 6, 7, 10
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024