મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા બધાજ કામો સારી રીતે કરી શકશો. પ્લાન બનાવીને કામ કરશો. મનગમતી વ્યક્તિ તરફથી સારા સમાચાર જાણવા મળશે. નવા કામ કરી શકશો. નાની મુસાફરી કરી શકશો. ઘરવાળાના મદદગાર થશો. દરરોજ 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.
The Moon’s rule till 25th June will enable you to complete all your chores. You are advised to plan and execute your work. An admired, favourite person will bring you good news. Travel is on the cards. You will be of help to family members. Pray 101 names followed by praying the 34th name ‘Ya Bestarana’, 101 times, every day.
Lucky Dates: 18, 21, 22, 23
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
4થી જૂન સુધી સુર્યની દિનદશા તમને તપાવતી રહેશે. સરકારી કામ કરશો નહીં. અકાઉન્ટના કામમાં ધ્યાન આપજો. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. સુર્યને કારણે પ્રેશરની તકલીફ થશે. તબિયતનું ધ્યાન આપજો. મિત્રો-સગાસંબંધીઓથી જેટલા દૂર રહો તેટલું સારૂં છે. રોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 24 છે.
The Sun’s rule till 4th June could cause trouble. Government-related work will be challenging. Practice care in all accounts-related work. The health of your elders could deteriorate. You could suffer from issues caused by blood-pressure. Take care of your health. You are advised to maintain some distance from friends and relatives. Pray the 96th name ‘Ya Rayomand’ 101 times every day.
Lucky Dates: 18, 19, 20, 24
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. ઘરના લોકોની જરૂરિયાતો પૂરી કરી શકશો. શુક્રની કૃપાથી ખર્ચ કર્યા બાદ પણ આનંદમાં રહેશો. ઓપોઝીટ સેકસનો સાથ મળી જશે. કામમાં પ્રમોશન મલવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Under Venus’s rule till 16th June, you will be able to cater to the needs of your family. Despite your expenses, you will feel happy. The opposite gender will be supportive. Promotion at work is on the cards. A financially sound week. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 19, 20, 21, 22
CANCER | કર્ક: ડ.હ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી માન-ઈજ્જત મળતા રહેશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. નાની મુસાફરી કરી શકશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 18, 22, 23, 24 છે.
Venus’s ongoing rule brings you respect from others. Financially, this is a sound week. Make investments. There will be increased affection between spouses. Travel plans will be possible. Monetary gains indicated. Pray to ‘Behram Yazad’, every day.
Lucky Dates: 18, 22, 23, 24
LEO | સિંહ: મ.ટ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામમાં મુશ્કેલી આવતી રહેશે. નાણાકીય સ્થિતિ સારી નહીં રહે. ખર્ચનું પ્રમાણ વધી જો. રાહુ તમારા કામમાં ભુલો કરાવશે. મનગમતી વ્યક્તિ નારાજ થશે. તબિયતની ખાસ સંભાળ લેજો. એસીડીટીથી પરેશાન થશો. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Rahu’s rule could pose impediments in your activities. Your monetary situation could get restrained. You could end up making sizeable expenses. You could make mistakes. A close person could get upset with you. Take good care of your health. Acidity could pose problems. Pray ‘Mahabokhtar Nyaish’ every day.
Lucky Dates: 19, 20, 21, 22
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
પહેલા 4 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 22મી પહેલા ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી લેજો. ધર્મના કામ કરવામાં સફળ થશો. 22મીથી રાહુની દિનદશા તમારા મનની સ્થિતિને ખરાબ કરશે. નેગેેટીવ વિચાર કરશો. ઉતરતી ગુરૂની દિનદશાથી નાણાકીય ફાયદો થશે. ‘સરોશ યશ્ત’ની સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ પણ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
With 4 days remaining under Jupiter’s rule, try to fulfill the requests of family members. You will be inclined towards doing charity. Rahu’s rule, starting 22nd, will affect your mental peace, causing negative thoughts. Jupiter’s descending rule brings you monetary gains. Pray ‘Mahabokhtar Nyaish’ along with ‘Sarosh Yasht’, every day.
Lucky Dates: 19, 20, 23, 24
LIBRA | તુલા: ર.ત.
23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા રોજના કામો સારી રીતે કરી શકશો. કોઈના મદદગાર બની તેની ભલી દુવા મેળવી લેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમારાથી નારાજ થયેલી વ્યક્તિને તેની ભુલ સમજાય જશે તમે કોમ્પ્રોમાઈશ કરી લેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 21, 22, 24 છે.
Jupiter’s ongoing rule till 23rd June assists you in completing your daily chores. You will receive bountiful blessings by helping others. A good week financially, make investments. Try to build a bridge with the person upset with you, so you can understand the mistake. Pray ‘Sarosh Yasht’, every day.
Lucky Dates: 18, 21, 22, 24
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને આળસુ બનાવી દેશે. વડીલવર્ગની જવાબદારી તમારી ઉપર આવી જશે. ઘરમાં નવી ચીજ વસ્તુ લેતા નહીં. નોકરીમાં વધુ ધ્યાન આપજો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભરજો. શુકનવંતી તા. 19, 20, 22, 24 છે.
Saturn’s sixth ruling week, and its oncoming descending influence, could bring in lethargy at work. Elders will pass on their responsibilities to you. Avoid making new household purchases. Be extra cautious at your workplace. Pray ‘Moti Haptan Yasht’, every day.
Lucky Dates: 19, 20, 22, 24
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
25મી જૂન સુધી શનિની દિનદશા તમને દિવસે તારા બતાવી દેશે. પૈસાની ખુબ તંગી રહેશે. જયાં થોડી કસર કરશો બીજી બાજુ ત્યાં વધારે ખર્ચ થશે. તબિયતમાં બેદરકાર રહેતા નહીં. શનિને કારણે જોઈન્ટપેનથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. રોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભરજો.
શુકનવંતી તા. 18, 19, 20, 22 છે.
Saturn’s ongoing rule till 25th June could make things difficult. You could experience a financial. Despite your efforts to save, you could end up making expenses. Take care of your health. Saturn’s rule could cause joint pains. Seek doctor’s advice for the same. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 18, 19, 20, 22
CAPRICORN | મકર: ખ.જ.
18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે. તમારા ફાયદા પર વધુ ધ્યાન આપજો. તમારા કામ વીજળીવેગે પૂરા થશે. ચાલુ કામમાં ધ્યાન આપજો. ઘરમાં મહેમાનની અવજર જવર વધી જશે. મિત્રો તરફથી માન-ઈજ્જત મેળવશો. મીઠી જબાન વાપરી બીજાના દીલ જીતી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Mercury’s rule till 18th June advises you to be cautious regarding your income/gains. You will be able to complete your work at lightning speed. Practice alertness about your daily chores. You could expect guests. Friends will show you respect. Your sweet words will win over peoples’ hearts. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 21, 22, 23, 24
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
પહેલા 4 દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 22મી સુધી મગજ પર કાબુ નહીં રાખી શકો. ઘરવાળા તમને શાંતિથી બેસવા નહીં દે. 22મીથી શરૂ થતી બુધની દિનદશા તમને સીધો માર્ગ બતાવી દેશે. ભાઈ-બહેનના સંબધ સુધરી જશે. તબિયતમાં સુધારો થશે. ઉતરતી મંગળની દિનદશા નાનુ એક્સિડન્ટ કરાવી શકે છે. ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
With the last four days left under Mars’ rule, till 22nd, it will prove challenging to keep your mind in control. Family members will pose impediments to your peace. Mercury’s rule, starting from the 22nd, will guide you towards the right path. Relationship with siblings will improve. Health will also look up. Mercury’s descending rule Could cause minor accidents. Pray ‘Meher Nyaish’ along with ‘Tir Yasht’ daily.
Lucky Dates: 18, 19, 20, 21
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
છેલ્લુ અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. ગામ-પરગામ જઈ શકશો. કોઈ વ્યક્તિ નારાજ હશે તો 24મી પહેલા તેને મનાવી લેજો. વડીલવર્ગની ચિંતા નહીં રહે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 19, 22, 23, 24 છે.
With the sixth week under the Moon’s rule, try to cater to the wants of your family. Travel is on the cards. Try to mend the fences with those upset with you by the 24th. Elders will not prove worrisome this week. Financial gains indicated. Pray the 34th name ‘Ya Bestarna’, 101 times, every day.
Lucky Dates: 19, 22, 23, 24
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025